મીડિયા પોર્ટલ ‘ધ લલ્લનટોપ’ દ્વારા કાશી કરવટના મહંત ગણેશ શંકર ઉપાધ્યાયને ટાંકીને ત્યાં ‘શિવલિંગ નહીં ફુવારો હતો’ તે પ્રકારનું નિવેદન ચલાવવામાં આવ્યું હતું. હવે તેમણે મહંત પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા બાદ તેમના નાના ભાઈ દિનેશ શંકર ઉપાધ્યાયને નવા મહંત બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એજન્ડા હેઠળ ચલાવવામાં આવતા સમાચારોથી તેઓ ખૂબ જ દુઃખી થયા છે અને હવે તેઓ પોતે આ પદ સંભાળવા માંગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે ભગવાન આવા કૃત્યો કરનારાઓને સજા કરશે.
‘ખબર ઈન્ડિયા’ના કેશવ માલન દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં ગણેશ શંકર ઉપાધ્યાય કહે છે, “આજે, અત્યારે, આ મીટિંગમાં હું મહંત કાર્યાલયની ગરિમા, પ્રતિષ્ઠા અને અવિરત પરંપરાની રક્ષા કરવા માટે મારા હોદ્દાનો ત્યાગ કરું છું. ‘અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુરમામૃતં ગમયઃ’ હર હર મહાદેવ.”
वाराणसी: “आज, अभी और इसी सभा में मैं अपने महंत पद का त्याग करता हूँ, इन 9 दिनों में मुझे बेहद कष्ट हुआ है”- काशी करवट के पूर्व महंत गणेश शंकर उपाध्याय रोते हुए। @TheLallantop पर लगाया था एजेंडा पूर्ण ख़बर चलाने का आरोप। @AshokShrivasta6 @anupamnawada @myogiadityanath pic.twitter.com/IJAsm449uB
— Keshavmalan (@Keshavmalan93) May 29, 2022
તેમણે આગળ કહ્યું, “આ 9 દિવસોમાં મેં ઘણું સહન કર્યું છે. (રડતાં-રડતાં) આ દુઃખોના પ્રાયશ્ચિત રૂપે અત્યારે હું આ પદ સાથે રહી શકતો નથી. આ ઘટનાક્રમના ક્ષોભની અગ્નિમાં મારી સ્વાભાવિક સૌમ્યતાને ઠેસ પહોંચી છે. હું આ માનસિક વેદનાથી ખૂબ જ દુઃખી છું.”
#वाराणसी: ज्ञानवापी मामले के बीच गणेश शंकर उपाध्याय ने काशी करवट के महंत पद से दिया इस्तीफा। दिनेश शंकर उपाध्याय बनाए गए नए महंत, रोते हुए बोले- एजेंडा के तहत चलाई गई ख़बर से मैं आहत हूं। ऐसा करने वालों को भगवान सज़ा देगा। @TheLallantop @myogiadityanath @AshokShrivasta6 pic.twitter.com/SyZsyONAG5
— Keshavmalan (@Keshavmalan93) May 29, 2022
નોંધનીય છે કે આ પહેલા હિંદુ સંતે ‘ધ લલ્લનટોપ’ નામના વેબ મીડિયા પર એજન્ડા હેઠળ સમાચાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. મહંત ગણેશ શંકર ઉપાધ્યાયે કહ્યું હતું કે શું લોકો અંધ છે કે તેઓ જોઈ શકતા નથી? સમગ્ર જ્ઞાનવાપીમાં હિંદુ મંદિરના અસ્તિત્વના પુરાવા છે, તેને મસ્જિદ કેવી રીતે માની લઈએ? તેમણે કહ્યું કે જ્ઞાનવાપીની ઉપર-નીચે ચારેબાજુ પુરાવાઓ પડ્યા છે. તેમણે આરોપ લગાવત કહ્યું કે, ‘ધ લલ્લનટોપે’ તેમને ગૂંચવીને કઈંક કહેવડાવી દીધું અને તોડી-મરોડીને એવું સાબિત કરવા મથી રહ્યા છે કે ત્યાં ફુવારો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે એક ષડયંત્ર હેઠળ તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે, જેથી હિંદુઓમાં ભેદભાવ પેદા કરી શકાય. આવુ કરનારાઓને વિધર્મી ગણાવતા તેમણે કહ્યું કે આવા લોકોને ઓળખવાની જરૂર છે, જેઓ એક લોબીના ષડયંત્ર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ મીડિયાથી લઈને રાજકારણ સુધી દરેક બાબતમાં સક્રિય છે.
‘ધ લલ્લનટોપે’ તેમનું નિવેદન ચલાવ્યા બાદ મહંતે કહ્યું હતું કે, “કઈ સદીની વાત કરી રહ્યા છો? સનાતનીઓ સાથે સદીઓની વાત કરો જેમનો લખો વર્ષોનો ઇતિહાસ છે. પુરાણ છે, ગ્રંથો છે. કોણ તેનો ઇનકાર કરે છે? દુષ્પ્રચારિત કરનારા હિંદુ સમાજના નામે કલંક છે. પાંચ વખત તમે રેકોર્ડિંગ કરો છો અને બતાવો છો પાંચ મિનિટનું. ક્યાંનું-ક્યાં જોડી દીધું અને ક્યાંથી શું લઇ આવ્યા… એક ષડયંત્ર હેઠળ મારા નિવેદનને એવી રીતે રજૂ કરવામાં આવ્યું જેથી હિંદુઓમાં ભેદભાવ સર્જાય, તેઓ એકજૂથ ન રહે.