Saturday, October 5, 2024
More
    હોમપેજમિડિયા‘11 કરોડનો આંકડો 9 કરોડ કરતાં ઓછો’- નવું ગણિત લાવ્યા ‘ધ વાયર’ના...

    ‘11 કરોડનો આંકડો 9 કરોડ કરતાં ઓછો’- નવું ગણિત લાવ્યા ‘ધ વાયર’ના પત્રકારો: મતદાનના આંકડા મુદ્દે જુઠ્ઠાણું પકડાતાં રિપોર્ટ અપડેટ કર્યો તો તેમાં પણ ગોટાળો વાળ્યો!

    જોકે, પછીથી ‘ધ વાયર’ પરથી આ રિપોર્ટ પણ હટાવી લેવામાં આવ્યો. હાલ રિપોર્ટની લિંક પર જઈને જોતાં ‘એક્સેસ ડિનાઈડ’ લખેલું આવે છે. 

    - Advertisement -

    પ્રોપગેન્ડા મીડિયા પોર્ટલ ‘ધ વાયર’ દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરીને 2019 અને 2024ની લોકસભા ચૂંટણીઓમાં પહેલા પાંચ તબક્કાના મતદાનની કથિત સરખામણી કરીને આ વખતે 19 કરોડ મત ઓછા પડ્યા હોવાનો હાસ્યાસ્પદ દાવો કરવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયાએ એક વિગતવાર રિપોર્ટમાં સમજાવ્યું હતું કે કઈ રીતે આ દાવો ખોટો છે અને ધ વાયરના ‘પત્રકારો’ની ગણિતની સામાન્ય સમાજના અભાવના કારણે તેમણે ગોટાળો વાળ્યો હતો. પછીથી આ લેખ હટાવી લેવામાં આવ્યો અને નવો એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો. પણ મજાની વાત એ છે કે ભૂલ તેમાં પણ છે. પછી ધ વાયરે આ લેખ પણ હટાવવાની નોબત આવી.

    વાસ્તવમાં ધ વાયરે એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 2019માં પહેલા પાંચ તબક્કામાં થયેલા મતદાનનો અને 2024ના પહેલા પાંચ તબક્કાના મતદાનનો ડેટા જોઈએ તો તેમાં 19 કરોડ મતનો ફેર જોવા મળે છે અને આ વખતે આટલા મત ઓછા પડ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જો ગત ચૂંટણીના પાંચ તબક્કા અને આ ચૂંટણીના પાંચ તબક્કા સરખાવીએ તો આ વર્ષે સવા 2 કરોડ મતો વધારે પડ્યા છે, ભલે ટકાવારીમાં એકથી દોઢ ટકાનો ઘટાડો જોવા મળ્યો હોય. પણ 19 કરોડ મતોવાળી વાતમાં કોઇ તથ્ય નથી. 

    તો ‘ધ વાયર’ આ આંકડો ક્યાંથી લાવ્યું? 

    - Advertisement -

    વાસ્તવમાં મીડિયા પોર્ટલે 2019માં પહેલા પાંચ તબક્કામાં જેટલા મતદારો નોંધાયેલા હતા તેમના આંકડાને 2024માં પહેલા પાંચ તબક્કામાં જેટલા લોકોએ મતદાન કર્યું તેની સાથે સરખાવ્યો હતો. આ માટે તેમણે જે પ્રેસ રીલીઝનો આધાર લીધો તે પણ તે સમયે મતદાન પહેલાં બહાર પાડવામાં આવી હતી, જેમાં મતદારોનો કુલ આંકડો હતો, મતદાન થયા બાદનો ડેટા નહીં. પરંતુ ધ વાયરે અવળું ગણિત માંડીને 2019ના કુલ મતદારોની સંખ્યાની સરખામણી 2024ના મતદાન કરનારા મતદારો સાથે કરી અને છાપી માર્યું. 

    ઑપઇન્ડિયાના રિપોર્ટ અને સોશિયલ મીડિયા પર હોહા પછી ધ વાયરે આ રિપોર્ટ બદલી નાખ્યો અને તેની URL પણ બદલી નાખવામાં આવી. આ નવા રિપોર્ટની હેડલાઈન આવી હતી- ‘2019ની સરખામણીએ 2024ની લોકસભા ચૂંટણીમાં 1.8 કરોડ મત ઓછા પડ્યા.’ સાથે રિપોર્ટની નીચે એક નોંધ લખીને જણાવવામાં આવ્યું કે, અગાઉના વર્ઝનમાં ભૂલ થઈ હતી, જે સુધારી લેવામાં આવી છે. પણ મજાની વાત એ છે કે આ નવા રિપોર્ટમાં પણ ઝોલ છે!

    આ નવા રિપોર્ટમાં પણ ધ વાયરના પત્રકારોએ તદ્દન સામાન્ય ગણિતની ભૂલ કરી છે. તેમણે પોતાના જ રિપોર્ટમાં જે જણાવ્યું છે તેને જોઈએ તો, 2019ની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 9,13,79,409 મત પડ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કામાં 11,00,52,103 મત પડ્યા. હવે અહીં જોતાં જ ખબર પડે કે 2019 અને 2024ની ચૂંટણીઓના પહેલા તબક્કાની સરખામણી કરીએ તો 2024માં તો સંખ્યા વધી છે. પણ ધ વાયરે હેડલાઇનમાં શું લખ્યું? આનું તદ્દન અવળું. તેમણે દાવો કર્યો કે 2024માં મત ઘટ્યા છે. 

    તો આ ક્યાંથી આવ્યું? એ તો ધ વાયર અને તેના પત્રકારો જ જણાવી શકે કે 11નો આંકડો 9 કરતાં ઓછો કઈ રીતે કહેવાય? પણ સંભવતઃ એવું બન્યું હોવું જોઈએ કે તેમણે 2019ના આંકડામાંથી 2024ના આંકડાની બાદબાકી કરી હશે. જેના કારણે જવાબ માઇનસમાં આવ્યો. (ગણિતના સામાન્ય નિયમ પ્રમાણે ઓછામાંથી વધારે બાદ કરો તો જવાબ માઇનસમાં જ આવે.) એટલે જો 2019ના આંકડા (9,13,79,409)માંથી 2024નો આંકડો (11,00,52,103) બાદ કરીએ તો જવાબ મળશે -1,86,72,694.

    વાયરે આ જ આંકડો (1,86,72,694) લખીને કહી દીધું કે 1.86 કરોડ મતનો આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ગણતરી એ રીતે ન કરાય અને હંમેશા વધુમાંથી જ ઓછાની બાદબાકી કરાય. આ બધું પ્રાથમિક શાળાઓમાં શીખવવામાં આવે છે. 

    જોકે, પછીથી ‘ધ વાયર’ પરથી આ રિપોર્ટ પણ હટાવી લેવામાં આવ્યો. હાલ રિપોર્ટની લિંક પર જઈને જોતાં ‘એક્સેસ ડિનાઈડ’ લખેલું આવે છે. 

    આમ જોવા જઈએ તો પાછલી અને આ ચૂંટણીમાં કયા તબક્કામાં કેટલું મતદાન થયું તેની સરખામણી કરવી જ બિનજરૂરી છે. કારણ એ છે કે દર વખતે જરૂરી હોતું નથી કે ચૂંટણીઓ એક જ પેટર્નમાં યોજાય. બની શકે કે કોઇ બેઠક 2019માં પહેલા તબક્કામાં મતદાન હેઠળ ગઈ હોય તો બીજી 2024માં બીજા, ત્રીજા કે કોઇ પણ તબક્કામાં મતદાન માટે જાય. વધુમાં, દરેક બેઠક પર મતદારોની સંખ્યામાં પણ ફેર હોય છે. એ પણ જરૂરી નથી કે દરેક ચૂંટણીમાં મતદાનના તબક્કા સરખા જ હોય. 

    તેમ છતાં જો સરખામણી કરવી હોય તો દરેક બેઠકનો ડેટા મેળવીને તેની સરખામણી કરવી પડે. તેમાં તે બેઠક પર કયા તબક્કામાં મતદાન થયું છે તેની સાથે કશું લાગતું-વળગતું નથી. જોકે, જેમને સામાન્ય સરવાળા-બાદબાકી કરવાનાં ફાંફાં હોય તેમની પાસે આવી બધી અપેક્ષાઓ રાખવી થોડી વધુ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં