Monday, October 7, 2024
More
    હોમપેજરાજકારણ'... તે જમીનને સમતલ કરવી પડશે': અયોધ્યામાં બાબરી ધ્વંસના આગલા દિવસે જેમણે...

    ‘… તે જમીનને સમતલ કરવી પડશે’: અયોધ્યામાં બાબરી ધ્વંસના આગલા દિવસે જેમણે આ કહ્યું, તે અટલ બિહારી વાજપેયીનો છે આજે જન્મદિવસ, જાણો વધુ

    તેમણે કહ્યું હતું કે, "આજે અમને બહુમત નથી મળ્યો, એટલે અમે શાંત છીએ. પરંતુ જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ સમર્થન મળશે ત્યારે તેઓ રામમંદિર, કલમ 370 જેવા વિષયો પર કઠોર પગલાં લેશે."

    - Advertisement -

    22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલા રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે સમગ્ર દેશમાં જાણે દિવાળી હોય એવો માહોલ છે. ત્યારે આ રામ મંદિર માટે અંસખ્ય લોકોએ યોગદાન આપ્યું છે. જેમાનું એક નામ છે અટલ બિહારી વાજપેયી. આજે તે જ વાજપેયીની 99મી જન્મજયંતી છે.

    25 ડિસેમ્બર 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીની જન્મજયંતી છે. આ દિવસને દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજનીતિમાં પ્રખર રાજનેતા સાથે એક બેડાઘ વ્યક્તિત્વની છાપ ધરાવતા અટલ બિહારી વાજપેયીએ રામજન્મભૂમિ આંદોલન વખતે મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશની સંસદથી લઈને પુરા ભારતવર્ષમાં રામજન્મભૂમિ આંદોલનને પહોચાવામાં અટલ બિહારી વાજપેયીનું મહત્વનું યોગદાન છે. વાજપેયી રામ મંદિર આંદોલનના પક્ષમાં ન હતા એ વિશે ઘણી અટકળો ચાલતી આવી છે. પંરતુ તેમણે અનેકવાર જાહેર સભાઓમાં રામમંદિરના પક્ષમાં વાત કરી છે. જેમાંના અમુક કિસ્સા ખુબ રસપ્રદ છે.

    જેમકે 6 ડિસેમ્બર 1992માં બાબરીના વિવાદિત ઢાંચાને જ્યારે તોડી પાડવામાં આવ્યો ત્યારે તેના એક દિવસ પહેલા 5 ડિસેમ્બરે લખનૌની એક સભાને સંબોધતા અટલ બિહારી વાજપેયીએ રામમંદિરનું ખુલ્લું સમર્થન કર્યુ હતું અને કહ્યું હતું કે, “ત્યાં ધારવાળા પથ્થર નીકળ્યા છે. તેના ઉપર તો કોઈ બેસી શકશે નહિ. બેસવા માટે જમીનને સમતલ કરવી પડશે, ત્યારે જઈને એ બેસવા માટે લાયક બનશે. યજ્ઞના આયોજન સાથે નવા નિર્માણનું પણ કાર્ય થશે. હું નથી જાણતો કે કાલે શું થશે. મારી અયોધ્યા જવાની ખુબ ઈચ્છા છે પરંતુ મને કહેવામાં આવ્યું છે કે તમે દિલ્લી રહો”. ઉલ્લખનીય છે કે એકવાર લખનૌમાં તેમની રામજન્મભૂમિ આંદોલન મુદ્દે ધરપકડ પણ થઇ હતી.

    - Advertisement -

    આ ઉપરાંત રામજન્મભૂમિ મુદ્દે એક સભાના સંબોધન વખતે તેઓએ કટાક્ષ કરતો એક કિસ્સો સંભળાવ્યો હતો. જેમાં તેમને કહ્યું હતું કે, “એક વિદેશી રાજનાયક ભારત આવ્યા હતા, તેમણે મને પૂછ્યું કે, આ રામમંદિરનો વિવાદ શું છે? મેં તેમને કહ્યું કે ભગવાન શ્રી રામનો જ્યાં જન્મ થયો હતો તે જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે. આવેલા રાજનાયક મુસલમાન હતા અને ઇન્ડોનેશિયાથી આવેલા હતા. તેમણે મને કહ્યું કે, અમે તો એમ સમજતા હતા કે રામ માટે તો પુરા ભારતમાં શ્રદ્ધા હશે, સન્માન હશે” આમ તેઓ કાયમ રામમંદિરના પક્ષમાં જ રહ્યા છે. અટલજી એક રાજનેતા સાથે એક કવિ પણ હતા. તેમની કવિતાઓમાં પણ રાષ્ટ્રપ્રેમ છલકતો હતો.

    1996માં ફક્ત 13 દિવસો માટે અટલ બિહારી વાજપેયીની સરકાર બની હતી. જેમાં તેઓ બહુમત સ્થાપિત ન કરી શકતા સરકાર પડી ગઈ હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, “આજે અમને બહુમત નથી મળ્યો, એટલે અમે શાંત છીએ. પરંતુ જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ સમર્થન મળશે ત્યારે તેઓ રામમંદિર, કલમ 370 જેવા વિષયો પર કઠોર પગલાં લેશે.”

    વાજપેયીએ તે સમયે જ સંસદમાં સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યારે પણ પાર્ટીને બહુમત મળશે રામમંદિરનું કાર્ય થઇને જ રહેશે. આજે 25 ડિસેમ્બરના રોજ તેમની જન્મજયંતી છે ત્યારે સમગ્ર દેશ તેમને એક યુગપુરુષ, ભારતીય રાજનીતિના મહાન નાયક અને એક વિરલ વ્યક્તિત્વ તરીકે યાદ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં