Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયા‘મને લાગે છે કે તમારી ચેનલ સિવાય કોઈની આંખમાં વિરોધ નથી’: રોડ...

    ‘મને લાગે છે કે તમારી ચેનલ સિવાય કોઈની આંખમાં વિરોધ નથી’: રોડ શો દરમિયાન માઇક લઈને સવાલ કરવા પહોંચેલા GSTVના પત્રકારને ગૃહમંત્રી શાહનો જવાબ- વિડીયો વાયરલ

    અમિત શાહે કહ્યું કે, “મને લાગે છે કે તમારી ચેનલ સિવાય કોઈની આંખમાં વિરોધ નથી.” તેમનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત આવ્યા છે. ગુરુવારે (18 એપ્રિલ) તેમના લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાઓમાં તેમણે રોડ શો કર્યા હતા. દરમિયાન તેમણે ઘણી મીડિયા ચેનલો સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન જ તેમણે અખબાર ગુજરાત સમાચારની ડિજીટલ ચેનલ GSTV સાથે પણ વાતચીત કરી. અહીં તેમણે એવી ટિપ્પણી કરી, જે ચર્ચાનો વિષય બની છે. 

    GSTVએ એક નાનકડી વિડીયો ક્લિપ પોસ્ટ કરી હતી. જેમાં ચેનલનો એક પત્રકાર અમિત શાહ સાથે ચાલુ રોડ શો દરમિયાન વાતચીત કરતો જોવા મળે છે. વાતચીતમાં તેણે પ્રશ્ન પૂછ્યો હતો કે, “રાજકોટમાં પણ પરષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે.” જેના જવાબમાં ગૃહમંત્રી શાહે રમૂજી જવાબ આપ્યો હતો. 

    અમિત શાહે કહ્યું કે, “મને લાગે છે કે તમારી ચેનલ સિવાય કોઈની આંખમાં વિરોધ નથી.” તેમનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (18 એપ્રિલ) ગાંધીનગર મતવિસ્તારના ઘણા વિસ્તારોમાં રોડ શો યોજ્યા હતા. સવારે સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ બપોરે કલોલમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ અમદાવાદના રાણીપ, નારણપુરા, ઘાટલોડિયા અને વેજલપુરમાં રોડ શો યોજાયો. સાંજે તેઓ વેજલપુરમાં એક જનસભા સંબોધવા માટે જઈ રહ્યા છે. આ રોડ શો દરમિયાન તેમને અનેક ટીવી ચેનલો સાથે વાતચીત કરી હતી. 

    બીજી તરફ, વાત કરવામાં આવે તેમના ઉમેદવારીપત્રની તો 19 એપ્રિલે ગૃહમંત્રી શાહ નામાંકન દાખલ કરશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે, જે માટે 7 મેના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. 12 એપ્રિલે ચૂંટણી જાહેર થઈ હતી અને 19 તારીખ ફોર્મ ભરવાની અંતિમ તિથિ છે. ત્યારબાદ 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં