Sunday, April 28, 2024
More
    હોમપેજમિડિયારામ મંદિર પર BBCનું ભડકાઉ કવરેજ, બ્રિટીશ સંસદમાં જ વિરોધના સૂર ઉઠ્યા,...

    રામ મંદિર પર BBCનું ભડકાઉ કવરેજ, બ્રિટીશ સંસદમાં જ વિરોધના સૂર ઉઠ્યા, નિષ્પક્ષતા પર ચર્ચાની માંગ: બાબરીનાં રોદણાં રડીને 1527ના ઇતિહાસ પર ઢાંકપિછોડો કર્યો હતો

    બ્રિટન સ્થિત કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયેલી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી દુનિયાભરના હિંદુઓ ખુશ છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે આવા સમયે પણ BBCએ તેને મસ્જિદને તોડીને બનાવવામાં આવેલ સંરચના તરીકે દર્શાવ્યું હતું.

    - Advertisement -

    અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર UKની (યુનાઇટેડ કિંગડમ) સરકારી મીડિયા સંસ્થા BBC (બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન)ના નકારાત્મક કવરેજ સામે હવે તેના જ દેશમાં તેનો વિરોધ શરૂ થયો થઇ ગયો છે. બ્રિટનમાં એક સાંસદે 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમનું BBCનું કવરેજ પક્ષપાતી, ભેદભાવપૂર્ણ અને ઉશ્કેરણીજનક ગણાવ્યું છે. સાંસદ બૉબ બ્લેકમેને ગુરુવારે (ફેબ્રુઆરી 1, 2024) હાઉસ ઑફ કોમન્સમાં BBCની નિષ્પક્ષતા પર ચર્ચા માટે માંગ ઉઠાવી છે.

    બ્રિટન સ્થિત કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે કહ્યું કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયેલી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી દુનિયાભરના હિંદુઓ ખુશ છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે આવા સમયે પણ BBCએ તેને મસ્જિદને તોડીને બનાવવામાં આવેલ સંરચના તરીકે દર્શાવ્યું હતું. મીડિયા હાઉસ ભૂલી ગયું હતું કે, 2000 વર્ષ પહેલાં ત્યાં એક ભવ્ય મંદિર હતું. તેમણે એ પણ યાદ અપાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય હેઠળ મસ્જિદ બનાવવા માટે શહેરમાં જ મુસ્લિમ પક્ષને 5 એકર જમીન ફાળવવામાં આવી છે.

    સાંસદ બ્લેકમેને કહ્યું કે, વિશ્વભરમાં જે ચાલી રહ્યું છે તેનું બીબીસીનું કવરેજ કેટલું નિષ્પક્ષ છે તેનો રેકોર્ડ બહાર લાવવો જોઈએ અને તેના પર ચર્ચા થવી જોઈએ. હાઉસ ઑફ કોમન્સના નેતા પોની પેની મોર્ડાઉન્ટે જણાવ્યું હતું કે બીબીસીની સમીક્ષા અંગે મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. બીબીસીએ પણ આ અહેવાલ અંગે સ્પષ્ટતા પ્રકાશિત કરવી પડી હતી. જેમાં તેણે કહ્યું હતું કે કેટલાક વાચકોને લાગ્યું કે આ લેખ પક્ષપાતી છે અને તેમાં ભડકાઉ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    બીબીસીએ વધુમાં ‘સ્પષ્ટતા’ કરી હતી કે, જે બન્યું તેનો સચોટ અને ન્યાયી હિસાબ આપવો જોઈએ. મીડિયા હાઉસે લેખ હિંદુઓ માટે અપમાનજનક હોવાનું સ્વીકારવાની ના પાડી દીધી હતી. તેમણે ખૂબ ચતુરાઈપૂર્વક ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસનો ઉલ્લેખ કર્યો, પરંતુ 1527માં મીર બાકી દ્વારા રામ મંદિર તોડી પાડવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો ન હતો. બીબીસી લેસ્ટર અને બર્મિંગહામમાં થયેલી હિંદુ વિરોધી હિંસામાં પણ ઈસ્લામિક ટોળાનો પક્ષ લઈને હિંદુઓની બદનામી કરતું રિપોર્ટિંગ કરી ચૂક્યું છે.

    બ્રિટિશ હિંદુઓના અભિયાન ‘ઈનસાઈટ યુકે’એ પણ બીબીસીને એક ખુલ્લો પત્ર લખીને તેના કવરેજ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓએ પણ લખ્યું કે, મીડિયા હાઉસે છુપાવ્યું કે એક મુસ્લિમ પુરાતત્વવિદ્ (કેકે મુહમ્મદ)એ બાબરી ઢાંચાની નીચે રામ મંદિરના હોવાનું અસ્તિત્વ શોધી કાઢ્યું અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આપનારા જજોમાં પણ એક મુસ્લિમ જજ (જસ્ટિસ અબ્દુલ નઝીર) પણ હતા. આ તમામ ટીકાઓ છતાં, BBC પોતાની સફાઈમાં તેની વાત પર અડગ રહ્યું.

    જે અંગે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે તે સમાચાર ગીતા પાંડે અને યોગિતા લિમયે દ્વારા લખવામાં આવ્યા હતા. આ સમાચારનું ભડકાઉ શીર્ષક હતું – “અયોધ્યા રામ મંદિર: ભારતના પીએમ મોદીએ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદના સ્થળે હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.” સમાચારમાં લખવામાં આવ્યું હતું કે મુસ્લિમો રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાથી ડરી ગયા છે, આ કાર્યક્રમે તેમની ‘દર્દભરી યાદો’ તાજી કરી છે. આ ઉપરાંત બાબરી ઢાંચાના નિર્માણ અંગે લખવામાં આવ્યું હતું કે ‘હિંદુઓ માને છે કે’ રામ મંદિર તોડીને બનાવવામાં આવ્યું હતું. જ્યારે, તેના પુરાવા દરેક સ્વરૂપમાં હાજર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં