Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું હૃદયથી ઈચ્છતો હતો કે યોગી CM ન બને, પણ….’: દ્રષ્ટિ IASના...

    ‘હું હૃદયથી ઈચ્છતો હતો કે યોગી CM ન બને, પણ….’: દ્રષ્ટિ IASના સંસ્થાપક વિકાસ દિવ્યકીર્તિએ કહ્યું- ‘PM તરીકે મોદી શ્રેષ્ઠ પસંદગી, 2024માં રાહુલ ગાંધીના ચાન્સ નહીં’

    વાસ્તવમાં દિવ્યકીર્તિ આજતકના કાર્યક્રમ ‘સાહિત્ય આજતક’માં સામેલ થયા હતા. અહીં ઇન્ટરવ્યુમાં એન્કર સૌરભ દ્વિવેદી તેમને નેતાઓ વિશે પૂછી રહ્યા હતા ત્યારે ઑડિયન્સમાંથી સીએમ યોગીને લઈને પણ પૂછવાની માંગ કરવામાં આવી. જ્યારે યોગી આદિત્યનાથ વિશે પ્રશ્ન પૂછાયો તો વિકાસ દિવ્યકીર્તિએ તેનો જવાબ આપ્યો હતો. 

    - Advertisement -

    કોચિંગ સંસ્થા દ્રષ્ટિ IASના સંસ્થાપક વિકાસ દિવ્યકિર્તિનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેમાં તેઓ દેશના શીર્ષ નેતાઓ વિશે ચર્ચા કરી રહ્યા છે. તેઓ કહેતા જોવા મળે છે કે જ્યારે યોગી આદિત્યનાથને સીએમ બનાવવાની વાત ચાલી રહી હતી ત્યારે પોતે નહતા ઇચ્છતા કે તેઓ મુખ્યમંત્રી બને. ત્યારબાદ તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને લઈને પણ ટિપ્પણીઓ કરી હતી. 

    વાસ્તવમાં દિવ્યકીર્તિ આજતકના કાર્યક્રમ ‘સાહિત્ય આજતક’માં સામેલ થયા હતા. અહીં ઇન્ટરવ્યુમાં એન્કર સૌરભ દ્વિવેદી તેમને નેતાઓ વિશે પૂછી રહ્યા હતા ત્યારે ઑડિયન્સમાંથી સીએમ યોગીને લઈને પણ પૂછવાની માંગ કરવામાં આવી. જ્યારે યોગી આદિત્યનાથ વિશે પ્રશ્ન પૂછાયો તો વિકાસ દિવ્યકીર્તિએ તેનો જવાબ આપ્યો હતો. 

    તેમણે કહ્યું કે, “જ્યારે યોગીજીને સીએમ બનાવવાનો નિર્ણય થઈ રહ્યો હતો, ત્યારે બે-ત્રણ ઉમેદવારો હતા, હું હ્રદયથી ઇચ્છતો હતો કે યોગીજી સીએમ ન બને. કારણ કે મારા મનમાં તેમની છબી હતી કે તેઓ મઠવાળા વ્યક્તિ છે અને ધર્મનો માણસ રાજકારણ ચલાવશે તો તે તેટલું સારું નહીં હોય. પરંતુ છેલ્લાં પાંચ વર્ષના કાર્યકાળમાં એકાદ મુદ્દા પર મને ક્યારેક લાગે છે કે કાયદાનું શાસન કેટલું બચે છે- કેટલું નહીં, પણ પરફોર્મન્સ પર જઈએ તો તેઓ એક શાનદાર મુખ્યમંત્રી છે તેમ કહેવામાં મને કોઇ વાંધો નથી.”

    - Advertisement -

    તેમણે પીએમ મોદી અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ વાત કરી હતી. PM મોદી પરના સવાલ પર કહ્યું કે, “હાલની સ્થિતિમાં મને મોદી પીએમ તરીકે શ્રેષ્ઠ પસંદગી લાગે છે અને દિલ્હીના સીએમ તરીકે કેજરીવાલ શ્રેષ્ઠ પસંદગી લાગે છે. આ બંને નેતાઓના વિકલ્પો દેખાતા નથી.

    રાહુલ ગાંધી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, હાલ તેમને કોઇ તક મળે તેમ જણાય રહ્યું નથી. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી પોતાનું શ્રેષ્ઠ સંસ્કરણ સતત બની રહ્યા છે. પહેલાંની સરખામણીએ વધુ સારું કરી રહ્યા છે. 2024માં તો કોઇ સંભાવના દેખાઇ નથી રહી પણ લાગે છે કે 2029માં તેઓ એક યોગ્ય ઉમેદવાર હશે.” 

    તેજસ્વી યાદવને લઈને તેમણે કહ્યું કે, “તેમની પાસે ઘણી આશા છે. છેલ્લા થોડા મહિનાના શાસનમાં તેમણે એવા પ્રયાસ કર્યા છે કે તેમના પિતા લાલુ યાદવના સમયમાં જે ‘જંગલરાજ’ની છબી સર્જાઈ હતી તે ફરી ન સર્જાય. જો તેમાં તેઓ સફળ થયા તો મને લાગે છે કે બિહારના ભવિષ્યના એક સારા નેતા સાબિત થશે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં