Tuesday, September 10, 2024
More
    હોમપેજદેશહિંસામુક્ત પૂર્વોત્તરની દિશામાં મોદી સરકારને વધુ એક સફળતા, TIPRA મોથા સાથે સમજૂતી...

    હિંસામુક્ત પૂર્વોત્તરની દિશામાં મોદી સરકારને વધુ એક સફળતા, TIPRA મોથા સાથે સમજૂતી પર હસ્તાક્ષર: ગૃહમંત્રી શાહે કહ્યું- આજનો દિવસ ત્રિપુરા માટે ઐતિહાસિક

    આ સમજૂતી અંતર્ગત ત્રિપુરાના મૂળનિવાસીઓનો ઇતિહાસ, ભૂમિ અને રાજનૈતિક અધિકારો, આર્થિક વિકાસ, ઓળખાણ, સંસ્કૃતિ અને ભાષા સાથે સંબંધિત તમામ મુદ્દાઓને સૌહાર્દપૂર્ણ તરીકે ઉકેલવા પર સહમતી બની હતી.

    - Advertisement -

    શનિવારે (2 માર્ચ 2024) કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ત્રિપુરા સરકાર અને રાજકીય પાર્ટી TIPRA મોથા વચ્ચે સ્થાનિક આદિવાસીઓની સમસ્યાઓના નિરાકરણ માટે ત્રિપક્ષીય સંમતિ પત્ર પર હસ્તાક્ષર થયા હતા. આ આખી કામગીરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કરવામાં આવી હતી. આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે, આજનો દિવસ ત્રિપુરા માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે હવે આપણે હિંસા અને વિવાદમુક્ત ત્રિપુરા તરફ વધી રહ્યા છીએ.

    ઉલ્લેખનીય છે કે આ સમજૂતી અંતર્ગત ત્રિપુરાના મૂળનિવાસીઓનો ઇતિહાસ, ભૂમિ અને રાજનૈતિક અધિકારો, આર્થિક વિકાસ, ઓળખાણ, સંસ્કૃતિ અને ભાષા સાથે સંબંધિત તમામ મુદ્દાઓને સૌહાર્દપૂર્ણ તરીકે ઉકેલવા પર સહમતી બની હતી. તેની સાથે જ સમાધાન સુનિશ્ચિત કરવા માટે સહમતીના આ મુદ્દાઓને સંબંધિત પારસ્પરિક સહમતીવાળા બિંદુઓ પર નિર્ધારિત સમયસીમામાં અમલ માટે એક સંયુક્ત સમિતિના ગઠન કરવા પર પણ સહમતી બની. આ સહમતી પર સહાયક માહોલ ટકાવી રાખવા માટે તમામ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે સહમતી લાગુ થયા બાદ કોઈ પણ પ્રકારનો વિરોધ કે આંદોલનનો સહારો ન લેવા પર પણ સમજૂતી થઈ હતી.

    આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને The Indigenous Progressive Regional Alliance (TIPRA) વચ્ચે મહત્વપૂર્ણ સહમતી હસ્તાક્ષર થયા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, “આ સહમતીથી આપણે ઈતિહાસનું સન્માન, ભૂલોમાં સુધારો અને આજની વાસ્તવિકતાને સ્વીકાર કરતાં ત્રણેયનો સુમેળ સાધીને ભવિષ્ય તરફ જોવાનું કામ કર્યું છે. કોઈ ઇતિહાસ નથી બદલી શકતું, પરંતુ ભૂલોમાંથી શીખીને આજની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને આગળ ચોક્કસ વધી શકાય છે. TIPRA મોથા અને તમામ જનજાતીય પાર્ટીઓએ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે TIPRA તરફે તેના સંસ્થાપક પ્રદયુત દેવવર્મા સહિતના આગેવાનોએ સહમતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સહમતી પર હસ્તાક્ષર થયા તે સમયે પ્રોફેસર ત્રિપુરા સીએમ ડૉ. માનિક સાહા, ગૃહમંત્રાલય અને ભારત સરકાર તેમજ ત્રિપુરા સરકારના અનેક મહત્વપૂર્ણ અધિકારીઓ હાજર હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં