Thursday, April 25, 2024
More
  હોમપેજઇન્ડોલોજીજ્યારે મુલાયમ સિંઘના આદેશથી કારસેવકો પર ચલાવાઈ હતી ગોળીઓ: ઘાયલ થતાં જ...

  જ્યારે મુલાયમ સિંઘના આદેશથી કારસેવકો પર ચલાવાઈ હતી ગોળીઓ: ઘાયલ થતાં જ ‘જય શ્રીરામ’ના ઉદ્ઘોષ સાથે ઢળી પડતા રામભક્તો, ઈશ્વરસેવામાં બલિદાન આપવા શરીર પર લખાવી નાખ્યાં હતાં નામ-સરનામાં

  શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યનું શરીર નિર્જીવ થઈ જાય પછી પણ તે કોઈપણ જાતના પૂર્વગ્રહ કે ઈર્ષ્યા વિના સન્માનને પાત્ર છે, પરંતુ મુલાયમ સિંઘ યાદવની પોલીસે આ સાર્વભૌમિક નિયમોની પણ અવગણના કરી અને મૃત રામભક્તોના મૃતદેહોને વિકૃત કરી નાખ્યા.

  - Advertisement -

  વર્ષ 1990નો દશક દરેક અર્થમાં ભારતીય જનમાનસમાં પરિવર્તનનો દશક હતો. એક તરફ મંડલ કમિશન લાગુ કરવામાં આવ્યું હતું અને બીજી તરફ રામજન્મભૂમિ અયોધ્યા પહોંચેલા કારસેવકોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. મંડલ કમિશન લાગુ કરીને દેશની એક મોટી વસ્તીને અનામતનો લાભ આપીને તત્કાલિન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ વિલન બન્યા હતા, તો બીજી તરફ કારસેવકો પર ગોળીબાર કરીને ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી મુલાયમ સિંઘ યાદવ ‘મુલ્લા મુલાયમ’ બન્યા અને સેક્યુલર જમાતના હીરો બન્યા હતા.

  આ બંને ઘટનાઓએ ભારતીય રાજકારણ અને જનમાનસ પર ખૂબ જ ઊંડો પ્રભાવ પાડ્યો હતો. OBC આરક્ષણે પછાત વર્ગોમાં સમૃદ્ધિ લાવવાનું કામ કર્યું તો અયોધ્યા પહોંચેલા કારસેવકો પર ગોળીબાર કરવાની ઘટનાએ હિંદુઓમાં નવચેતનાનો સંચાર કર્યો. તેમને ખબર પડી કે તેમના આરાધ્યના દર્શન કરવા પર પણ જલિયાવાલા બાગના હત્યાકાંડ જેમ તેમના પર ગોળીઓ વરસાવી શકાય છે.

  આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભગવાન રામની ગુંજ સર્વત્ર સંભળાઈ રહી છે, પરંતુ આ ભવ્ય મંદિર માટે હિંદુઓએ ખાસ કરીને કારસેવકોએ પોતાની છાતી પર ગોળીઓ ખાધી અને ‘જય શ્રી રામ’નો ઉદઘોષ કરીને અયોધ્યાની પુણ્ય ભૂમિ પર પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી દીધો. કારસેવકો જાણતા હતા કે તેમને કદાચ મૃત્યુ પસંદ કરવું પડશે, તેમ છતાં તેઓ પાછળ હટ્યા નહોતા.

  - Advertisement -

  શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યનું શરીર નિર્જીવ થઈ જાય પછી પણ તે કોઈપણ જાતના પૂર્વગ્રહ કે ઈર્ષ્યા વિના સન્માનને પાત્ર છે, પરંતુ મુલાયમ સિંઘ યાદવની પોલીસે આ સાર્વભૌમિક નિયમોની પણ અવગણના કરી અને મૃત રામભક્તોના મૃતદેહોને વિકૃત કરી નાખ્યા. આજે આપણે એ જ અયોધ્યાની ધરતી પર લૌકિક દેહના ત્યાગની વાત કરીશું.

  વર્ષ 1990ના ઓકટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં હળવા પવનો શિયાળાના આગમનનો આભાસ આપવા લાગ્યા હતા. લગભગ 400 વર્ષોથી મુક્તિનો માર્ગ પ્રદાન કરતાં આયોધ્યાના રામ મંદિરને લઈને હિંદુઓમાં ખળભળાટ હતો. હિંદુ નેતાઓ અને સંતોના આગ્રહ પર કારસેવકોનો જનસૈલાબ અયોધ્યા પહોંચી ચૂક્યો હતો, પરંતુ અહી બધુ સામાન્ય નહોતું. રાજકારણના મોહરા સાધવાના ચક્કરમાં મુલાયમ સિંઘ યાદવ ડ્રેક્યુલા બની બેઠા હતા.

  અયોધ્યામાં કારસેવકોના આગમનને જોતાં પગલે-પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. શહેરમાં પ્રવેશતા દરેક માર્ગ પર બેરિયર લગાવીને સુરક્ષા દળોને સોંપવામાં આવ્યા હતા. મોટી-મોટી ઈમારતો પર પોલીસના જવાન હથિયાર લઈને નિશાનો સાધી બેઠા હતા. દરેક સુરક્ષાકર્મીના હાથમાં હથિયારો હતા. શહેરના વાતાવરણમાં અજંપાભરી શાંતિ પ્રસારાયેલી હતી, પરંતુ કારસેવકોનો ‘જય શ્રીરામ’નો ઉદઘોષ તેને તોડવા પ્રયાસ કરી રહ્યો હતો.

  દેશના ખૂણેખૂણેથી આવેલા કારસેવકોનું જુથ શહેરમાં પ્રવેશવા માટે પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન ભક્તોના કાનમાં ગોળીઓનો અવાજ સંભળાવા લાગ્યો. અયોધ્યાનું વાતાવરણ ગનપાવડરની ગંધથી દૂષિત બની ગયું હતું. કેટલાક કારસેવકો ગોળીઓથી બચવા માટે ભગવાનનું નામ લઈને જમીન પર સૂઈ ગયા. જેમાં યુવાનોથી માંડીને વૃદ્ધો દરેકનો સમાવેશ થતો હતો. આમ છતાં તેમના પર લાકડીઓ વરસાવવામાં આવી. બૂટોથી કચડવામાં આવ્યા. ત્યાં સુધી કે તેમના ઉપર ઘોડા પણ દોડાવવામાં આવ્યા.

  ઘણા લોકોના અંગ ભંગ થયા, કેટલાક લોકો ઈશ્વર પાસે પ્રસ્તાન કરી ગયા, જે ઘાયલ હતા તે પણ પાછળ હટવા તૈયાર નહોતા. જય શ્રીરામનો ઉદઘોષ કરતાં રહ્યા. કદાચ તેઓ 30 ઓક્ટોબરની ઘટનાને જાણી ગયા હતા અને સ્વયંને ઈશ્વરની સેવામાં ન્યોછાવર કરવાની પ્રતિજ્ઞા લઈ અયોધ્યા જવા પ્રસ્તાન કર્યું હતું. એટલા માટે તેમણે તેમના શરીરના વિભિન્ન અંગો પર પોતાનું નામ અને સરનામું લધી દીધું હતું. જેથી રાજકારણના આ દુષ્ચક્રમાં તેમનું શરીર નિર્જીવ પણ થઈ જાય તોપણ તેને સસન્માન ઘર સુધી પહોંચાડી શકાય.

  જે કારસેવકો અયોધ્યા નગરમાં પ્રવેશ કરી ગયા અને ગલીઓમાંથી પસાર થવા લાગ્યા, તેમના પર ગોળીઓ વરસાવવામાં આવી. આ કારસેવકોની દ્રઢતા જ હતી કે તેઓ ગોળી ખાઈ રહ્યા હતા, જય શ્રીરામ કહીને શરીર ત્યાગી રહ્યા હતા. જે કારસેવકો ગોળીઓથી બચવા માટે આજુબાજુના ઘરોમાં ગયા હતા, તેમને પણ પોલીસે બહાર કાઢ્યા અને આ નિશસ્ત્ર લોકોનની ગોળી મારીને હત્યા કરવામાં આવી. જે ઘરોમાં અંદરથી દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, તેને પોલીસે તોડી પાડયા.

  રાજસ્થાનના બિકાનેરથી આવેલા બે ભાઈઓ શરદ કોઠારી અને રામ કોઠારીના બલિદાનથી કોણ અપરિચિત હશે. આતંકના આ માહોલમાં પોતાને બચાવવા માટે બંને ભાઈઓ પણ એક ઘરમાં છુપાઈ ગયા હતા. પોલીસે ઘરનો દરવાજો તોડી અને મોટા ભાઈ શરદ કોઠારીને બહાર કાઢીને તેમના માથા પર ગોળી મારી દીધી. પોતાના ભાઈને બચાવવા માટે રામ કોઠારી દોડ્યા તો તેમને પણ ગોળી ધરબી દેવામાં આવી. બંને ભાઈનોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.

  મુલાયમ સિંઘ યાદવે અયોધ્યા વિશે નિવેદન આપ્યું હતું કે ત્યાં ‘પરિંદા’ પણ પર નહીં મારી શકે. 30 ઓક્ટોબરે કોઠારી ભાઈઓએ ગુંબદ પર ભગવો ધ્વજ લહેરાવી દીધો હતો, પરંતુ બે દિવસ બાદ 2 નવેમ્બરે બંને ભાઈ બલિદાન પામ્યા. એવું કહેવાય છે કે આ હત્યાકાંડમાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો, પરંતુ ચાર-પાંચ મૃતદેહોને છોડીને પોલીસ તમામ મૃતદેહો લઈ ગઈ હતી. તે મૃતદેહો આજદિન સુધી મળ્યા નથી.

  તે સમયે વિશ્વનાથ પ્રતાપ સિંઘની સરકારમાં મહેબૂબા મુફ્તીના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. કારસેવકો પર ગોળીઓ વરસાવવાથી તે ખુશ હતા અને આ માટે તેમણે મુલાયમ સિંઘ યાદવની પીઠ થપથપાવી હતી. મુલાયમ સિંઘ પણ તેમની આ કાર્યવાહીને સરકારી મર્દાનગી સમજતા હતા. આ જ કારણ છે કે સમયાંતરે તેઓ તેના ગુણગાન પણ કરતાં હતા.

  નવેમ્બર 2017માં તેમના 79માં જન્મદિવસના અવસર પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, દેશની ‘એકતા અને અખંડિતતા’ માટે સુરક્ષા દળોએ ગોળીઓ ચલાવીને લોકોને મારવા પણ પડે તો તોપણ તે યોગ્ય છે. એટલું જ નહીં તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે જો લોકોને મારવા પડત તો સુરક્ષા દળ ચોક્કસ મારત.

  મુલાયમે ગર્વ સાથે કહ્યું હતું કે આ ગોળીકાંડમાં 28 કારસેવકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મંદિર આંદોલનને અંજામ સુધી પહોંચાડનારી ભાજપા આ હત્યાકાંડ માટે મુલાયમ સિંઘ યાદવને હંમેશા કોસતી રહી. જોકે, ગયા વર્ષે મુલાયમ સિંઘ યાદવનું મૃત્યુ થયું ત્યારે ભાજપ સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

  જો મુલાયમે ગોળી ન ચલાવી હોત તો કદાચ આજે રામ મંદિર ન બની રહ્યું હોત. મુલાયમે જે ઘટનાને દબાવવા માટે ગોળીવાર કર્યો હતો, કદાચ તેમને ખબર નહોતી કે તે હિંદુઓની ગર્ભનાળ છે, એ જ આત્મામાં જડેલી છે. મુલાયમ સિંઘ યાદવે શરીર તો છીનવી લીધું પણ મનને તેમના આરાધ્યથી અલગ કરી શક્યા નહીં. આખરે અયોધ્યા પહોંચેલા કારસેવકો પર ગોળીબાર કર્યાની ઘટનાના 33 વર્ષ પછી આ સપનું પણ સાકાર થયું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં