Thursday, September 12, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘નકલી SBI બ્રાન્ચ પકડાઈ, 3 મહિના બાદ ફૂટ્યો ભાંડો’: જે ઘટનાના સમાચાર...

    ‘નકલી SBI બ્રાન્ચ પકડાઈ, 3 મહિના બાદ ફૂટ્યો ભાંડો’: જે ઘટનાના સમાચાર હમણાં ચલાવી રહ્યું છે ગુજરાતી મીડિયા, તે બની હતી 3 વર્ષ પહેલાં, એ પણ તમિલનાડુમાં!

    મોટાભાગના રિપોર્ટની હેડલાઈનમાં તમિલનાડુનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી માત્ર હેડલાઈન વાંચનાર વ્યક્તિ તેને ગુજરાત સાથે પણ જોડી શકે તેની સંભાવનાઓ નકારી શકાય નહીં. ખાસ કરીને એવા સમયે જ્યારે તાજેતરના ભૂતકાળમાં જ ગુજરાતી મીડિયાએ ‘નકલી’ને લઈને ખૂબ હોબાળો મચાવ્યો હતો.

    - Advertisement -

    તાજેતરમાં એક સમાચાર ગુજરાતી મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તમિલનાડુમાં એક નકલી SBI બેન્ક પકડાઇ છે અને જે મામલે 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ઝી24 કલાક, ન્યૂઝ18 ગુજરાતી, ગુજરાત સમાચારથી માંડીને TV9 ગુજરાતી સહિતની ‘અગ્રણી’ ગણાતી ન્યૂઝ ચેનલો અને પોર્ટલોએ આ સમાચાર વહેતા કર્યા છે.  

    સમાચાર એવા છે કે તામિલનાડુમાં 3 યુવકોએ મળીને એક નકલી સીબીઆઇ બ્રાન્ચ ઉભી કરી દીધી હતી. જે ‘છેલ્લા’ ત્રણ મહિનાથી ચાલી રહી હતી. જેનો માસ્ટરમાઇન્ડ એક કમલ બાબુ નામનો યુવક હોવાનું જણાવવામાં આવ્યું, જેના માતા-પિતા પણ બેન્ક કર્મચારીઓ રહી ચૂક્યા છે. આગળ જણાવવામાં આવ્યું કે, બાકીના બેમાંથી એક પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતો હતો અને બીજો સ્ટેમ્પ પેપર છાપવાનું કામ કરતો હતો. 

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, આ નકલી શાખા ત્યારે શંકાના ઘેરામાં આવી જ્યારે એક ગ્રાહકે પનરૂતિ શાખા જોઈ અને અસલ SBI શાખાના બ્રાન્ચ મેનેજરને ફરિયાદ કરી. તેમણે આગળ જાણ કરતાં ઝોનલ અધિકારીઓ સુધી વાત પહોંચી અને તેમણે તપાસ કરતાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, શહેરમાં પહેલેથી બે બ્રાન્ચ હતી અને આ ભેજાબાજોએ ત્રીજી બ્રાન્ચ ખોલી દીધી હતી. અધિકારીઓએ પોલીસને જાણ કર્યા બાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    તમામ મીડિયા રિપોર્ટ્સમાં માહિતી સમાન જ છે તેમજ ક્રમ પણ સરખો જ છે. માત્ર શબ્દો બદલેલા જોવા મળે છે અને વાક્યરચનામાં ફેરફાર જોવા મળે છે. નોંધવા જેવી વાત એ પણ છે કે લગભગ 99 ટકા રિપોર્ટની હેડલાઈનમાં તમિલનાડુનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી માત્ર હેડલાઈન વાંચનાર વ્યક્તિ તેને ગુજરાત સાથે પણ જોડી શકે તેની સંભાવનાઓ નકારી શકાય નહીં. ખાસ કરીને એવા સમયે જ્યારે તાજેતરના ભૂતકાળમાં જ ગુજરાતી મીડિયાએ ‘નકલી’ને લઈને ખૂબ હોબાળો મચાવ્યો હતો.

    શું છે હકીકત? 

    આમ તો આ ઘટના સાચી છે. પરંતુ હાલની નથી. બનાવ વાસ્તવમાં ત્રણ વર્ષ પહેલાંનો છે. તામિલનાડુમાં નકલી SBI બેન્કનું આ કારસ્તાન જુલાઈ, 2020માં સામે આવ્યું હતું. તે સમયે મેઇનસ્ટ્રીમ મીડિયામાં અનેક અહેવાલો છપાયા હતા, જેમાં એ જ તમામ માહિતી છે જે હાલ ગુજરાતી મીડિયા આપી રહ્યું છે. 

    ઉદાહરણ તરીકે ઇન્ડિયા ટુડેનો 11 જુલાઈ, 2020નો રિપોર્ટ લઇ શકાય, જેમાં આ ઘટનાનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. તેની તમામ વિગતોથી લઈને આરોપીઓનાં નામ અને તેની વિગતો પણ સમાન જ છે. 

    ઇન્ડિયા ટુડેનો 11 જુલાઈ, 2020નો રિપોર્ટ

    ઘણા ગુજરાતી મીડિયા રિપોર્ટમાં ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના રિપોર્ટને ટાંકવામાં આવ્યો છે. જ્યારે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’નો આ રિપોર્ટ પણ 10 જુલાઈ, 2020ના રોજ પ્રકાશિત થયો હતો. રિપોર્ટની હેડલાઈન છે- ‘પૂર્વ બૅન્ક કર્મચારીના પુત્ર સહિત ત્રણની ફેક SBI બ્રાન્ચ ચલાવવા બદલ ધરપકડ.’ રિપોર્ટમાં એ જ તમામ વિગતો આપવામાં આવી છે, જે હાલ ગુજરાતી મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહી છે.

    બિઝનેસ સ્ટાન્ડર્ડનો 10 જુલાઈ, 2020નો રિપોર્ટ

    ત્રણ વર્ષ જૂના રિપોર્ટને અત્યારે પ્રકાશિત કરવાનું શું કારણ હશે એ સમજની બહાર છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં