Saturday, September 14, 2024
More
    હોમપેજદેશજો તમારા પૈસા પણ સહારામાં ફસાયેલા છે તો આ સમાચાર તમારા માટે...

    જો તમારા પૈસા પણ સહારામાં ફસાયેલા છે તો આ સમાચાર તમારા માટે છે: મોદી સરકારે ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કર્યું, જાણો તમારી મહેનતની કમાણી કેવી રીતે પાછી મેળવશો

    29 માર્ચ, 2023ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સહારાની 4 સમિતિઓના રોકાણકારોને 9 મહિનામાં પૈસા પરત કરવામાં આવશે. સહારા ગ્રુપના રોકાણકારોને રાહત આપવા માટે કેન્દ્રીય સહકારી મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

    - Advertisement -

    શું તમે પણ સહારા ઇન્ડિયામાં તમારી મહેનતની કમાણીનું રોકાણ કર્યું છે? શું તમે પણ તમારા પૈસા ગુમાવ્યા છે? જો હા, તો તમારા પૈસા પાછા મેળવવાનો સમય આવી ગયો છે. આ માટે મંગળવાર, 18 જુલાઈ, 2023ના રોજ મોદી સરકાર ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કરી રહી છે. આ દ્વારા સહારાના તે રોકાણકારોને તેમના પૈસા પાછા મળશે, જેમની રોકાણની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે.

    હાલ દિલ્હીમાં અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કરી રહ્યા છે અને તે કાર્યક્રમમાં પોતાની સંબોધન પણ આપી રહ્યા છે.

    સહારાની આ ચાર સહકારી મંડળીઓના રોપકાણકારોને થશે લાભ

    સહારાની ચાર સહકારી મંડળીઓના રોકાણકારો પૈસા પાછા મેળવવા માટે અરજી કરી શકશે. આ ચાર મંડળીઓ સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સહારા ઈન્ડિયાની કો-ઓપરેટિવ સોસાયટીઓમાં લગભગ 10 કરોડ રોકાણકારોના પૈસા ફસાયેલા છે.

    - Advertisement -

    કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહ દિલ્હીમાં અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે આ પોર્ટલને લોન્ચ કર્યું છે. આ પહેલા તેઓએ સોમવારે ટ્વીટ કર્યું હતું, “આવતી કાલ (18 જુલાઈ) એ લોકો માટે ખાસ દિવસ છે જેમના પૈસા સહારાની સહકારી મંડળીઓમાં ઘણા વર્ષોથી અટવાયેલા હતા. તે રોકાણકારોની થાપણો પરત કરવાના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં મોદી સરકાર આગળ વધી રહી છે. આ અંતર્ગત આવતીકાલે ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની પ્રતિબદ્ધતા એ તમામ લોકોને રાહત લાવશે જેઓ તેમની મહેનતની કમાણી પરત મેળવવાની રાહ જોઈ રહ્યા છે.”

    શું છે ‘સહારા રિફંડ પોર્ટલ’?

    આ પોર્ટલ પર સમજાવવામાં આવશે કે રોકાણ કરેલ નાણાં કેવી રીતે પાછા મેળવી શકાય છે. સહારામાં જેમના પૈસા ફસાયેલા છે તેમાંથી મોટાભાગના લોકો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોંચ કરવામાં આવેલા પોર્ટલમાં રોકાણકારો તેમના દાવાઓ ઓનલાઈન રજૂ કરી શકશે. પોર્ટલ પર એક લિંક હશે જેના પર ક્લિક કર્યા પછી સેબી સહારા ઓનલાઈન એપ્લિકેશન-2023નું વેબ પેજ ખુલશે. દાવેદારોએ તે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.

    ઉલ્લેખનીય છે કે 29 માર્ચ, 2023ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે સહારાની 4 સમિતિઓના રોકાણકારોને 9 મહિનામાં પૈસા પરત કરવામાં આવશે. સહારા ગ્રુપના રોકાણકારોને રાહત આપવા માટે કેન્દ્રીય સહકારી મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી બાદ સુપ્રીમ કોર્ટે સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાંથી 5000 કરોડ રૂપિયા સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ને ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં