Monday, July 22, 2024
More
  હોમપેજમિડિયાકોંગ્રેસશાસિત રાજસ્થાનમાં તોફાનીએ તોડી ઇન્દિરા ગાંધીની મૂર્તિ, પણ દૈનિક ભાસ્કરે કર્યું ગુજરાતને...

  કોંગ્રેસશાસિત રાજસ્થાનમાં તોફાનીએ તોડી ઇન્દિરા ગાંધીની મૂર્તિ, પણ દૈનિક ભાસ્કરે કર્યું ગુજરાતને બદનામ: 24 કલાક બાદ પણ ખોટા સમાચારવાળી ટ્વીટ નથી હટાવી

  એક ટ્વીટર યુઝરે દૈનિક ભાસ્કરની આ જૂઠી ખબર પર કટાક્ષ કરતા કહ્યું કે 'કોંગ્રેસની ભારત જોડો યાત્રાને અનુલક્ષીને રાજસ્થાનના એક આખા ગામને ગુજરાતમાં ખસેડવા બદલ દૈનિક ભાસ્કરનો ખુબ ખુબ આભાર."

  - Advertisement -

  શનિવાર (17 સપ્ટેમ્બર) ના રોજ અમુક તોફાની તત્વોએ કોઈ એક ગામમાં આવેલ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની મૂર્તિ તોડી કાઢી હતી. રવિવારે (18 સપ્ટેમ્બર) ના રોજ આ વિશેના સમાચાર અને ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જયારે સોમવારે (19 સપ્ટેમ્બર)ના રોજ દૈનિક ભાસ્કરે આને લઈને એક ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે આ ઘટના ગુજરાતની છે.

  પોતાની ટ્વીટમાં દૈનિક ભાસ્કરે લખ્યું હતું કે “ગુજરાતના કજરા ગામમાં એક યુવકે પહેલા સોશિયલ મીડિયા પર પડકાર ફેંક્યો, પછી ગામના બગીચામાં લાગેલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખી.” ટ્વીટના અંતમાં તેમને #Gujarat વાપરીને ગુજરાતને વધુ હાઈલાઈટ કર્યું હતું.

  દૈનિક ભાસ્કરે કરેલ જૂઠ ફેલાવતી ટ્વીટની સ્ક્રીનશોટ

  મૂળ ઘટના રાજસ્થાનના ઝુંઝુનુની

  તપાસ કરતા જાણવા મળ્યું કે આ ઘટના ખરેખર તો કોંગ્રેસશાસિત રાજસ્થાનના ઝુંઝુનુની છે. ઝુંઝુનુના કાજરા ગામમાં ઈન્દિરા ગાંધી પાર્કમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 32 વર્ષ જૂની ઇન્દિરા ગાંધીની મૂર્તિ તે જ ગામના અમુક તોફાનીઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી.

  - Advertisement -

  અહેવાલો મુજબ રાજસ્થાન ઝુંઝુનુના કાજરા ગામના યુવક મુકેશ ગુર્જરે વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું કે ‘પાંચ મિનિટ પછી ઈન્દિરા ગાંધી પાર્કમાંની પ્રતિમા તોડી નાખવામાં આવશે, જો કોઈનામાં તાકાત હોય તો રોકો.’ માહિતી મળતાં જ ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા તો ત્યાં ઈન્દિરા ગાંધીની પ્રતિમાનો ચહેરો અને હાથ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યા. આ સાથે નજીકમાં સ્થાપિત સિમેન્ટની ખુરશી પણ તૂટેલી જોવા મળી હતી.

  જે બાદ ગામલોકોએ પોલીસ બોલાવીને ફરિયાદ કરી હતી અને પોલીસે આરોપીના મોબાઈલ લોકેશનના આધારે તેને ગુજરાતના વડોદરાથી પકડી પડ્યો હતો. હાલમાં મૂર્તિને રીપેર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.

  સાચાં અહેવાલો ઉપલબ્ધ હોવા છતાં દૈનિક ભાસ્કરને ખોટાં સમાચાર ચલાવ્યા

  શનિવારે ઘટેલ આ ઘટના વિષે મીડિયામાં રવિવારે જ સાચી જાણકારીઓ સાથેના પૂરતા અહેવાલો ઉપલબ્ધ થયા હતા. છતાં પણ દૈનિક ભાસ્કરે ઘટનાની પૂરતી તપાસ કર્યા સિવાય અથવા તો જાણીજોઈને ગુજરાતને બદનામ કરવાના ઈરાદાથી આ ખોટા સમાચાર ફેલાવ્યા હોવાનું લાગી રહ્યું છે.

  જો દૈનિક ભાસ્કરથી આ ખોટા સમાચાર ભૂલથી મુકાયા હોત તો એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે તેમણે આ ટ્વીટ પાછી ખેંચીને તે બદલ માફી માંગી હોત. પરંતુ 24 કલાક બાદ પણ તેમના ટ્વીટર એકાઉન્ટ પર આ ખોટાં સમાચારની ટ્વીટ હજુ જોઈ શકાય છે અને તેમનો કોઈ ખુલાસો કે માફી પણ નજરે નથી પડી રહ્યા.

  દૈનિક ભાસ્કરના ખોટા સમાચાર પર નેટિઝન્સ રોષમાં

  જેવી દૈનિક ભાસ્કરે ઇન્દિરા ગાંધીની મૂર્તિ તૂટવા વિષે ખોટાં સમાચાર ફેલાવતી આ ટ્વીટ કરી એવી તરત જ તે સૌના ધ્યાને પડી હતી. ઘણા ટ્વીટર યુઝર્સે તેમની ધ્યાન આ ભૂલ તરફ દોર્યું હતું અને ઘણા તો રોષે પણ ભરાયા હતા.

  ટ્વીટર યુઝર નંદિતા ઠાકુરે દૈનિક ભાસ્કરને મેન્શન કરીને તેમનું ધ્યાન દોર્યું હતું કે આ ગુજરાતના નહિ રાજસ્થાનના સમાચાર છે. તેમણે મીડિયા હાઉસ પર ગુજરાતને બદનામ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

  અન્ય એક ટ્વીટર યુઝર પ્રણવ વસાવડાએ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને મેંશન કરીને પૂછ્યું હતું કે આવી રીતે ખોટા સમાચાર ફેલાવવાવાળા પર કાર્યવાહી ક્યારે થશે.

  @divyaypatel007 નામના યુઝરે દૈનિક ભાસ્કર દ્વારા ફેલાવાયેલ આ જૂઠી ખબર પાછળની મંશા પર પ્રશ્ન ઉઠાવતા લખ્યું કે, ‘શું તમારે ધમાલ કરાવવી છે?’

  ટ્વીટર યુઝર @dhawalp21એ કટાક્ષ કરતા કહ્યું કે ‘કોંગ્રેસની ભારત જોડો યાત્રાને અનુલક્ષીને રાજસ્થાનના એક આખા ગામને ગુજરાતમાં ખસેડવા બદલ દૈનિક ભાસ્કરનો ખુબ ખુબ આભાર.”

  આમ અઢળક નેટિઝન્સ દ્વારા પણ આ ખોટી ખબર વિષે દૈનિક ભાસ્કરનું ધ્યાન દોરવા છતાં તેમણે લગભગ 24 કલાક બાદ પણ તે ટ્વીટ ના તો ડીલીટ કરી છે ના તે અંગે માફી માંગી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં