Wednesday, April 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાતા ઉપરાંત પુત્રી પર પણ બળાત્કાર ગુજારનાર દરગાહના કમાલ બાબા શેખને કોર્ટે...

    માતા ઉપરાંત પુત્રી પર પણ બળાત્કાર ગુજારનાર દરગાહના કમાલ બાબા શેખને કોર્ટે સજા આપી

    સુરતના એક શખ્શે દરગાહની આડમાં માતા અને પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સુરત પોલીસમાં દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

    - Advertisement -

    સુરત ખાતે માતા અને પુત્રી પર દુષ્કર્મ આચરનાર કમાલ બાબા અખ્તર શેખ નામના શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ગુનેગારે મહિલાની મજબુરીનો ગેરફાયદો ઉઠાવીને તેની તેમજ તેની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ પાંચ વર્ષ જૂનો છે. જે મામલે હવે કોર્ટે ચુકાદો આપ્યો છે.

    વધુ વિગતો અનુસાર, સુરત ખાતે પાંચ વર્ષ પહેલાં એક મહિલાની મજબૂરીનો લાભ લઇ ખ્વાજા પીર દરગાહના કમાલ બાબા અખ્તર શેખે તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, તેણે મહિલાની 14 વર્ષીય પુત્રીને પણ છોડી ન હતી અને તેની સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સુરતના અઠવા પોલીસ મથકે 2017 માં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે કેસ ચાલ્યા બાદ હવે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે ગુનેનાર કમાલ બાબા અખ્તર શેખને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ પીડિત પરિવારને ચાર લાખ ચૂકવવા માટેનો આદેશ કર્યો છે.

    આ કેસની વધુ વિગતો એવી છે કે, સુરતના બડે ખાં ચકલા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ ખ્વાજા દાનાં દરગાહ ખાતે કમાલ બાબા અખ્તર શેખ લોકોની શારીરિક-માનસિક તકલીફો દૂર કરી આપવાનું કામ કરતો હોવાનો દાવો કરતો. ભોગ બનેલી મહિલાના પતિની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે અને ખેંચ જેવી સમસ્યાઓ હોવાના કારણે તેણે કમાલની મદદ લેવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેણે ખ્વાજા દાનાની દરગાહ ખાતે જઈ કમાલ બાબા શેખનો સંપર્ક કર્યો હતો.

    - Advertisement -

    જે બાદ મહિલા અવારનવાર તેને મળવા જતી હતી. દરમ્યાન, કમાલ બાબા અખ્તર શેખે તેની મજબુરીનો લાભ લઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત તેની 14 વર્ષની પુત્રીને પણ પીંખી હતી. આ મામલે સરકારે કોર્ટમાં તમામ પુરાવાઓ રજૂ કરતા કોર્ટે તે ગ્રાહ્ય રાખીને આરોપીને કલમ 376, 504, 506 (2), પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનેગાર જાહેર કર્યો હતો. જે બાદ આજે તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

    આ મામલે ફરિયાદી પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે તાંત્રિકનું કામ કરતો કમાલ બાબાએ માતા અને પુત્રી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાબતે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા તમામ પુરાવા કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. જજે કલમ 376, 504, 506 (2), પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો છે. આજીવન કેદની સજા સંભળાવી છે, સાથે જ પીડિત પરિવારને ચાર લાખ વળતર આપવાનો પણ હુકમ કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં