Monday, April 29, 2024
More
    હોમપેજદેશકાનપુર: તાજિયા રાખવા માટે હિંદુઓએ આપી હતી જગ્યા, મુસ્લિમ સમુદાયે દીવાલ તાણી...

    કાનપુર: તાજિયા રાખવા માટે હિંદુઓએ આપી હતી જગ્યા, મુસ્લિમ સમુદાયે દીવાલ તાણી બાંધીને કબ્જે કરી લીધી, નામ આપ્યું- ઇમામ ચોકી

    36 વર્ષ પહેલાં ભારે વરસાદના કારણે એ સ્થળ પાણીમાં ડૂબી ગયું હતું. તે સમયે સ્વામી શ્રી નારાયણજી સંત સમાજ ગુરુદવાર સેવા સમિતિએ પોતાના પરિસરમાં તાજિયા રાખવા માટે પરવાનગી આપી હતી. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી ‘સાંપ્રદાયિક સદભાવના’ની કથિત વાતો પર પ્રશ્નાર્થચિહ્ન મૂકાયું છે. બન્યું એવું કે હિંદુઓએ જે જગ્યા તાજિયા રાખવા માટે આપી હતી તેની પર મુસ્લિમ સમુદાયે દાવો માંડી દીધો. એટલું જ નહીં ત્યાં દીવાલ પર તાણી બાંધી હતી. 

    દૈનિક જાગરણના એક રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. જાણવા મળ્યા અનુસાર, જે જમીનને લઈને વિવાદ છે તે હિંદુઓની માલિકીની છે. આજથી 36 વર્ષ પહેલાં ભારે વરસાદના કારણે મુસ્લિમ સમુદાયને તાજિયા રાખવા માટે કોઈ જગ્યા મળતી ન હતી તો હિંદુઓએ આ જગ્યા આપી હતી. પછીથી આ જ જગ્યાએ તાજિયાનું આયોજન થવા માંડ્યું અને હવે આ જમીન પર મુસ્લિમ પક્ષે દાવો માંડી દીધો છે અને તેનું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે. 

    આ જગ્યાનું નામ ‘ઇમામ ચોકી’ રાખવામાં આવ્યું છે, જ્યારે અહીં ઇમામ ચોકીનું કોઈ અસ્તિત્વ નથી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, પહેલાં તાજિયા બશીરગંજમાં 1 વૃક્ષ નીચે રાખવામાં આવતા હતા. 36 વર્ષ પહેલાં ભારે વરસાદના કારણે એ સ્થળ પાણીમાં ડૂબી ગયું હતું. તે સમયે સ્વામી શ્રી નારાયણજી સંત સમાજ ગુરુદવાર સેવા સમિતિએ પોતાના પરિસરમાં તાજિયા રાખવા માટે પરવાનગી આપી હતી. 

    - Advertisement -

    ત્યારબાદ આગામી 2 વર્ષ ભારે વરસાદ પડ્યો તો તાજિયા અહીં જ રાખવામાં આવ્યા અને આ દરમિયાન હિંદુ પક્ષે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો, પરંતુ પછી તાજિયા અહીં જ રાખવામાં આવવા માંડ્યા. પછીથી સ્થળનું નામ પણ ઇમામ ચોકી કરી દેવામાં આવ્યું અને ત્યારથી તે જ નામે ઓળખાય છે. અહીં એક દીવાલ પણ બાંધીને ‘ઇમામ ચોકી’ કહેવાતી જગ્યાને અખાડા પરિસરથી અલગ કરી દીધી હતી અને દાવો માંડી દીધો હતો. 

    આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુરુદ્વારા સેવા સમિતિનું નેતૃત્વ ગણેશ દાસ સોનકર નામના એક વ્યક્તિના હાથમાં છે. 2020-21માં સમિતિની પુનઃરચના કરવામાં આવી હતી. જો અખાડા સમિતિ તાજિયા રાખવાની પરવાનગી ન આપે તો તેમને ફરીથી જૂના સ્થળે રાખવાની શરૂઆત કરવામાં આવશે. 

    અહીં નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં ઇમામ ચોકી પાસે લાગેલા એક પોસ્ટરને ફાડવા મામલે વિવાદ થઇ ગયો હતો, જેને લઈને વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો. ત્યારબાદ પોલીસ કમિશનરે તપાસના આદેશ પણ આપ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં