Saturday, May 4, 2024
More
    હોમપેજદેશઉડુપી: વૉશરૂમમાં કેમેરા લગાવવા મામલે ત્રણેય મુસ્લિમ વિદ્યાર્થિની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, પુરાવા...

    ઉડુપી: વૉશરૂમમાં કેમેરા લગાવવા મામલે ત્રણેય મુસ્લિમ વિદ્યાર્થિની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, પુરાવા નષ્ટ કરવા વિડીયો ડિલીટ કર્યા હોવાનો તપાસમાં ખુલાસો

    આ બધો હોબાળો થયા બાદ ત્રણેયે કૉલેજ પ્રશાસન સામે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. બાદમાં ત્રણેયે પીડિત યુવતીને એક 'માફીપત્ર' લખ્યો હતો. તે સમયે આટલી ગંભીર ઘટનાને 'પ્રેન્ક'માં ખપાવી દેવા માટે પણ આખી એક ટોળકી ઉભી થઈ હતી.

    - Advertisement -

    લગભગ દસ મહિના અગાઉ ઉડુપીની નેત્ર જ્યોતિ કૉલેજમાં હિંદુ વિદ્યાર્થીનીઓના બાથરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે હોબાળા બાદ થયેલા કેસ મામલે હવે CIDએ આરોપોનો સામનો કરી રહેલી ત્રણેય મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. CID દ્વારા ઉડુપીની પ્રિન્સિપાલ કોર્ટ અને JNMF કોર્ટમાં ત્રણેય વિદ્યાર્થીનીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવતાં મામલો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર, CID દ્વારા કરવામાં આવેલી તપાસમાં તે સાબિત થયું છે કે શાહબનાઝ, અલ્ફિયા અને અલીમથ ઉલ સફાએ પોતાના ક્લાસમાં ભણતી હિંદુ વિદ્યાર્થિનીઓના આપત્તિજનક વિડીયો બનાવવા બાથરૂમમાં મોબાઈલ કેમેરો મૂક્યો હતો. બાદમાં પુરાવા નષ્ટ કરવા માટે આ વિડીયો ડિલીટ કરી દીધા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ત્રણેય મુસ્લિમ વિદ્યાર્થિની તેમની ‘મિત્ર’નો વિડીયો બનાવવા માંગતી હતી, પણ કોઈ બીજી યુવતીનો વિડીયો બની ગયો.

    આ બધો હોબાળો થયા બાદ ત્રણેયે કૉલેજ પ્રશાસન સામે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. બાદમાં ત્રણેયે પીડિત યુવતીને એક ‘માફીપત્ર’ લખ્યો હતો. તે સમયે આટલી ગંભીર ઘટનાને ‘પ્રેન્ક‘માં ખપાવી દેવા માટે પણ આખી એક ટોળકી ઉભી થઈ હતી. બીજી તરફ ત્રણેય સામે ગુનો નોંધવામાં આવતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. FSLના રિપોર્ટમાં આરોપીના હસ્તાક્ષર માફીપત્ર સાથે મેળ ખાતા હોવાનો ખુલાસો થયો છે. જોકે, CIDનો દાવો છે કે ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એન્ગલ નથી જણાઈ રહ્યો કે અન્ય કોઇ સંગઠનોની સંડોવણી પણ નથી.

    - Advertisement -

    આ મામલે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ફોનમાંથી ફોરેન્સિક પુરાવાઓ ભેગા કર્યા અને તપાસ દરમિયાન ત્રણેય યુવતીઓએ પણ પોતાનો ગુનો કબૂલ્યો છે. આ તમામ પુરાવાઓના આધારે અમે ચાર્જશીટ દાખલ કરી છે. યુવતીઓનું કહેવું છે કે તેમણે આ માત્ર ‘મજાક-મસ્તી’ માટે કર્યું હતું, પણ આમ કરવું એક દંડનીય અપરાધ છે.” અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, સંભવતઃ વિડીયો કોઇ સાથે શૅર કરવામાં આવ્યા ન હતા અને તુરંત ડિલિટ કરી દેવાયા હતા. જોકે, એજન્સી આ વિડીયો મેળવી શકે નથી.

    ઉલ્લેખનીય છે કે શાહબનાઝ, અલ્ફિયા અને અલીમથ ઉલ સફા વિરુદ્ધ IPCની કલમ 120 (અપરાધિક કાવતરું), 204 (ગુપ્ત રીતે ઇલેક્ટ્રિક રેકોર્ડ નષ્ટ કરવા બદલ), 509 (કોઈ પણ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડી અપમાનિત કરવાનો ઈરાદો) અને IT એક્ટની કલમ 66(e) (ગોપનીયતા ભંગ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પછીથી ત્રણેયને જામીન મળી ગયા હતા.

    શું હતી આખી ઘટના?

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કર્ણાટકના ઉડુપીની એક ખાનગી કોલેજના બાથરૂમમાં મોબાઈલ કેમેરા મળી આવ્યા હતા. કોલેજમાં જ અભ્યાસ કરતી ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીની શાહબનાઝ, અલ્ફિયા અને અલીમથ ઉલ સફા પર આ કેમેરા ગોઠવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો.

    શરૂઆતમાં વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતાં કોલેજ પ્રશાસને તપાસ તો શરૂ કરી હતી પરંતુ વિડીયો ડીલીટ થઇ ગયા હોવાનું કહીને વીંટો વાળી દીધો હતો. પરંતુ પછીથી મુદ્દો ચગતાં પોલીસે ત્રણ વિદ્યાર્થીનીઓ અને કોલેજ પ્રશાસન સામે ગુનો દાખલ કર્યો હતો.વિવાદ વકરતાં આ ત્રણેયને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ આખા મામલો મીડિયામાં ઊછળતાં સ્થાનિક પોલીસે પોતે જ સંજ્ઞાન લઈને કેસ દાખલ કર્યો હતો. બાદમાં કર્ણાટક સરકારે આ આખો કેસ CIDને સોંપી દીધો હતો. ત્યારે હવે તપાસ કર્યા બાદ તેમજ પુરાવાઓ એકઠા કરીને CID દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં