Friday, May 17, 2024
More
    હોમપેજદેશ'લેપટોપ, કમ્પ્યુટર, ટેબ્લેટની હવે નહીં કરી શકાય આયાત': મેક ઈન ઇન્ડિયાને ગતિ...

    ‘લેપટોપ, કમ્પ્યુટર, ટેબ્લેટની હવે નહીં કરી શકાય આયાત’: મેક ઈન ઇન્ડિયાને ગતિ આપવા મોદી સરકારનો મોટો નિર્ણય; ચીનને થશે સૌથી મોટું નુકસાન

    વહીવટીતંત્ર દ્વારા નિર્દેશિત કર્યા મુજબ, R&D (સંશોધન અને વિકાસ), પરીક્ષણ, બેન્ચમાર્કિંગ અને મૂલ્યાંકન સમારકામ અને પુનઃ નિકાસ અને ઉત્પાદન વિકાસના કારણો માટે 20 ચોક્કસ વસ્તુઓ માટે લાયસન્સિંગમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે.

    - Advertisement -

    વ્યાપાર અને ઇલેક્ટ્રોનિક વિજ્ઞાનક્ષેત્રે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે અનુસાર કેન્દ્ર સરકારે ગુરુવારે (3 ઓગસ્ટ 2023) લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વર્સ પર તાત્કાલિક અસરથી આયાત પ્રતિબંધો લાદ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મેક ઈન ઇન્ડિયા ચળવળને હતી આપવા અંતે આ નિર્ણય લેવાયો છે.

    અહેવાલો અનુસાર ગુરુવારે (3 ઓગસ્ટ 2023) ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે કહ્યું કે કેન્દ્ર સરકારે HSN 8471 હેઠળ લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કમ્પ્યુટરની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ હેઠળ, ઉપકરણો અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર અને સર્વરની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવનાર છે. આ પગલાથી ચીન જેવા દેશોમાંથી થતી આયાતમાં ઘટાડો થવાની ધારણા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ સંબંધમાં એક સૂચના જારી કરીને કહ્યું છે કે આ પ્રતિબંધિત માલની આયાત માટે માન્ય લાઇસન્સ મેળવવું જરૂરી રહેશે.

    પ્રતિબંધિત સમાનની યાદી (સ્ત્રોત: Tech Crunch)

    વહીવટીતંત્ર દ્વારા નિર્દેશિત કર્યા મુજબ, R&D (સંશોધન અને વિકાસ), પરીક્ષણ, બેન્ચમાર્કિંગ અને મૂલ્યાંકન સમારકામ અને પુનઃ નિકાસ અને ઉત્પાદન વિકાસના કારણો માટે 20 ચોક્કસ વસ્તુઓ માટે લાયસન્સિંગમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે.

    - Advertisement -

    ચીનને થશે સૌથી વધુ નુકસાન

    ભારત સરકારના આ પગલાથી ચીન જેવા દેશોમાંથી થતી આયાતમાં ઘટાડો થવાનું અનુમાન છે. હાલમાં આ જે પણ વસ્તુઓની આયાતને પ્રતિબંધિત કરાઈ છે, ભારતમાં તેની સૌથી વધુ આયાત ચીનમાંથી જ કરવામાં આવતી હતી. જેથી આ આ નિર્ણય લાગુ થતા સૌથી મોટો ફટકો ચીનને પડે એ સ્વાભાવિક છે.

    વિભાગે ઉમેર્યું હતું કે, “લેપટોપ, ટેબ્લેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ, સર્વરની આયાત તાત્કાલિક અસરથી ‘પ્રતિબંધિત’ છે. પ્રતિબંધ હેઠળના ઉત્પાદનો માટે સરકાર પાસેથી લાઇસન્સ અથવા પરવાનગી લેવાની જરૂર હોય છે. આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.”

    વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે આ પ્રતિબંધો સમયાંતરે સુધારેલા સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં. કહેવામાં આવ્યું છે કે 1 લેપટોપ, ટેબ્લેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર અથવા અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કોમ્પ્યુટરની આયાતને આયાત લાયસન્સિંગ આવશ્યકતાઓમાંથી મુક્તિ આપવામાં આવશે, જેમાં પોસ્ટ અથવા કુરિયર દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ પરથી ખરીદેલા કમ્પ્યુટર્સનો પણ સમાવેશ થાય છે. એટલે કે જથ્થાબંધમાં મંગાવવામાં આવતા સાધનો પર જ પ્રતિબંધ નખાયો છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે આયાત લાગુ ડ્યુટીની ચૂકવણીને આધીન રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં