Saturday, May 4, 2024
More
    હોમપેજદેશપહેલાં બડાઈ હાંકતાં કહ્યું- 'તેની નેવું પેઢીઓ પણ અમને ખતમ નહીં કરી...

    પહેલાં બડાઈ હાંકતાં કહ્યું- ‘તેની નેવું પેઢીઓ પણ અમને ખતમ નહીં કરી શકે’, હવે ચાલવાનાં પણ ફાંફાં: CM યોગી વિરુદ્ધ એલફેલ બોલનાર મોહમ્મદ વસીમને UP પોલીસે સીધો કર્યો

    વસીમના વાયરલ વિડીયો બાદ હવે સોશિયલ મીડિયામાં પોલીસ કાર્યવાહીનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો હવે મોહમ્મદ વસીમના CM વિરુદ્ધ એલફેલ બોલતા વિડીયો અને પછી પોલીસ સ્ટેશનમાં માંડમાંડ ચાલી શકતા વસીમના વિડીયોને સરખાવીને બંને વિડીયો ખૂબ શેર કરી રહ્યા છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની પોલીસે મોહમ્મદ વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તેની ઉપર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો અને સાંપ્રદાયિક તણાવ ઉભો કરવાનો આરોપ છે. એક વ્યક્તિની ફરિયાદ બાદ આરોપી વિરુદ્ધ ગાઝિયાબાદના મસુરી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં મોહમ્મદ વસીમ નામનો એક વ્યક્તિ UPના CM યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ટિપ્પણી કરતો જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે UP પોલીસ ગુનો દાખલ કરીને આરોપી વસીમની શોધખોળ શરૂ કરી હતી.

    આખરે મંગળવારે (2 જાન્યુઆરી, 2024) મસુરીના એસપી નરેશ કુમારે આરોપી મોહમ્મદ વસીમની ધરપકડ કરી લીધી હતી. આરોપી મોહમ્મદ વસીમ મૂળ મેરઠના લિસાંડી ગેટના ફતેહઉલ્લાહપુરનો રહેવાસી છે. હાલ મસુરીમાં ભાડે મકાન રાખી રહે છે અને પ્લાસ્ટિકની ખુરશી વેચવાનો ધંધો કરે છે. મોહમ્મદ વસીમ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેમાં તે CM યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો હોય છે.

    - Advertisement -

    વસીમના વાયરલ વિડીયો બાદ હવે સોશિયલ મીડિયામાં પોલીસ કાર્યવાહીનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો હવે મોહમ્મદ વસીમના CM વિરુદ્ધ એલફેલ બોલતા વિડીયો અને પછી પોલીસ સ્ટેશનમાં માંડમાંડ ચાલી શકતા વસીમના વિડીયોને સરખાવીને બંને વિડીયો ખૂબ શેર કરી રહ્યા છે.

    મસુરીના એસપી નરેશ કુમારે ઘટનાક્રમ વિશે જણાવતા કહ્યું કે સબ ઇન્સ્પેકટર રાજીવ કુમાર 23 ડિસેમ્બર, 2023ના રોજ પેટ્રોલિંગમાં હતા. જ્યાં મસુરીમાં એક જગ્યાએ લોકોનું ટોળું જોયું. જેમાં તેઓ મોબાઈલમાં એક વિડીયો જોઈ રહ્યા હતા. વિડીયોમાં એક વ્યક્તિ CM યોગી વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી સાંપ્રદાયિક સોહાર્દ બગડે તે પ્રકારની ટિપ્પણી કરી રહ્યો હતો.

    43 સેકંડના આ વાયરલ વિડીયોમાં મોહમ્મદ વસીમ લોકસભાની ચૂંટણી અંગેના એક સવાલનો જવાબ આપતા કહે છે, કે તમારી અંદર હિંમત હોય તો પ્રધાનમંત્રીને સવાલ કરો. જેમાં CM યોગી આદિત્યનાથ વિશેનો સવાલ પૂછતા વસીમ ભડકી ઉઠે છે. ત્યારબાદ તે કહે છે, ”અમે મુસલમાન છીએ, શું મુસલમાનોને ખતમ કરી દેશો? તેની નેવું પેઢીઓ પણ અમને ખતમ નહીં કરી શકે, તે શું આકાશમાંથી આવ્યો છે?” આ ઉપરાંત CM યોગીને ગુંડા સાથે સરખાવતાં તેણે કહ્યું, “યોગી પોતે ગુંડો છે. હું કહું છું કે કરો મારા પર કેસ! યોગી પોતે એક ગુંડો છે. જોઈ લો તેની હિસ્ટ્રી, તેનો રેકોર્ડ તપાસી લો, તેની FIR જોઈ લો.” આ પછી રોફમાં કમર પર હાથ મૂકતાં જણાવે છે કે, “મારું નામ મોહમ્મદ વસીમ, જિલ્લો ગાઝિયાબાદ અને ગામ મસુરી છે.” આ સમગ્ર મામલે હવે પોલીસે આરોપી મોહમ્મદ વસીમ વિરુદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં