Saturday, October 12, 2024
More
    હોમપેજદેશપશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો, પથ્થરમારો થયો, બૉમ્બ ફેંકાયા: મમતા...

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો, પથ્થરમારો થયો, બૉમ્બ ફેંકાયા: મમતા સરકાર સામે ઉઠ્યા સવાલ

    સોશિયલ મીડિયા પર મુર્શિદાબાદની ઘટનાના ઘણા વિડીયો શૅર કરવામાં આવી રહ્યા છે. જેમાં આસપાસનાં મકાનોના ધાબા પરથી અમુક લોકો હિંદુ શોભાયાત્રા પર હુમલો કરતા જોવા મળે છે. પશ્ચિમ બંગાળ ભાજપના X અકાઉન્ટ પરથી પણ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો થવાનો બનાવ બન્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટના બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રેજીનગરમાં બની. રામયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે તેની ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા તેમજ બૉમ્બ પણ મરવામાં આવ્યા. જેમાં અમુક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે. 

    ઘટના બાદ CAPF અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિક તંત્રએ જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. 

    બનાવના અમુક વિડીયો શૅર કરીને ભાજપ IT સેલ હેડ અમિત માલવિયાએ બંગાળની મમતા બેનર્જી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, “મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ પર કલંક છે. ફરી એક વખત તેઓ રામનવમી શોભાયાત્રાનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયાં. મુર્શિદાબાદમાં હિંદુ ભક્તોને ટાર્ગેટ કરવામાં આવ્યા. હિંદુઓ આ વિસ્તારમાં લઘુમતીમાં છે. આ એટલા માટે કહી રહ્યો છું કે જેથી તેઓ (મમતા) આ હુમલા માટે પછીથી હિંદુઓને જ જવાબદાર ન ઠેરવી દે.” 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર મુર્શિદાબાદની ઘટનાના ઘણા વિડીયો શૅર કરવામાં આવી રહ્યા છે. જેમાં આસપાસનાં મકાનોના ધાબા પરથી અમુક લોકો હિંદુ શોભાયાત્રા પર હુમલો કરતા જોવા મળે છે. પશ્ચિમ બંગાળ ભાજપના X અકાઉન્ટ પરથી પણ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. 

    સાથે પાર્ટીએ લખ્યું કે, “રામનવમી શોભાયાત્રાનું રક્ષણ કરવામાં મમતા બેનર્જીની નિષ્ફળતા આઘાતજનક છે. મુર્શિદાબાદના રેજીનગરમાં લઘુમતી વિસ્તારમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા.” આ વિડીયોમાં પણ કેટલાક લોકો એક બાંધકામ ચાલુ હોય તેવી ઇમારત પરથી પથ્થર ફેંકતા જોવા મળે છે. 

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ મુર્શિદાબાદના ઘણા વિસ્તારોમાંથી પોલીસે ઘણા ક્રૂડ બૉમ્બ જપ્ત કર્યા હતા. મંગળવારે (16 એપ્રિલ) રેજીનગરમાં જ સંતાડવામાં આવેલા બૉમ્બ વધુ પડતી ગરમીના કારણે ફૂટી ગયા હતા. 

    એ પણ નોંધવું જોઈએ કે રામનવમીની ઉજવણી પહેલાં જ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 19 એપ્રિલના રોજ જ્યારે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે તે પહેલાં ભાજપ 17 તારીખે ‘રમખાણો’ કરાવશે. 17 એપ્રિલના રોજ જ રામનવમીની પણ ઉજવણી થઈ તે નોંધવું જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં