Thursday, November 14, 2024
More
    હોમપેજરાજકારણ‘સરદારની દીકરી પાસેથી રોકડા ભરેલો થેલો લઇ લીધો, સાંત્વના પણ ન આપી’:...

    ‘સરદારની દીકરી પાસેથી રોકડા ભરેલો થેલો લઇ લીધો, સાંત્વના પણ ન આપી’: નહેરૂએ ડૉ પ્રસાદને પટેલના અંતિમ સંસ્કારમાં જવાથી પણ રોક્યા- અને જાણો બીજું ઘણું

    કે.એમ.મુનશીએ લખ્યું હતું કે, ""જ્યારે સરદાર પટેલનું મુંબઈમાં અવસાન થયું ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પ્રધાનો અને સચિવોને અંતિમ સંસ્કારમાં ભાગ લેવા મુંબઈ ન જવાની માર્ગદર્શિકા જારી કરી હતી. હું તે સમયે કેન્દ્રીય પ્રધાન પણ હતો. હું તે સમયે મહારાષ્ટ્રના માથેરાનમાં હતો. એનવી ગાડગિલ, સત્યેન્દ્ર નાથ સિન્હા અને વીપી મેનને પીએમ નહેરુની માર્ગદર્શિકાનું પાલન ન કર્યું અને સરદાર પટેલના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પણ મુંબઈ ન જવા કહ્યું હતું."

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીમાં શરૂઆતથી જ એક પરંપરા રહી છે કે તેઓ પોતાના વરિષ્ઠ નેતાઓને ભૂલી જાય છે, અથવા મૃત્યુ પછી તેમનું અપમાન કરવામાં આવે છે. શરત માત્ર એટલી કે તે નેતા નહેરુ-ગાંધી પરિવારમાંથી ન હોવા જોઈએ. પોતાના દાદા ફિરોઝ ગાંધીને રાહુલ અને પ્રિયંકા યાદ પણ નથી કરતા. તેમની કબર ધૂળધાણી પડી રહી છે. પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવના પાર્થિવ દેહ માટે દિલ્હી કોંગ્રેસ કાર્યાલય નહોતું ખુલ્યું. તાજેતરમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે જાણે છેડો જ ફાડી નાખવામાં આવ્યો હોય તેવું વર્તન થયું. અરે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ સંસ્કારમાં ન જવાની સલાહ આપી હતી.

    દેશના પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, આજે મોદી સરકારમાં આજીવન કોંગ્રેસ સાથે જોડાયેલા આ નેતાઓને કોંગ્રેસની સરકારો કરતા વધુ સન્માન અને પ્રાથમિકતા મળી રહી છે. તેમને યાદ કરવામાં આવે છે. તેમના માનમાં ફિલ્મો બની રહી છે, પુસ્તકો લખાઈ રહ્યા છે, પ્રતિમાઓનું અનાવરણ થઈ રહ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેઓની શિક્ષાઓની વાત કરે છે અને પોતાના સંબોધન દ્વારા જનતા સુધી તેમનો સંદેશ પહોંચાડે છે.

    1950ની 15મી ડિસેમ્બરની વાત છે. દેશના ગૃહમંત્રી સરદાર પટેલના નિધનના સમાચાર આખા દેશમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા અને લોકોની આંખો ભીની થઈ ગઈ. તેઓ શારીરિક રીતે બીમાર હતા, પરંતુ દેશ માટે તેમની સક્રિયતા એવી ને એવી જ હતી. ભારતના ‘લોખંડી પુરુષ’ જેમણે દેશને એકતાના સૂત્રમાં પોરવવાનું અને સ્વતંત્રતા બાદ એકીકરણનું સહુથી કપરા કામનું બીડું ઝડપી તેને પૂરું કર્યું. એ નેતા, કે કાશ્મીર અને તિબ્બત પર જો તેમની વાત માનવામાં આવી હોત તો આજે ભારત વધુ શાંત અને સુરક્ષિત હોત.

    - Advertisement -

    અંતિમ શ્વાસ સુધી દેશ માટે રહ્યા કાર્યરત

    સરદાર પટેલે 565 રાજ્યોને ભેગા કરીને જે ગણતંત્ર બનાવ્યું છે તેને રિપબ્લિક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુ પહેલાં, તેમને ડોક્ટરથી લઈને તેમના નજીકના લોકોને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. 12 ડિસેમ્બર, 1950ના રોજ તેઓ હેલ્થ ચેકઅપ માટે મુંબઈના બિરલા હાઉસ આવ્યા હતા. અહીં જ હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું. એવું કહેવામાં આવે છે કે ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે તેઓ હવે કદાચ સરદાર પટેલને ફરી મળી શકશે નહીં.

    સરદાર પટેલ વેલિંગ્ટન એરપોર્ટ (હવે સફદરજંગ એરપોર્ટ)થી મુંબઇ જવા માટે ઉડાન ભરી હતી. ત્યાં સુધીમાં તેનું શરીર એટલું નબળું પડી ગયું હતું કે તેને વ્હીલ ચેર પર પ્લેનમાં બેસવું પડ્યું હતું. જતી વખતે તેમણે હળવા સ્મિત સાથે લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. તેમના મૃત્યુ પહેલા જ્યારે તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો ત્યારે ત્યાં ગીતાના પાઠ ચાલી રહ્યા હતા. તેમણે પીવાનું પાણી માંગ્યું, ત્યારે તેમને ગંગાજળ આપવામાં આવ્યું હતું, તે પીને તેમણે કહ્યું હતું કે ‘આ ગળ્યું લાગી રહ્યું છે.” કનૈયાલાલ માણિકલાલ મુનશીએ પોતાના પુસ્તક ‘Pilgrimage to freedom’માં સરદારના મૃત્યુ બાદ શું થયું તે વિશે લખ્યું છે.

    કે.એમ મુનશીનના પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ

    કે.એમ.મુનશી દ્વારા લખાયેલી વાતમાં કૈક તો વજન હશે જ ને?, કારણ કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. અંગ્રેજી અને હિન્દીમાં ઇતિહાસ પર અનેક પુસ્તકો લખનાર કે.એમ.મુનશીને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર મેન તરીકે ઓળખવામાં આવે છે. જેમણે ‘ભારતીય વિદ્યા ભવન’ જેવી શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી અને ‘વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)’ ના સ્થાપક સભ્યોમાંના એક હતા. બંધારણ સભાના સભ્ય રહેલા મુનશીએ બાદમાં નહેરુ સરકારમાં કૃષિ મંત્રી અને તે સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.

    તેમણે લખ્યું હતું કે, “જ્યારે સરદાર પટેલનું મુંબઈમાં અવસાન થયું ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પ્રધાનો અને સચિવોને અંતિમ સંસ્કારમાં ભાગ લેવા મુંબઈ ન જવાની માર્ગદર્શિકા જારી કરી હતી. હું તે સમયે કેન્દ્રીય પ્રધાન પણ હતો. હું તે સમયે મહારાષ્ટ્રના માથેરાનમાં હતો. એનવી ગાડગિલ, સત્યેન્દ્ર નાથ સિન્હા અને વીપી મેનને પીએમ નહેરુએ આપેલી માર્ગદર્શિકાનું પાલન ન કર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પણ મુંબઈ ન જવા કહ્યું હતું.”

    મુનશીના લખ્યા મુજબ, આ એક વિચિત્ર વિનંતી હતી અને ડૉ. પ્રસાદે તેનો સ્વીકાર ન કર્યો. તેઓ મુંબઈ ગયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની અંતિમવિધિમાં હાજરી આપી હતી. સરદાર પટેલના અંતિમ સંસ્કારમાં તેમના સિવાય ડો.રાજેન્દ્ર પ્રસાદ, ગોવિંદ વલ્લભ પંત અને ચક્રવર્તી રાજગોપાલાચારી હાજર રહ્યા હતા. તારા સિન્હાના કલેક્શન ‘રાજેન્દ્ર પ્રસાદ – પત્રોના દર્પણમાં’માં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તારા સિન્હા દેશના પહેલા રાષ્ટ્રપતિની પૌત્રી હતા.

    રાજેન્દ્ર પ્રસાદના અંતિમ સંસ્કારમાં પણ ન ગયા નહેરૂ

    એ પણ જાણવા જેવી બાબત છે કે 28 ફેબ્રુઆરી 1963ના રોજ બિહારની રાજધાની પટનામાં જ્યારે ડૉ.રાજેન્દ્ર પ્રસાદનું નિધન થયું ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં તે સમયના લગભગ બધા મોટા નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નહોતા આવ્યા. ઇતિહાસકાર જગદીશચંદ્ર શર્માનું કહેવું છે કે નહેરુએ પણ તત્કાલીન રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણનને સલાહ આપી હતી કે તેઓ ડો.પ્રસાદના અંતિમ સંસ્કારમાં ન જાય. ધાર્યા પ્રમાણે રાધાકૃષ્ણને નહેરુની વાત પર ધ્યાન ન આપ્યું અને પટના ચાલ્યા ગયા.

    નહેરૂએ સરદાર પટેલના દીકરીને ખબર પણ ન પૂછી

    ઇતિહાસકાર અને પત્રકાર હિંડોલ સેનગુપ્તાએ તેમના પુસ્તક ‘અખંડ ભારતના શિલ્પકાર સરદાર પટેલ’માં લખ્યું છે કે સરદાર પટેલના અવસાનના થોડા દિવસો બાદ ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ના જનક તરીકે ઓળખાતા ગુજરાતમાં ડેરી સહકારી મંડળીઓના સ્થાપક વર્ગીસ કુરિયન સરદાર પટેલની પુત્રી મણિબેનને મળ્યા હતા. મણિબેન પટેલે તેમને જણાવ્યું હતું કે, પિતાના અવસાન બાદ તેઓ પૈસા ભરેલી બેગ લઈને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને મળવા ગયા હતા.

    આ પૈસા લોકોએ કોંગ્રેસ પાર્ટીને દાનમાં આપ્યા હતા, એટલા માટે તેઓ તેને પાર્ટીને સોંપવા ગયા હતા. આ સમય દરમિયાન નહેરુએ સરદાર પટેલના દીકરીને એ પણ પૂછ્યું નહીં કે તેઓ આજકાલ ક્યાં રહે છે કે કેવી રીતે રહે છે. નહેરુનું માનવું હતું કે જો રાષ્ટ્રપતિ કોઈ મંત્રીની અંતિમવિધિમાં હાજર રહે છે, તો તે એક ખોટો દાખલો બેસાડશે. તેઓ ભૂલી ગયા કે પટેલ માત્ર એક ‘મંત્રી’ જ નહોતા, તેઓ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આધુનિક ભારતના ઘડવૈયા હતા. એક ખેડૂત નેતા હતા, જે બાદમાં આખા દેશના નેતા બની ગયા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં