Thursday, April 25, 2024
More
  હોમપેજદેશચર્ચ ઓક્ઝિલરી ફોર સોશિયલ એક્શન સહિત 5 NGO હવે ફોરેનથી પૈસા નહીં...

  ચર્ચ ઓક્ઝિલરી ફોર સોશિયલ એક્શન સહિત 5 NGO હવે ફોરેનથી પૈસા નહીં લાવી શકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે FCRA લાઇસન્સ કર્યા રદ: આ પહેલા ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા પર થઈ હતી કાર્યવાહી

  CNI-SBSની સ્થાપના વર્ષ 1970 માં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડીયા (CNI) ગઠન સાથે જ કરવામાં આવી હતી. CNI ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરવાવાળી ચર્ચની આધિકારિક શાખાના રૂપે કાર્યરત હતું. ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં ગૃહ મંત્રાલયે દિલ્હી સ્થિત ચર્ચ ઓફ નોર્થ ઈન્ડયાનું લાઈસન્સ રદ કર્યું હતું.

  - Advertisement -

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ પગલા લેતા ચર્ચ ઓક્ઝિલરી ફોર સોશિયલ એક્શન (CASA) સહિત 5 NGOના FCRA લાઇસન્સ રદ કર્યા છે. મંત્રાલય દ્વારા વિદેશી ફન્ડના દુરુપયોગ સહિતના અનેક કારણોને ધ્યાને રાખીને આ કાર્યવાહી કરી છે. આ સૂચિમાં CNI, VHAI, IGSSS અને FCRAનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલય દ્વારા આ તમામના વિદેશી યોગદાન વિનિમયન અધિનિયમ (FCRA) પરવાના રદ કર્યા છે.

  મળતી માહિતી અનુસાર CNI-SBSની સ્થાપના વર્ષ 1970 માં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડીયા (CNI) ગઠન સાથે જ કરવામાં આવી હતી. CNI ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરવાવાળી ચર્ચની આધિકારિક શાખાના રૂપે કાર્યરત હતું. ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં ગૃહ મંત્રાલયે દિલ્હી સ્થિત ચર્ચ ઓફ નોર્થ ઈન્ડયાનું લાઈસન્સ રદ કર્યું હતું. આ મામલે અધિકારીઓએ જણાવ્યું છે કે CNI અને તેના સહયોગીઓ ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરી રહ્યા છે. ચર્ચની સંપત્તિઓના દુરુપયોગ બદલ વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેના લાઈસન્સને રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

  અહેવાલોમાં જણાવ્યા અનુસાર ભારતની સ્વતંત્રતા બાદ નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચે ‘NCC રીલીફ કમિટી’નું ગઠન કર્યું હતું, જે બાદમાં ચર્ચની ઓક્ઝિલરી ફોર સોશિયલ એક્શનના રૂપે કાર્યરત બન્યું હતું. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર CASAને જર્મની, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને સ્વિડન સહિત અલગ-અલગ દેશોથી ફન્ડ મળી રહ્યું હતું. જેમાં એપ્રિલથી લઈને જૂન 2023 સુધી FCRA ફંન્ડ વિવરણમાં નાણાકીય વ્યવહારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

  - Advertisement -

  વર્ષ 1970માં સ્થાપિત વોલંટરી હેલ્થ એશોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે VHAIએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ઇન્ડીયન મેડીકલ રીસર્ચ એશોસિએશન (IMRC) જેવા સંગઠનો સાથે મળીને કામ કરેલું છે. ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર તેને USA અને ફ્રાંસ જેવા દેશોથી ફન્ડ મળ્યું હતું, જે ખાસ કરીને ગુજરાતની કચ્છ ભૂકંપ, ઓડિશાના વાવાઝોડા અને કોવિડ-19 જેવી આપદાઓ સમયે રાહત કામ કરી રહ્યું હતું. એક અન્ય NGO, INDO ગ્લોબલ સોશિયલ સર્વિસ સોસાયટીને જર્મની, UK અને સિંગાપુરથી ફન્ડિંગ મળી રહ્યું હતું.

  ઇકોનોમિક ટાઈમ્સે અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, પાંચમાં NGO, ઈવેંજિકલ ફેલોશીફ ઓફ ઇન્ડિયાનું લાઈસન્સ પણ FCRA લાયસન્સ નિયમોના ઉલંઘન બદલ રદ કરવામાં આવ્યું છે.

  ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા પર ગયા વર્ષે કરવામાં આવી હતી કાર્યવાહી

  ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગૃહ મંત્રાલય દ્વારા દેશના સહુથી મોટા ખ્રિસ્તી સંગઠન ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા NGOનું પણ FCRA લાઈસન્સ રદ કર્યું હતું. આ ખ્રિસ્તી સંગઠન છેલ્લા પાંચ દશકાઓથી દેશમાં ઈસાઈ ધર્મનો ફેલાવો કરવાનું કામ કરે છે. વર્ષ 1970માં 6 અલગ-અલગ સંગઠનને એક કરીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડીયાને બનવવામાં આવ્યું હતું. ચર્ચ ઓફ ઇંડિયા, પાકિસ્તાન, બર્મા (મ્યાનમાર) સિલોન (શ્રીલંકા) તથા અન્ય કેટલાક ખ્રિસ્તી સંગઠનો પણ આની સાથે જોડાયેલા છે.

  ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સંગઠન ભારતના ઉત્તર ભાગમાં આવેલા તમામ ચર્ચ પર કન્ટ્રોલ રાખતી સંસ્થા છે. આ સંસ્થાનો દાવો છે કે તેના 22 લાખ સભ્યો છે. આ ઉપરાંત તે ભારતના 28 ક્ષેત્રોમાં પોતાના બીશપ રાખે છે, જે તેના અંડરમાં આવતા ચર્ચો પર નિયંત્રણ રાખે છે. આ ઉર્પંત તે એવો પણ દાવો કરે છે કે તેની સાથે 2200 થી વધુ પાદરીઓ જોડાયેલા છે અને તેના નિયંત્રણમાં 4500 ચર્ચ છે.

  આ ઉપરાંત ગત વર્ષે જ સેન્ટર ફોર પોલીસી રીસર્ચ, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં બનાવવામાં આવેલા રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓક્સફેમ ઇન્ડિયા જેવી મોટી સંસ્થાઓ સહિત 100થી વધુ અને બિન સરકારી સંગઠનોના લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સેન્ટર ફોર પોલિસી રીસર્ચે નિયમોનું ઉલંઘન કરતા તેનું પણ FCRA લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં