Monday, September 9, 2024
More
    હોમપેજગુજરાત'રાજકોટ શહેર પોલીસ મુખ્યાલયમાં આ વર્ષે નહીં ઉજવાય જન્માષ્ટમી': વાઇરલ થઈ રહેલા...

    ‘રાજકોટ શહેર પોલીસ મુખ્યાલયમાં આ વર્ષે નહીં ઉજવાય જન્માષ્ટમી’: વાઇરલ થઈ રહેલા અહેવાલો વચ્ચે ઑપઈન્ડિયાએ કરી ACP પઠાણ સાથે વાત, જાણો આખો મામલો

    એક સ્થાનિક સમાચારે અહેવાલ છાપ્યો જેનું મથાળું હતું, "રાજકોટ: હેડ ક્વાટરમાં દર વર્ષે થતી જન્માષ્ટમીની ઉજવણી આ વર્ષે નહીં થાય." સાથે જ તેઓએ રાજકોટ શહેર પોલીસ ACP મુનાફખાન પઠાણ પર આરોપ મૂકતાં લખ્યું કે, "હેડ ક્વાટર એસીપી પઠાણના તુમાખીભર્યા નિર્ણયથી ધાર્મિક પ્રેમી સ્ટાફમાં રોષ"

    - Advertisement -

    હાલ દેશભરમાં જન્માષ્ટમીના તહેવારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશવાસીઓમાં અલગ જ હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અને એમ પણ સૌરાષ્ટમાં આ તહેવાર ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. એવામાં હાલ સ્થાનિક મીડિયામાં એક અહેવાલે ચર્ચા ઉભી કરી છે, જેમાં કહેવાયું છે કે ‘રાજકોટ શહેર પોલીસ મુખ્યાલયમાં આ વર્ષે જન્માષ્ટમી નહીં ઉજવાય’.

    રાજકોટ હેડલાઇન કરીને એક સ્થાનિક સમાચારે અહેવાલ છાપ્યો જેનું મથાળું હતું, “રાજકોટ: હેડ ક્વાટરમાં દર વર્ષે થતી જન્માષ્ટમીની ઉજવણી આ વર્ષે નહીં થાય.” સાથે જ તેઓએ રાજકોટ શહેર પોલીસ ACP મુનાફખાન પઠાણ પર આરોપ મૂકતાં લખ્યું કે, “હેડ ક્વાટર એસીપી પઠાણના તુમાખીભર્યા નિર્ણયથી ધાર્મિક પ્રેમી સ્ટાફમાં રોષ”

    આ અહેવાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ જાતજાતની ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી. ઑપઇન્ડિયાના ધ્યાને આ વિષય આવતા અમે એક જવાબદાર મીડિયા તરીકે લોકોને ઉશ્કેરવાની જગ્યાએ વાતના મૂળમાં પહોચીને સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો.

    - Advertisement -

    રાજકોટ શહેર પોલીસ ACP મુનાફખાન પઠાણ સાથે ઑપઇન્ડિયાની વાતચીત

    ઑપઇન્ડિયાએ રાજકોટ શહેર પોલીસ ACP મુનાફખાન પઠાણ સાથે સીધી વાત કરી અને આ મુદ્દે સવાલ કર્યા. તો ACP પઠાણે જે વાત કરી તે વાઇરલ થઈ રહેલા અહેવાલોથી સાવ ભિન્ન જ હતી.

    ACP પઠાણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અમે જન્માષ્ટમીની ઉજવણી દર વર્ષે કરીએ જ છીએ, દર વર્ષે થાય જ છે અને આ વર્ષે પણ કરવાની જ છે. આ અફવા છે અને એવો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે એ ખોટું છે.”

    આમ, એસીપી પઠાણના નિવેદન અનુસાર વાઇરલ થઈ રહેલા અહેવાલ ખોટા સાબિત થઈ રહ્યા છે. સાથે જ તેઓએ ઑપઇન્ડિયાને બાહેંધરી આપી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેર પોલીસ મુખ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. નોંધનીય છે છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ શહેર પોલીસ મુખ્યાલયમાં જન્માષ્ટમી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવાની એક પ્રથા સ્થાપિત થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં