Friday, April 19, 2024
More
    હોમપેજમિડિયા3 સૈન્ય અધિકારીઓની ધરપકડ થઇ હોવાના દાવા સાથે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ ભ્રામક...

    3 સૈન્ય અધિકારીઓની ધરપકડ થઇ હોવાના દાવા સાથે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ ભ્રામક સમાચાર પ્રકાશિત કર્યા, ભારતીય સેનાએ કરી નાંખ્યું ફેક્ટચેક

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનો આ લેખ પ્રકાશિત થયા બાદ આ મામલે ભારતીય સેના તરફથી અધિકારીક રીતે સ્પષ્ટતા કરવામાં આવી હતી.

    - Advertisement -

    અખબાર ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’એ એક લેખ પ્રકાશિત કરીને ભારતીય સેના વિશે ખોટા સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેમાં લાંચ લેવાના આરોપસર CBI દ્વારા 3 સૈન્ય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય સેનાએ આ બાબતમાં તથ્ય ન હોવાનું જણાવી સમાચાર ખોટા હોવાની સ્પષ્ટતા કરી હતી. 

    ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’એ આ લેખ શનિવારે (31 ડિસેમ્બર, 2022) પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં જયપુરમાં ભારતીય સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડમાં કામ કરતા ઇન્ટીગ્રેટેડ ફાયનાન્સિયલ એડવાઈર, એક અકાઉન્ટ ઓફિસર અને એકે જુનિયર ટ્રાન્સલેટરની શુક્રવારે (30 ડિસેમ્બર 2022) CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સૈન્ય અધિકારીઓની ધરપકડ ઉપરાંત, જયપુર અને શ્રીગંગાનગરમાં દરોડા પાડી 40 લાખ જપ્ત કરવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. 

    અખબારે સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે જયપુર, ભટિંડા અને શ્રીગંગાનગરમાં કુલ 9 ઠેકાણાંઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એમ પણ જણાવવામાં આવ્યું કે તમામ આરોપીઓને પંચકુલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓ સાથે હરિયાણા, રાજસ્થાન અને પંજાબ ના પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    અખબારે એવો પણ આરોપ લગાવ્યો કે અધિકારીઓ તેમજ અન્ય વચેટિયા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ માંગતા હતા. રિપોર્ટમાં ‘સૂત્રો’ને ટાંકીને એમ પણ જણાવવામાં આવ્યું કે, જે-તે કામની ફાળવણીના બદલામાં નિયમોનું ઉલ્લંઘન કરીને આ અધિકારીઓ ખાનગી કંપનીઓ પાસેથી લાંચ-રિશ્વત મેળવતા હતા. 

    સેનાએ સ્પષ્ટતા કરી, કહ્યું- કોઈ અધિકારીની ધરપકડ નથી થઇ 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનો આ લેખ પ્રકાશિત થયા બાદ આ મામલે ભારતીય સેના તરફથી અધિકારીક રીતે સ્પષ્ટતા કરવામાં આવી હતી. અખબારે છાપેલા રિપોર્ટને નકારી કાઢીને સેનાએ કહ્યું કે કોઈ પણ આર્મી અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી. 

    ભારતીય સેનાના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઑફ પબ્લિક ઇન્ફોર્મેશનના અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ લેખને ‘ભ્રામક’ ગણવવામાં આવ્યો હતો. સેનાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ની જયપુર આવૃત્તિમાં કરવામાં આવેલ દાવાથી વિપરીત કોઈ પણ સૈન્ય અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી. સાથે તેમણે અખબારને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલો ન થાય તે માટે કાળજી રાખવા માટે પણ વિનંતી કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં