Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકબજો કરીને બનાવેલી મસ્જિદોને પાડી દો, મંદિર ધ્વસ્ત કરીને બનાવેલી મસ્જીદો ઉપર...

    કબજો કરીને બનાવેલી મસ્જિદોને પાડી દો, મંદિર ધ્વસ્ત કરીને બનાવેલી મસ્જીદો ઉપર બોલ્યા હતા મહાત્મા ગાંધી, મુસ્લિમો પોતે સોંપી દે ધાર્મિક સ્થળ

    ગાંધીજીએ વર્ષો અગાઉ પોતાના એક લેખમાં લખ્યું હતું કે મુસ્લિમો જેમણે ઇતિહાસમાં હિંદુ ધાર્મિક સ્થળો પર કબજો જમાવ્યો છે એ તેમણે હિંદુઓને પરત કરી દેવો જોઈએ અને જો એમ ન થાય તો હિંદુઓએ એ માળખા તોડી નાખવા જોઈએ અથવાતો અદાલતની મદદ લઈને તેમ કરવું જોઈએ.

    - Advertisement -

    કબજો કરીને બનાવેલી મસ્જિદોને પાડી દો ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન આપ્યું હતું આ મંતવ્ય, આજથી લગભગ 85 વર્ષ પહેલા ગાંધીજી દ્વારા લખાયેલા લેખમાં કહ્યું હતું કે કબજો કરીને બનાવેલી મસ્જિદોને પાડી દો, આ લેખમાં તથ્યો સહીત વાંચો ગાંધીજીના વિચારોને.

    ૨૭ જેટલા હિંદુ મંદિરોના તોડીને બનાવાયેલા કુતુબ મિનાર અને ભગવાન શિવના મંદિરની ઉપર બનેલી જ્ઞાનવાપી મસ્જિદને લઈને દેશભરમાં મંદિર મસ્જિદ ની ચર્ચાઓ થઈ રહી છે, મુઘલ આક્રાંતાઓએ હજારો મંદિરોની તોડીને મસ્જિદ બનાવી હતી. શું તલવારના જોરે મંદિરો તોડી ને બનાવેલી મસ્જિદોને ખરેખર મસ્જિદ માનવી જોઈએ? અને આવી અનેક મસ્જિદો છે, જેની દીવાલો આજે પણ મંદિરોની છે માત્ર એમની ઉપરના ઘુમ્મટ મસ્જિદ આકારના બનાવી દેવામાં આવ્યા છે.

    મંદિરો તોડીને બનાવાયેલા મુસ્લિમ ઢાંચાઓ મસ્જિદ કેવી રીતે થઈ શકે? આમ પણ ઈસ્લામ ધર્મમાં કોઇપણ ઈબાદતગાહને તોડીને મસ્જિદ બનાવવા ની અનુમતિ નથી. મંદિરોને તોડીને બનાવાયેલી મસ્જિદો પર મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, પુરાવા તથ્યો અને ઇતિહાસના દર્પણમાં જોઇને સમજવાની કોશિશ કરીએ. 27 જુલાઈ 1937 ના દિવસે પ્રકાશિત થયેલા એક લેખમાં મહાત્મા ગાંધી લખે છે કે, “મસ્જિદો મંદિરને તોડી ને બનાવાઈ છે તે ગુલામી નિશાની છે,” આ લેખના ચિત્રને તમે જોઈ શકો છો વાંચી શકો છો અને સમજી શકો છો કે મંદિર ધ્વસ્ત કરી ને બનાવાયેલી મસ્જિદ ઉપર ગાંધીજીના શું વિચાર હતા.

    - Advertisement -

    ધ્વસ્ત કરાયેલા મંદિરો ઉપર બનેલી મસ્જિદો માટે મહાત્મા ગાંધીનું મંતવ્ય

    મહાત્મા ગાંધી નો આ લેખ “સેવા સમર્પણ” નામના દિલ્હીના એક માસિક પત્રિકા માં તારીખ 27 જુલાઈ 1940ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ લેખમાં મહાત્મા ગાંધીએ શ્રી રામ ગોપાલ ‘શરદ’ના પત્રનો જવાબ મોકલ્યો છે ગાંધીજીએ આમાં ખુલીને પોતાના વિચારો દર્શાવ્યા હતા. આવો આપને જણાવીએ મહાત્મા ગાંધીએ આ પત્રમાં શું લખ્યું હતું.

    મહાત્મા ગાંધી લખે છે કે “કોઇપણ ધાર્મિક ઉપાસના ગૃહ ઉપર બળજબરીથી અધિકાર કરવો એક જઘન્ય અપરાધ છે, મુઘલકાળમાં ધાર્મિક ધર્માંધતાના કારણે મોગલ શાસકોએ હિન્દુઓના અનેક ધાર્મિક સ્થાનો ઉપર કબજો જમાવી દીધો. જે હિન્દુઓ માટે પવિત્ર આરાધના સ્થળ હતા, જેમાંથી કેટલીય ધાર્મિક જગ્યાઓને લૂંટવામાં આવ્યા અને ઘણી ખરીને મસ્જિદમાં ફેરવી દેવામાં આવી. જોકે મંદિર અને મસ્જિદ બંને ભગવાનની આરાધના કરવાના પવિત્ર સ્થળ છે, અને બંનેમાં કોઈ વિશેષ અંતર નથી માત્ર મુસ્લિમો અને હિન્દુઓનો પૂજા કરવાની રીત અલગ છે.

    વધુમાં મહાત્મા ગાંધી લખે છે કે “ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો હિન્દુઓ મસ્જિદમાં લૂંટફાટ કરે તો મુસ્લિમો એ સહન નહીં કરે, જ્યાં તેઓ ધાર્મિક ઉપાસના કરે છે આ જ રીતે હિન્દુઓ પણ તે સહન નહીં કરે જ્યાં ભગવાન રામ, શ્રીકૃષ્ણ, વિષ્ણુ અને અન્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે તેને ધ્વસ્ત કરવામાં આવે. જ્યાં પણ આ પ્રકારની ઘટનાઓ થઇ છે તે ગુલામીની નિશાની છે, જ્યાં વિવાદ છે ત્યાં હિન્દુઓ અને મુસ્લિમોએ અંદરો અંદર નક્કી કરી લે. મુસ્લિમોના જે પૂજા સ્થળ હિન્દુઓના કબજામાં છે હિંદુઓ તેને ઉદારતાથી મુસ્લિમોને આપી દેવા જોઈએ.

    મુસ્લિમ આક્રાંતાઓ ઉપર ગાંધીજી લખેછે

    મહાત્મા ગાંધી આગળ લખે છે કે “આ જ પ્રમાણે હિન્દુઓના જે કોઈ પણ ધાર્મિક સ્થળો પર મુસ્લિમોનો કબજો છે, તે મુસ્લિમોએ રાજીખુશીથી હિન્દુઓને સોંપી દેવો જોઈએ. આમ કરવાથી આંતરિક ભેદભાવ દૂર થશે અને મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે એકતા વધશે. જે ભારત દેશ માટે એક વરદાન સાબિત થશે. 27 જુલાઈ 1940ના રોજ નવજીવનના અંકમાં ગાંધીજી કોઈપણ પ્રકારના દબાણ વગર ચોખ્ખે ચોખ્ખું કહે છે કે, હિન્દુઓના જે ધાર્મિક સ્થળો પરથી મુસલમાનો નો કબજો છે તેમણે રાજીખુશીથી હિન્દુઓના સોંપી દેવું જોઈએ.

    મહાત્મા ગાંધીએ મંદિર પાડીને બનાવાયેલી મસ્જિદો ઉપર શું કહ્યું હતું

    આજથી 85 વર્ષ પહેલા જે વાતને ગાંધીજીએ કહી હતી, આજે તે વાત ઉપર અમલીકરણ કરવાનું સમય આવી ચૂક્યો છે. મહાત્મા ગાંધીએ ૧૯૨૫માં પણ મસ્જિદો દ્વારા મંદિરોની જમીનો ઉપર ગેરકાયદેસર અતિક્રમણ પર મંદિરોના પુન: નિર્માણની વાત કરી હતી.

    આટલું જ નહીં ગાંધીજી ‘યંગ ઇન્ડિયા’ના 5 ફેબ્રુઆરી 1925ના રોજ પ્રકાશિત થયેલા એક બીજા લેખમાં લખે છે કે ” જો ‘અ’ (હિંદુ) નો કબજો પોતાની જમીન પર હોય અને કોઈ વ્યક્તિ તેના ઉપર બળજબરીથી કોઈ ઈમારત બનાવે, પછી તે મસ્જિદ પણ કેમ ન હોય તો ‘અ’ ને પૂરેપૂરો અધિકાર છે કે ઈમારત તોડી પાડે. મસ્જિદના આકારમાં ઊભી કરવામાં આવેલી તમામ ઇમારતો મસ્જિદ ન હોઈ શકે, તે મસ્જિદ ત્યારે જ બની શકે જ્યારે તેના મસ્જિદ હોવાના ધર્મ સંસ્કાર કરવામાં આવે. વગર પૂછે કોઈની જમીન પર માળખું ઉભું કરવું દેખીતી રીતે કબજાખોરી છે.

    ગાંધીજીએ આગળ લખ્યું હતું કે, “કબજા ખોરી ક્યારે પવિત્ર ના હોઈ શકે જો આ ઈમારતનું નામ ખોટેખોટું મસ્જિદ રાખી દેવામાં આવ્યું હોય અને તેને ઉખાડી ફેંકવાની ઈચ્છા કે તાકાત ‘અ’ માં ન હોય તો તેને પૂરેપૂરો અધિકાર છે કે તે ન્યાયાલયમાં જાય અને ન્યાયાલય દ્વારા તેને ધ્વસ્ત કરાવી દે ( મુળ – ‘યંગ ઈંડિયા’ 5 ફેબ્રુઆરી 1925 ના રોજ પ્રકાશિત ગાંધી સંપૂર્ણ વાંગ્મય, ખંડ 26, પૃષ્ઠ 65-66)

    હવે તે સમય આવી ગયો છે કે ગાંધીજીના અનુયાયીઓ પણ આ વાતનું સમર્થન કરે, અને મહાત્મા ગાંધીની આ સલાહ ઉપર અમલીકરણ કરે. જેનાથી સમાજમાં ભાઈચારાનો પ્રસ્થાપન થાય, ‘ ગંગા જમના તહેજીબ’ માં દુહાઈ દેવા વાળા આ મુદ્દા ઉપર મૌન કેમ છે? શું ગંગા જમના તહેજીબનો ઠેકો માત્ર હિંદુઓનો જ છે? શું આમાં મુસ્લિમ પક્ષનો કોઈ રોલ છે જ નહીં? આ તહેજીબ અણનમ રાખવા મુસ્લિમોએ પણ આગળ આવવું જોઈએ, અને જે જે સ્થળો પર વિદેશી લૂંટારાઓ અને આક્રાંતાઓ એ બળજબરીથી મંદિરો તોડી ને મસ્જિદો બનાવી છે, તેને હિન્દુઓને સોંપીને પોતાની ઉદારતાનો પરિચય આપવો જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં