Sunday, May 5, 2024
More
    હોમપેજદેશબસ હવે થોડાક જ કલાકો....અને બહાર આવશે 41 જિંદગી: ટનલમાં ફસાયેલા શ્રમિકો...

    બસ હવે થોડાક જ કલાકો….અને બહાર આવશે 41 જિંદગી: ટનલમાં ફસાયેલા શ્રમિકો હવે 6 મીટર જ દૂર, અંતિમ તબક્કામાં રેસ્ક્યુ ઑપરેશન

    ઉત્તરકશીમાં ધસી પડેલી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવવા માટે ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં છે. ટનલમાં ડ્રીલીંગ કરવા માટે અમેરિકાથી મંગાવવામાં આવેલું ઓગર મશીન ફરી તેના કામે લાગ્યું છે. NDRFના અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે જ આ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થાય તેવી સંભાવનાઓ છે.

    - Advertisement -

    ઉત્તરકાશીની દુર્ઘટનાગ્રસ્ત ટનલમાં છેલ્લા 12 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો હવે થોડા જ કલાકોમાં બહાર આવે તેવી સંભાવના છે. અમેરિકાથી મંગાવવામાં આવેલા ઓગર મશીન દ્વારા એસ્કેપ ટનલ બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તાજી જાણકારી અનુસાર હવે માત્ર 6 મીટરનું ડ્રીલીંગ કરવાનું બાકી છે. આ ડ્રીલીંગ પૂરું થતાંની સાથે જ મોટા પાઈપોની સિરીઝ બનાવીને તમામ શ્રમિકોને બહાર કાઢવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આ રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળ પર હાજર છે, તેમણે ફસાયેલા શ્રમિકો સાથે વાત કરીને તેમની ખબર પણ પૂછી હતી.

    અહેવાલો અનુસાર, ઉત્તરકશીમાં ધસી પડેલી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવવા માટે ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશન તેના અંતિમ તબક્કામાં છે. ટનલમાં ડ્રીલીંગ કરવા માટે અમેરિકાથી મંગાવવામાં આવેલું ઓગર મશીન ફરી તેના કામે લાગ્યું છે. NDRFના અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે મોડી રાત સુધી અથવા આવતીકાલે સવાર સુધીમાં આ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થાય તેવી સંભાવનાઓ છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવામાં હવે માત્ર 6 મીટરનું જ ડ્રીલીંગ કરવાનું બાકી છે. આ ડ્રીલીંગ પૂર્ણ થયા બાદ 6 મીટરના વ્યાસ ધરાવતા પાઈપોને નાખવામાં આવી રહ્યા છે. શ્રમિકો સુધી પહોંચવા માટે કુલ 57 મીટર સુધી ડ્રીલીંગ કરવામાં આવ્યું છે. હાલ 45 મીટર સુધી આ પાઈપ નાંખી દેવામાં આવ્યા છે. જ્યારે ડ્રીલીંગ પૂર્ણ થઇ જશે ત્યારે એસ્કેપ ટનલના બીજા છેડેથી શ્રમિકોને આ પાઈપની મદદથી બહાર કાઢવામાં આવશે.

    - Advertisement -

    મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ કરી શ્રમિકો સાથે વાત

    ઉલ્લેખનીય છે કે PMO તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી સતત આ રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ધામીએ થોડા સમય પહેલાં જ ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે વાત કરી હતી. આ માહિતી તેમણે પોતે જ પોતાના X હેન્ડલ પરથી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “ઉત્તરકશીના સિલક્યારામાં નિર્માણધીન ટનલમાં ફસાયેલા મજુરોમાંથી ગબ્બરસિંહ નેગી તેમજ સબા અહમદ સાથે વાત કરીને તેમની ખબર પૂછી. તેમને સકુશળ બહાર કાઢવા માટે તીવ્ર ગતિથી ચાલી રહેલા બચાવકાર્ય વિશે પણ જણાવ્યું. બંને જણાએ તમામ શ્રમિકો સ્વસ્થ અને સુરક્ષિત હોવાની માહિતી આપી છે.”

    મુખ્યમંત્રી ધામીએ શ્રમિકોને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સતત તેમની સ્થિતિ અંગે જાણકારી લઇ રહ્યા છે. સાથે જ તેમણે શ્રમિકોને માહિતી આપી હતી કે PMO દ્વારા આ આખા રેસ્ક્યુ ઓપરેશનનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર બચાવકાર્ય બરાબર દિશામાં આગળ વધી રહ્યું છે અને બહુ જલ્દી તમામ શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવશે.

    નોંધનીય છે કે જ્યારે મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી શ્રમિકોના રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લેવા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ટનલ બહાર આવેલા એક મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે અને તમામ શ્રમિકો ક્ષેમકુશળ બહાર આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

    ટનલની બહાર ખડેપગે છે મેડીકલ ટીમ

    આ ઑપરેશન દરમિયાન શ્રમિકોના સ્વાસ્થ્યને લઈને પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેના માટે ટનલની બહાર એક અસ્થાયી દવાખાનું ઉભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ મેડિકલ ઉપકરણોથી સજ્જ એમ્બ્યુલન્સો પણ સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. શ્રમિકો જેવા જ બહાર આવશે તેવા તરત જ તેમને પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવશે. આટલું જ નહીં, સરકાર દ્વારા એક હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યું છે, જો કોઈને તાત્કાલિક એરલિફ્ટ કરવાની જરૂર પડશે તો તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં