Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવલસાડ: સારવારના બહાને હિંદુ મહિલાનાં સોના-ચાંદીનાં ઘરેણાં પડાવી લીધાં, મીડિયાએ જેને 'તાંત્રિક'...

    વલસાડ: સારવારના બહાને હિંદુ મહિલાનાં સોના-ચાંદીનાં ઘરેણાં પડાવી લીધાં, મીડિયાએ જેને ‘તાંત્રિક’ ગણાવ્યો, તે નીકળ્યો નૂર મોહમ્મદ

    અનેક વાંચકો છાપાંમાં સમાચારોની માત્ર હેડલાઈન જ વાંચતા હોય છે, તેવામાં તેઓ ગેરમાર્ગે દોરાય તે સ્વભાવિક છે. લોકો એવું સમજી બેસે કે ગુનો આચરનાર આરોપી હિંદુ હશે પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી છે.

    - Advertisement -

    વલસાડમાં સારવારના બહાને હિંદુ વિધવાની છેતરપિંડી કરી ઘરેણાં સેરવી લેનાર નૂર મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતે ‘તંત્રવિદ્યા’ જાણતો હોવાનું કહીને પીડિત મહિલાની બીમાર દીકરીને સાજી કરવાનું આશ્વાસન આપીને આ કારસ્તાન કર્યું હતું. નૂર મહોમ્મદે સારવાર માટે તમના ઘરેણાં એક પોટલીમાં બાંધીને ઉઠાવી લીધાં હતાં. જોકે સમય રહેતાં મહિલાને તેની જાણ થઇ જતાં તે ભાગી છૂટ્યો હતો. મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે નૂર મહોમ્મદ શેખની ધરપકડ કરીને તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, પીડિત હિંદુ વિધવા હાઈવે પર ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલાં આરોપી નૂર મહોમ્મદ તેની પાસે આવી ચડ્યો હતો અને ચા પીધા બાદ રૂપિયા ન હોવાનું જણાવી પોતે જાદુ-ટોણાં જાણતો હોવાનું કહ્યું હતું. પીડિત મહિલાની દીકરી છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી તેમણે નૂરને ઉપાય જણાવવા કહ્યું હતું. તેણે મહિલાને દીકરીની સારવાર કરી આપશે તેમ કહી કેટલીક સામગ્રી મંગાવી ઢોંગ આચર્યો હતો.

    નૂરે મહિલા પાસે હિંદુ પૂજા વિધિમાં વપરાતા કપૂર, કાળો દોરો તેમજ લીંબુ સહિતની સામગ્રી મંગાવી હતી. પોતાની દીકરીની બીમારીથી દુઃખી હિંદુ વિધવાએ આ વસ્તુઓ લાવી આપી હતી. ત્યારબાદ નૂરે માટીના કોડિયામાં જ્વલનશીલ પદાર્થ મૂકી તેમાં ભડકો કર્યો હતો અને સારવાર માટે મહિલાના સોના ચાંદીના દાગીના મૂકવા જણાવ્યું હતું. આ અરસામાં આરોપી નૂરે દાગીના સેરવી લઇ પોટલીમાં ચોખા મૂકી દીધા હતા અને આ પોટલી 51 દિવસે ખોલવાનું કહીને ત્યાંથી છટકી ગયો હતો.

    - Advertisement -

    મહિલાને પોતાની જાળમાં ફસાયેલી જોઇને તેને વધુ ઘરેણાં સેરવવાની લાલચ જાગી હતી. બીજા દિવસે નૂર ફરી તેની લારીએ આવ્યો હતો અને સોનાનાં ઘરેણાંની પોટલી મંગાવી હતી. આ દરમિયાન મહિલાનો ભાઈ પોટલી લઈ આવ્યો હતો, જોકે આ વખતે પીડિતાને શંકા જતા તેણે નૂર મહોમ્મદની હાજરીમાં પોટલી ખલી નાંખી હતી જેમાં ઘરેણાંની જગ્યાએ ચોખા નીકળ્યા હતા. પોતાની પોલ પકડાઈ ગઈ હોવાનું જાણીને નૂર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ મહિલાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી.

    વલસાડમાં સારવારના બહાને હિંદુ વિધવાની છેતરપિંડી કરનાર નૂર મહોમ્મદની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ધારાધોરણો અનુસાર કલમો અંતર્ગત ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    મુસ્લિમ આરોપીને મીડીયાએ ગણાવ્યો ‘તાંત્રિક’

    આ ઘટનામાં અચરજની વાત તે છે કે મીડિયાએ નૂર મહોમ્મદને ‘તાંત્રિક’ ગણાવીને અહેવાલો છાપ્યા હતા. વિચારવા જેવી વાત તે છે કે તંત્રવિદ્યા એ હિંદુ ધર્મની ધાર્મિક વિધિ હોય છે ને તે વિધિ કરનાર સાધકને તાંત્રિક કહેવામાં આવે છે. અહીં સવાલ ઉભો તે થાય છે કે છેતરપિંડી કરીને લૂંટ ચલાવનાર મુસ્લિમ આરોપીને તાંત્રિક કઈ રીતે કહી શકાય? અનેક વાંચકો છાપાંમાં સમાચારોની માત્ર હેડલાઈન જ વાંચતા હોય છે, તેવામાં તેઓ ગેરમાર્ગે દોરાય તે સ્વભાવિક છે. લોકો એવું સમજી બેસે કે ગુનો આચરનાર આરોપી હિંદુ હશે પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી છે. આ ઘટનામાં પણ આરોપી હિંદુ નથી પરંતુ સમાચારોની હેડલાઈન ગેરમાર્ગે દોરે તે પ્રકારની ચોક્કસ છે.

    સનાતન ધર્મમાં તંત્રવિદ્યા એ ધાર્મિક અને ખૂબ જ ગૂઢ અનુષ્ઠાન છે. આદિ-અનાદિ કાળથી તંત્ર સાધના એ હિંદુ ધાર્મિક આસ્થાનું અવિભાજ્ય અંગ છે. ખૂબ જ રહસ્યમય એવી આ તંત્રવિદ્યાનો અનેક હિંદુ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. વર્તમાન સમયમાં કેટલાક લેભાગુ અને છેતરપિંડી કરતા બિનહિંદુ તત્વોને ‘તાંત્રિક’ નામ આપીને મેઈનસ્ટ્રીમ મીડિયા લોકોને ગેરમાર્ગે દોરે છે. આવા લોકોને ‘તાંત્રિક’ કહીને ઉલ્લેખીને મીડિયા આડકતરી રીતે લોકોમાં સનાતન ધર્મ અને તેના ધાર્મિક અનુષ્ઠાનો અને તેની સાથે જોડાયેલા લોકોના નામને કાળો બટ્ટો લગાવવાનું ચૂકતી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં