Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન;...

    ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે

    PM નરેન્દ્ર મોદીએ હૈદરાબાદથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવાની હાકલ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા લોકો પ્રાર્થના કરતાં પણ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પેલટફોર્મ X પર લોકોએ PMની અપીલ બાદ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને જલ્દી બહાર કાઢી શકાય.

    - Advertisement -

    ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને દેશભરના લોકો ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. PM મોદીએ પણ હૈદરાબાદથી લોકોને પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, સરકાર 41 શ્રમિકોને બચાવવા માટે કોઈ કસર નહીં છોડે.

    27 નવેમ્બરે, હૈદરાબાદના NTR મેદાનમાં દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં PM મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે પ્રાર્થના કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આજે આપણે દેવી-દેવતાઓને પ્રાર્થના કરી રહ્યા છીએ. માનવતાના કલ્યાણની વાત કરી રહ્યા છીએ. તો આપણે આપણી પ્રાર્થનામાં તે શ્રમિક ભાઈઓને પણ સ્થાન આપવાનું છે. જે લગભગ છેલ્લા બે સપ્તાહથી ઉત્તરાખંડની ટનલમાં ફસાયા છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સરકાર અને તમામ એજન્સીઓ મળીને તેમને સંકટમાંથી બહાર કાઢવા માટે કોઈ કચાશ નહીં છોડે. પરંતુ આ રાહત અને બચાવ અભિયાનને આપણે ખૂબ જ સતર્કતાથી પૂર્ણ કરવાનું છે. આ અભિયાનમાં પ્રકૃતિ આપણને સતત પડકારો ફેંકી રહી છે. તેમ છતાં આપણે મક્કમ છીએ.”

    - Advertisement -

    PM મોદીએ કરેલા આહવાન બાદ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા કારીગરો માટે દેશવાસીઓએ કરી પ્રાર્થના

    PM નરેન્દ્ર મોદીએ હૈદરાબાદથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવાની હાકલ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા લોકો પ્રાર્થના કરતાં પણ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પેલટફોર્મ X પર લોકોએ PMની અપીલ બાદ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને જલ્દી બહાર કાઢી શકાય.

    એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, “ઉત્તરકાશીની નિર્માણાધીન સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિક ભાઈ બહાર નીકળે તેવી આશા છે. તેમને બહાર કાઢવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ શ્રમિકો સકુશળ ટનલમાંથી બહાર આવીને પરિવારજનોને જલ્દી મળે, એવી ઈશ્વરને પ્રાર્થના.”

    અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, “ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન મહત્વપૂર્ણ ચરણમાં પ્રવેશ કરી ચૂક્યું છે. મશીનો નીકળી ગયા છે, માણસો અંદર છે. એક ડઝનથી વધુ રેટ હોલ માઈનર્સ તે પ્રયાસ કરશે જે પહેલાં કરવામાં આવ્યો નથી. પ્રાર્થના કરો, ફસાયેલા શ્રમિકો જલ્દીથી બહાર આવી જાય અને આ કઠિન પરીક્ષા પૂર્ણ થાય.”

    ઉત્તરકાશીની ટનલમાં મેન્યુઅલ ડ્રિલિંગથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન

    ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશનનો મંગળવારે (28 નવેમ્બર) 17મો દિવસ છે. જાણવા મળી રહ્યું છે કે મેન્યુઅલ ડ્રિલિંગ કરીને ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે. જોકે, પ્રકૃતિ આ મિશન માટે ખૂબ સમસ્યા સર્જી રહી છે. IMDએ વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. તેમ છતાં રેસ્ક્યુ ટીમનું કામ અટક્યું નથી. ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગથી કામ ચાલી રહ્યું છે. પાઈપ ધકેલવા માટે ઓગર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    સાથે એ જાણવા મળી રહ્યું છે કે રાતભર મેન્યુઅલ ડ્રિલિંગનું કાર્ય ચાલ્યું છે. જેનાથી 2 મીટરનું મેન્યુઅલ ડ્રિલિંગ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હમણાં સુધી 50 મીટરથી વધુ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. જો કોઈ અવરોધ ઊભો ન થાય તો આગામી 24 કલાકમાં બચાવ કામગીરી પૂર્ણ થઈ શકશે અને 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં