ભારતનું મિશન ચંદ્રયાન તેના અંતિમ તબક્કામાં છે. 16 ઓગસ્ટે યાન ચંદ્રની સૌથી નજીકની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું હતું અને 17મીએ તેના લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ છૂટાં પડ્યાં. હવે લેન્ડર ચંદ્ર તરફ આગળ વધશે અને તેની સપાટી પર ઉતરશે અને મોડ્યુલ તેની કક્ષામાં ભ્રમણ ચાલુ રાખશે. આ એક મોટી ઉપલબ્ધિ કહેવાય. જેના સમાચારો મીડિયામાં હાલ ચાલી રહ્યા છે. ચંદ્રયાન સબંધિત આ જ સમાચાર આજતકની મીડિયા સંસ્થા ‘ગુજરાત તક’એ પણ આપવાના પ્રયાસ કર્યા, પણ આપત્તિજનક હેડલાઈનના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલિંગ થયું હતું.
‘ગુજરાત તક’એ આ સમાચાર આપતાં ચંદ્રયાનના બે ટુકડા થઇ જવાની વાત કરી. સમાચારની હેડલાઈન કંઈક આ પ્રકારની છે- ‘કાલે ચંદ્રયાન-3 ના થઇ જશે બે ટુકડા, શું ચંદ્રની સપાટી પર લેન્ડ થઇ શકશે? જાણો સમગ્ર માહિતી.’ (જોડણી જેમની તેમ રાખવામાં આવી છે) સમાચાર 16 ઓગસ્ટ, 2023ના રોજ પ્રકાશિત થયા હતા. આટલી સકારાત્મક ઘટનાને પણ આવો નકારાત્મક વળાંક આપવાથી સોશિયલ મીડિયા પર લોકોએ પોર્ટલનો ઉધડો લીધો હતો અને ખરીખોટી સંભળાવી હતી.
યુઝરોએ કહ્યું કે, દેશની પ્રગતિ થતી હોય તો જનતા સામે સકારાત્મક સમાચારો ફેલાવવાના હોય છે, પરંતુ મીડિયા અવળે રસ્તે ચાલી રહ્યું છે.
આ છે લોકતંત્રમાં બની બેઠેલો ચોથો સ્થંભ, દેશ ની પ્રગતિ માટે જનતા સમક્ષ સકારાત્મક સમચાર ફેલાવવાના હોય!?
— Hitesh Shiyal (@Hits136) August 17, 2023
પણ આજનું મીડિયા રાષ્ટ્રની પ્રગતિ માટે કલંક રૂપી બનતું હોય એવું લાગે!? pic.twitter.com/8BqYTDUYFl
ઘણા લોકોએ ‘ટુકડા’ શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હતો.
ટુકડા ?? https://t.co/s8vAnsbNq8
— Pranav Vasavada 🇮🇳 (@PMvasavada) August 17, 2023
ચિરાગ વાળાએ લખ્યું કે, પ્રોપલ્શન અને લેન્ડર છૂટાં પાડવાની ટેક્નિકલ પ્રક્રિયાને ચંદ્રયાન મિશન નિષ્ફ્ળ ગયું હોય તેવાં મથાળાં આપીને ભ્રામક સમાચાર ફેલાવવામાં આવ્યા છે. સાથે એમ પણ ઉમેર્યું કે, આવાં મીડિયા હાઉસ ટુકડે-ટુકડે ગેંગથી પ્રભાવિત હોવાં જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં કાયમ વિવાદમાં રહેતી દિલ્હીની JNUમાં વામપંથી વિદ્યાર્થીઓએ ભારતના ટુકડા કરવાના નારા લગાવ્યા હતા. ત્યારબાદ તેમને બૌદ્ધિક સંરક્ષણ આપનારાઓ પણ મળી આવ્યા હતા. ત્યારથી આ ચોક્કસ વિચારધારા ધરાવનારાઓને સોશિયલ મીડિયા પર ‘ટુકડે-ટુકડે ગેંગ’ તરીકે ઓળખવામાં આવે છે.
"પ્રોપલ્શન અને લેંડર ના છુટા પડવાની ટેક્નિકલ પ્રક્રિયા" ને જાણે ચંદ્રયાન મિશન ફેલ થઈ ગયું કે જવાનું હોય એવી રીતે મથાળા આપી ને ભ્રામક રીતે સમાચાર ફેલાવે છે..
— Chirag Vala (@chiragvala3) August 17, 2023
આવા મીડિયા હાઉસ મોટાભાગે ચોક્કસ કોઈ રીતે ટુકડે ટુકડે ગેંગ થી પ્રભાવિત જ હોવા જોઈએ..
🤬🤬🤬 https://t.co/RooVvo0Aam
દેવ પટેલ નામના યુઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, જન્મથી જ નેગેટિવ છો કે 2014 પછી?
જન્મથીજ નેગેટિવ છો કે 2014 પછી???
— dev patel (@DevpatelMsw) August 17, 2023
ઘણા લોકોએ સાચી હકીકત સમજાવીને એ તરફ ધ્યાન દોર્યું હતું.
પહેલા બરાબર લખતા શીખો, બે ટૂકડા નહીં થાય ચંદ્રયાન ના, યાન માંથી રાવર છૂટું પડશે,
— Karsan Ahir (@karsan_ahir10) August 17, 2023
પત્રકાર અલ્કેશ પટેલે લખ્યું કે, પોર્ટલમાં કામ કરનાર વ્યક્તિએ ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને જે ગુજરાતી મળ્યું એ મૂકી દીધું હોવું જોઈએ. સાથે તેમણે ટિપ્પણી કરી કે નાણાં બચાવવા સસ્તા લોકોને શોધવાનું આ પરિણામ છે.
સાચી વાત છે મનોજભાઈ.
— Alkesh अलकेश (@keshav29) August 17, 2023
અનુભવને આધારે મને એવું લાગે છે કે 'ગુજરાત તક'નું આ સોશિયલ મીડિયા હેન્ડલ કરનાર વ્યક્તિ એની પાસે જે અંગ્રેજી અથવા હિન્દી આવ્યું હશે તેને ગૂગલ ટ્રાન્સલેટમાં મૂકીને જે ગુજરાતી મળ્યું તે એ જ પ્રમાણે મૂકી દીધું હશે. નાણા બચાવવા સસ્તા લોકોને શોધવાનું આ પરિણામ છે.
ફેસબુક ઉપર પણ ઘણી ટિપ્પણીઓ જોવા મળી, જેમાં લોકોએ ભ્રામક હેડલાઈન બદલ ઝાટકણી કાઢી હોય.
તરૂણ પટેલ નામના યુઝરે લખ્યું કે, પોર્ટલે તેનું વલણ બદલવાની જરૂર છે અને આ હેડલાઈન નકારાત્મક માનસિકતા દર્શાવે છે.
અમુક લોકોએ કટાક્ષ કરીને પોર્ટલ વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો હતો.
એક વ્યક્તિએ પૂછ્યું કે, ‘ટુકડા’ સિવાય શું કોઈ સારો શબ્દ ન મળ્યો?
હકીકતે ચંદ્રયાન-3 તેની યાત્રાના અંતિમ તબક્કામાં છે. ગુરૂવારે વિક્રમ લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ છૂટાં પડ્યા બાદ હવે લેન્ડર ધીમે-ધીમે પોતાની ઝડપ ઘટાડતાં ચંદ્રની સપાટી તરફ આગળ વધશે. જે માટે પહેલાં 18 અને ત્યારબાદ 20 ઓગસ્ટના રોજ ડી-બુસ્ટિંગ (ઝડપ ઘટાડવાની પ્રક્રિયા) કરવામાં આવશે. 23મીએ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરે તેવી શક્યતા છે. સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો ભારત સર્વપ્રથમ દેશ બનશે. મિશનની સફળતા માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે.