Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'માથા પર તિલક કેમ કર્યું?', 'માત્ર નામનો મુસલમાન, કામનો શૈતાન': ભારતીય ફાસ્ટ...

    ‘માથા પર તિલક કેમ કર્યું?’, ‘માત્ર નામનો મુસલમાન, કામનો શૈતાન’: ભારતીય ફાસ્ટ બોલર ઝહિર ખાને પત્ની સાથે દિવાળી વિશ કરી, જેનાથી કટ્ટરવાદીઓ થયા લાલઘૂમ

    એક મુસ્લિમ ટ્વીટર યુઝરે ઝહિરની ટ્વીટ પર મુહહંમદ અલી જિન્નાહનું એક ટ્વીટ ટાંક્યું હતું જેમ કહેવામાં આવ્યું હતું કે, 'જે મુસ્લિમો પાકિસ્તાનનો વિરોધ કરશે તેઓ તેમની બાકીની જિંદગી ભારત પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવામાં જ વિતાવશે.'

    - Advertisement -

    હાલમાં ભારતમાં તહેવારીની સીઝન ચાલી રહી છે અને એમાંય સોમવારે વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી ઉજવાયો હતો. દેશ ભરમાં સૌએ સાથે મળીને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવ્યો હતો. નાના મોટા સૌએ એકબીજાને શુભકામનાઓ આપી હતી. આ જ શ્રેણીમાં ભારતીય કૃપેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહિર ખાને પણ પોતાના ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ તેમના આ પગલાએ તેમના જ સમાજના ઘણા કટ્ટરવાદી મુલ્લાઓને ઉશ્કેરી દીધા હતા.

    પુરી વાત એમ છે કે, સોમવારે દિવાળીની સંધ્યાએ ટ્વીટર પર ઝહિર ખાને પોતાના પત્ની સાથે એક ફોટો અપલોડ કર્યો હતો. જેમાં તે બંનેને ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા અને માથા પર તિલક કરેલ હતું. અને ફોટા પર કેપશન હતું, “અમારા તરફથી આપને દિવાળીની શુભકામનાઓ.”

    ઝહિર ખાને દિવાળીની શુભકામનાઓ આપતી આ ટ્વીટ જેવી પોસ્ટ કરી એવા તરત જ કટ્ટરવાદી મુલ્લાઓએ તે બંને પર હુમલો કરી દીધો. એક ટ્વીટર યુઝરે ઝહિરને ‘મુસ્લિમ દલાલ’ ગણાવ્યો હતો.

    - Advertisement -

    અન્ય એક મુસ્લિમ ટ્વીટર યુઝરે ઝહિરની ટ્વીટ પર મુહહંમદ અલી જિન્નાહનું એક ટ્વીટ ટાંક્યું હતું જેમ કહેવામાં આવ્યું હતું કે, ‘જે મુસ્લિમો પાકિસ્તાનનો વિરોધ કરશે તેઓ તેમની બાકીની જિંદગી ભારત પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવામાં જ વિતાવશે.’

    અન્ય એક મુસ્લિમ યુઝરે સલાહ આપી કે, ‘અમે બધા ધર્મોને માં આપી છીએ પરંતુ એક મુસ્લિમ તરીકે આપણે બીજાના કોઈ જ તહેવાર ના ઉજવવા જોઈએ.’

    વધુ એક મુસ્લિમ યુઝરે ઝહિરને સલાહ આપી કે, ‘તમે દિવાળી વિશ કરી શકો છો પરંતુ માથા પર ચાંલ્લો નથી કરી શકતા.’

    એક મુસ્લિમ યુઝરે લખ્યું કે, ‘આ બિચારો જો આવું નહીં કરે તો લોકોને કઈ રીતે લાગશે કે તે રાષ્ટ્રપ્રેમી છે.’

    એક મુલ્લાએ ઝહિરને સલાહ આપતા કહ્યું કે, ‘એક મુસ્લિમ તરીકે આપણે આ દિવસ ઉજવી ના શકીએ. અલ્લાહ તમને યોગ્ય રસ્તો બતાવે.’

    અન્ય એક મુસ્લિમ યુઝરે લખ્યું કે, ‘આ એ મુસલમાન છે જેમને જોઈને શરમ આવે છે.’

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં