Monday, July 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપશ્ચિમ બંગાળના રાજ્યપાલ પહોંચ્યા હાઈકોર્ટ: મમતા બેનર્જી વિરુદ્ધ દાખલ કર્યો માનહાનિનો કેસ,...

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પહોંચ્યા હાઈકોર્ટ: મમતા બેનર્જી વિરુદ્ધ દાખલ કર્યો માનહાનિનો કેસ, CMએ કહ્યું હતું- રાજભવનમાં જતાં ડરે છે મહિલાઓ

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે મમતા બેનર્જી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યા પહેલાં તેમના નિવેદનની ટીકા પણ કરી હતી. તેમણે ટીકા કરતાં કહ્યું હતું કે, "જનપ્રતિનિધિઓ પાસેથી 'ખોટી અને બદનક્ષીભરી છાપ' ન બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. મમતા બેનર્જીએ આ ટિપ્પણી ખોટી કરી છે."

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે શુક્રવારે (28 જૂન) કોલકાતા હાઈકોર્ટમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. એક દિવસ પહેલાં જ મમતા બેનર્જીએ રાજભવન અને રાજ્યપાલને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મહિલાઓએ તેમને ફરિયાદ કરી હતી કે, તેઓ રાજભવનમાં ચાલી રહેલી ગતિવિધિઓના કારણે ત્યાં જતાં પણ ડરે છે. મમતા બેનર્જીના આ નિવેદન વિરુદ્ધ બંગાળના રાજ્યપાલ હાઈકોર્ટ પહોંચ્યા છે.

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા બેનર્જી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યા પહેલાં તેમના નિવેદનની ટીકા પણ કરી હતી. તેમણે ટીકા કરતાં કહ્યું હતું કે, “જનપ્રતિનિધિઓ પાસેથી ‘ખોટી અને બદનક્ષીભરી છાપ’ ન બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. મમતા બેનર્જીએ આ ટિપ્પણી ખોટી કરી છે.” બંગાળના રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી સિવાય અન્ય કેટલાક TMC નેતાઓ વિરુદ્ધ પણ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

    ભાજપે કર્યું રાજયપાલનું સમર્થન

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની આ કાર્યવાહી બાદ ભાજપ પણ તેમના સમર્થનમાં આવ્યું છે. ભાજપના નેતાઓએ તેમને સમર્થન જાહેર કર્યું છે. વરિષ્ઠ ભાજપ નેતા રાહુલ સિન્હાએ કહ્યું કે, બોસે યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, “મને લાગે છે કે, રાજ્યપાલ બોસે ખૂબ યોગ્ય નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણય પહેલાં જ લઈ લેવાની જરૂર હતી. હું આ માટે તેમનું સંપૂર્ણપણે સમર્થન કરું છું.” આ સાથે અન્ય નેતાઓએ પણ પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું સમર્થન કર્યું હતું.

    - Advertisement -

    નોંધનીય છે કે, રાજ્ય સચિવાલયમાં એક વહીવટી બેઠક દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવાદિત દાવો કર્યો હતો. ગુરુવારે (27 જૂન) તેમણે દાવો કરતાં કહ્યું કે, “મહિલાઓએ મને જણાવ્યું છે કે, રાજભવનમાં હાલમાં થયેલી ઘટનાઓ અને ગતિવિધિઓના કારણે તેઓ ત્યાં જવાથી ડરે છે.” તેમની આ ટિપ્પણી બાદ રાજ્યપાલે પણ તેમની ટીકા કરી હતી અને ત્યારબાદ તેઓ સીધા કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યા હતા અને TMC નેતાઓ સહિત મમતા બેનર્જી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, 2 મેના રોજ રાજભવનની એક મહિલા કર્મચારીએ બોસ પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. જે બાદ કોલકાતા પોલીસે તપાસ પણ શરૂ કરી હતી. જોકે, હજુ સુધી તે સાબિત થઈ શક્યું નાથી. બીજી તરફ રાજ્યપાલે તે ઘટનાને માત્ર રાજકીય રમત ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે, પશ્ચિમ બંગાળ પોલીસના દબાણ હેઠળ તે મહિલાએ આ પગલું ભર્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં