Monday, July 15, 2024
More
  હોમપેજદેશઅમેરિકાનો ફરી ભારતમાં હસ્તક્ષેપ: વગર ફરિયાદે અદાણી ગ્રુપ વિરુદ્ધ તપાસ શરૂ, હિંડનબર્ગ...

  અમેરિકાનો ફરી ભારતમાં હસ્તક્ષેપ: વગર ફરિયાદે અદાણી ગ્રુપ વિરુદ્ધ તપાસ શરૂ, હિંડનબર્ગ મામલે થઈ હતી ફજેતી

  આ આખો મામલો એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારતમાં અમેરિકા એનર્જી પ્રોજેક્ટ પર ફેરવેલ ટ્રીટમેન્ટ માટે અધિકારીઓને લાંચ આપવાના આરોપો પર ગૌતમ અદાણી અને તેમની કંપની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

  - Advertisement -

  હિંડનબર્ગના રિપોર્ટ મારફતે અદાણી ગૃપ પર કાદવ ઉછાળવાનો પ્રયત્ન નિષ્ફળ થયા બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે, ફરી એકવાર અમેરિકા દ્વારા અદાણી ગૃપ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. આ વખતે અમેરિકન પ્રોસિક્યુટર્સ ક્યાંક ગૌતમ અદાણીની કંપની લાંચ-રિશ્વતમાં સંકળાયેલી છે કે કેમ, તે બાબતની તપાસ કરી રહ્યા છે. આ તપાસ ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના અમેરિકન એટર્ની ઑફિસ અને વોશિંગ્ટન સ્થિત જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ફ્રોડ યુનિટની નજર હેઠળ કરવામાં આવી રહી છે.

  ઉલ્લેખનીય છે કે, આ આખો મામલો એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારતમાં અમેરિકા એનર્જી પ્રોજેક્ટ પર ફેરવેલ ટ્રીટમેન્ટ માટે અધિકારીઓને લાંચ આપવાના આરોપો પર ગૌતમ અદાણી અને તેમની કંપની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે કે ગૌતમ અદાણી કે, પછી તેમની કંપનીએ એક એનર્જી પ્રોજેક્ટ પર ફેરવેલ ટ્રીટમેન્ટ માટે ભારતમાં અધિકારીઓને ચૂકવણી કરી છે કે નહીં. આ તપાસમાં એજ્યોર પાવર ગ્લોબલ લિમીટેડ પણ સામેલ છે.

  મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, અદાણી ગ્રૂપને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના ચેરમેન વિરુદ્ધ ચાલી રહેલી કોઈ પણ તપાસ વિશે તેમને જાણકારી નથી. અદાણી સમૂહનું તેમ પણ કહેવું છે કે, “એક બિઝનેસમેન ગૃપ તરીકે અમે કૉર્પોરેટ ગવર્નેન્સનાં ઊંચાં માનકો સાથે કામ કરીએ છીએ, અમે ભારત અને અન્ય દેશોમાં ભ્રષ્ટાચાર વિરોધી અને લાંચ વિરોધી કાયદાને આધીન છીએ અને તેના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીએ છીએ.”

  - Advertisement -

  નોંધનીય છે કે, અમેરિકન ન્યાય વિભાગે ગૌતમ અદાણી પર કે પછી તેમની કંપની કે એજ્યોર પાવર પર ઔપચારિક રૂપે કોઈ પણ ગેરકાયદેસર કામનો આરોપ નથી લગાવ્યો. પરંતુ તેમ છતાં, જો આ તપાસ થઈ રહી હોય તો તેના પાછળનું કારણ એ છે કે અમેરિકાનો કાયદો સંઘીય પ્રોસિક્યુટર્સને વિદેશી ભ્રષ્ટાચારના આરોપો માટે તપાસ આગળ વધારવાની પરવાનગી આપે છે. આવું ત્યારે પણ બની શકે જયારે મામલામાં અમેરિકન રોકાણકારો કે પછી ત્યાની બજાર તેની સાથે સંકળાયેલી હોય.

  હિંડનબર્ગના આરોપો પર પણ થયો હતો હોબાળો

  ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલી વાર નથી કે જયારે અમેરિકાએ અદાણીના નામે ભારતના આંતરિક વિષયમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો હોય. જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ દ્વારા ભારતીય કારોબારી અદાણી ગૃપ પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે, તેઓ ગેરકાયદેસર રીતે પોતાના શેરના ભાવ વધારી રહ્યા છે, તેમજ તેઓ અનેક જગ્યાએ પર્યાવરણના નિયમો સામે આંખ આડા કાન કરી રહ્યા છે. અદાણી સમૂહ પર ઈતિહાસનો સૌથી મોટો કૌભાંડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને હાથો બનાવીને ભારતના વિપક્ષ અને વિરોધીઓએ અદાણી ગૃપ પર બખેડો ઉભો કર્યો હતો.

  આટલા મોટા હોબાળા છતાં અંતે અમેરિકન સરકારના ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશનને પોતાની તપાસમાં અદાણી વિરુદ્ધના આ આરોપોને પાયાવિહોણા જાણવા મળ્યા હતા. આ સાથે જ મીડિયા રીપોર્ટમાં કહવામાં આવ્યું હતું કે, આ મામલે અમેરિકન અધિકારીઓનું કહેવું હતું કે, હિંડનબર્ગના આરોપોની અદાણીના પોર્ટમાં કરવામાં આવેલા રોકાણ પર કોઈ જ અસર નહીં પડે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં