Wednesday, September 18, 2024
More
    હોમપેજદેશ‘કદાચ પાછો નહીં આવું’ કહીને નીકળ્યા હતા અયોધ્યા, વૃદ્ધ મા-બાપને લાશ પણ...

    ‘કદાચ પાછો નહીં આવું’ કહીને નીકળ્યા હતા અયોધ્યા, વૃદ્ધ મા-બાપને લાશ પણ નહતી મળી: બલિદાની કારસેવકોમાંના એક હતા ભગવાન સિંઘ જાટ

    તેમણે પોતાની માતાના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, "મા, હું જાઉં છું. હવે કદાચ હું પાછો નહિ આવી શકું." હરિઓમ સિંઘનું કહેવું છે કે ત્યારે તેમની દાદી શિશકૌર દેવી સમજી શક્યા નહીં કે તેમનો પુત્ર અયોધ્યા જવાની વાત કરી રહ્યો છે. તેમને લાગ્યું કે ભગવાન સિંઘ મથુરા અથવા નજીકમાં જ ક્યાંક જઈ રહ્યા છે.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ પ્રતિમાની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દેશ-વિદેશના અનેક નામાંકિત લોકો હાજર રહેશે. સદીઓની પ્રતીક્ષા બાદ આવેલા આ અવસર પર હિંદુ સમાજ તે બલિદાનીઓને યાદ કરી રહ્યો છે જેમણે મુઘલોથી મુલાયમ યુગ સુધી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ જ્ઞાત-અજ્ઞાત બલિદાનીઓની સૂચિમાં ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી બલિદાની કારસેવક ભગવાન સિંઘ જાટનું નામ પણ છે. ઑપઇન્ડિયાએ ભગવાન સિંઘના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને હાલની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો.

    2 નવેમ્બર, 1990ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે ‘અયોધ્યા મેં પરિંદા ભી પર માર નહીં સકેગા’ની જાહેરાત કરી ત્યારે ભગવાન સિંઘ રામજન્મભૂમિ પાસે પહોંચી ગયા હતા. અહીં તેઓ તત્કાલીન સરકારના આદેશ પર જવાનો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીનો શિકાર બન્યા હતા. ભગવાન સિંઘ મૂળ અલીગઢ જિલ્લાના નાગલા બલરામ ગામના રહેવાસી હતા. હાલ તેમનો પરિવાર અલીગઢના અતુરા ગામમાં રહે છે. તેમનો પરિવાર ખેત-મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ભગવાન સિંઘને કુલ 3 ભાઈઓ હતા. અન્ય બે ભાઈઓ વિજય પાલ સિંઘ અને નેપાલ સિંઘનો સમાવેશ થાય છે. વિજય પાલ સિંઘનો ચાર વર્ષ વહેલા જ સ્વર્ગવાસ થયો છે. તેમને બે પુત્રો છે, જેમાંથી એક ખેડૂત છે અને બીજો યોગી સરકારમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો છે.

    ધર્મના પ્રચાર માટે ટાળી રહ્યા હતા લગ્ન

    ઑપઇન્ડિયાએ બલિદાની કારસેવક ભગવાન સિંઘ જાટના ભત્રીજા હરિઓમ સિંઘ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે વીરગતી સમયે તેમના કાકાની ઉંમર માત્ર 24 વર્ષની હતી. તેઓ નાનપણથી જ સંઘ (RSS)ની શાખાઓમાં જતા હતા. અલીગઢમાં પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભગવાન સિંઘ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મથુરા ગયા હતા. અહીં પણ તેઓ હિંદુત્વનો પ્રચાર કરતા રહ્યા. ભગવાન સિંઘ લગ્ન પણ કર્યા ન હતા. જ્યારે પરિવારના સભ્યો તેમના લગ્નની વાત કરતા ત્યારે તેઓ તેમની વાત ટાળી દેતા હતા.

    - Advertisement -
    બાલ્યકાલથી હતા સંઘના સ્વયંસેવક

    જઈ રહ્યો છું મા, કદાચ પાછો ન આવી શકું

    હરિઓમ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમના કાકા ભગવાન સિંઘને ખબર પડી કે અયોધ્યામાં કારસેવા માટે રામ ભક્તોનો જમાવડો શરૂ થઈ રહ્યો છે, ત્યારે તેઓ પોતાની જાતને રોકી શક્યા નહીં. અયોધ્યા જતા પહેલા ભગવાન સિંઘ મથુરાથી અલીગઢ સ્થિત પોતાના ઘરે આવ્યા હતા. અહીં તેમણે પોતાની માતાના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, “મા, હું જાઉં છું. હવે કદાચ હું પાછો નહિ આવી શકું.” હરિઓમ સિંઘનું કહેવું છે કે ત્યારે તેમની દાદી શિશકૌર દેવી સમજી શક્યા નહીં કે તેમનો પુત્ર અયોધ્યા જવાની વાત કરી રહ્યો છે. તેમને લાગ્યું કે ભગવાન સિંઘ મથુરા અથવા નજીકમાં જ ક્યાંક જઈ રહ્યા છે.

    હરિઓમ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, 28 ઓક્ટોબર, 1990ના રોજ તેમના કાકા ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે ચારે બાજુ એક પોલીસ પહેરો હતો. અલીગઢથી અયોધ્યાનું અંતર લગભગ 500 કિલોમીટર છે. તે સમયે રેલ અને બસ માર્ગ ઉપરાંત ગ્રામીણ વિસ્તારની પગદંડીઓ પર પણ મુલાયમ સિંઘે પહેરો ગોઠવી દીધો હતો. અયોધ્યા જવાવાળા કે પછી રામનું ભજન કરવાવાળા લોકોને પકડીને જેલમાં ટોર્ચર કરવામાં આવી રહ્યા હતા. હરિઓમ સિંઘના જણાવ્યા અનુસાર આટલો બંદોબસ્ત હોવા છતાં મુલાયમ સિંઘ સરકારની તમામ નાકાબંધીને ઓળંગીને અયોધ્યા પહોંચી ગયા હતા.

    હરિઓમ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે 2 નવેમ્બર 1990ના રોજ અયોધ્યામાં કારસેવકોના નરસંહારમાં તેમના કાકા પણ મૃતકોમાંના એક હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ભગવાન સિંઘની છાતીમાં ગોળી વાગી હતી. રામ જન્મભૂમિની આસપાસ જ તેમનું મૃત્યુ થયું હતું. 2 નવેમ્બર બાદ તેમના પરિવારને ભગવાન સિંઘના બલિદાનની જાણકારી આપવામાં આવી હતી.

    અનેક દિવસ ભટકતા રહ્યા વૃદ્ધ માતા-પિતા પણ ન મળી લાશ

    બલિદાની કારસેવક ભગવાન સિંઘ જાટના ભત્રીજા હરિઓમ સિંઘ અમારી સાથે વાત કરતા-કરતા ભાવુક થઈ ગયા. થોડીવાર મૌન રહ્યા બાદ તેમણે કહ્યું કે, દીકરાના મોતની માહિતી મળતા જ તેમના વૃદ્ધ દાદા-દાદી અયોધ્યા જવા રવાના થઈ ગયા. પ્રતિબંધને કારણે પહેલા તો તેમને અયોધ્યા પહોંચવામાં મુશ્કેલી પડી, પરંતુ અયોધ્યા પહોંચતા જ દીકરાનો મૃતદેહ શોધવો તે ઘાંસના ઢગલામાં સોઈ શોધવ જેટલું કપરું હતું. હરિઓમના દાદા જવાહર સિંઘ જાટે વૃદ્ધ પત્ની સાથે અનેક દિવસો સુધી પુત્રનો મૃતદેહ શોધતા રહ્યા પણ તેઓ અસફળ રહ્યા. અયોધ્યાની શેરીએ-શેરીએ ભટકીવ દરમિયાન શાસન અને પ્રશાસન સાથે જોડાયેલા લોકોએ પણ તેમની કોઈ મદદ ન કરી. અંતે ખાલી હાથ અને ઉદાસ મન સાથે વૃદ્ધ દંપતી પરત ફર્યું.

    જીવિત માતા આજે પણ સારે છે આંસુ

    હરિઓમ સિંઘને શંકા છે કે તે સમયે અયોધ્યામાં તૈનાત પોલીસકર્મીઓએ તેમના કાકાના મૃતદેહને સરયુ નદીમાં ફેંકી દીધો હતો. ભગવાન સિંઘના બલિદાન બાદ તેમના પિતા જવાહર સિંઘ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા. તેઓ આ દુઃખ વધુ ન જીરવી શક્યા અને થોડા સમય બાદ જ તેમનું મૃત્યુ થઇ ગયું. ભગવાન સિંઘના 92 વર્ષીય માતા શીશકૌર દેવી આજે પણ જીવિત છે. હરિઓમ સિંઘનું કહેવું છે કે પોતાના પુત્રનું અંતિમ વાર મો ન જોઈન શકવાનું દુઃખ તેમને આજે પણ છે. જો કે હરિઓમ સિંઘનો આખો પરિવાર અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણથી ખુશ છે. આ પરિવાર આ પ્રસંગને ભગવાન સિંઘના બલિદાનને સાર્થક ગણાવી રહ્યો છે.

    અમને કાકાના બલિદાન પર ગર્વ, જરૂર પડ્યે અમે પણ તૈયાર

    ભગવાન સિંઘના બલિદાનની યાદમાં અલીગઢમાં આજે પણ તેમનું સ્મૃતિ ચિહ્ન બનાવવામાં આવ્યું છે. આ સ્મૃતિ ચિહ્ન એક નાનકડી મૂર્તિના રૂપે તેમના પૈતૃક ગામ નગલા બલરામાં બનાવવામાં આવી છે. મૂર્તિ ભગવાન સિંઘની જ જમીન પર તેમના પરિવારજનોએ બનાવડાવી છે. હરિઓમ સિંઘે આશા દર્શાવી છે કે તેમના કાકાનું એક સ્મૃતિ ચિહ્ન ભગવાન રામના નવનિર્મિત મંદિરમાં પણ હશે. હરિઓમ સિંઘના જણાવ્યા અનુસાર આ સ્મૃતિ અગણિત લોકોને ધર્મ માટે લડવા પ્રેરણા આપશે. તેમણે એમ પણ કહ્યું કે તેમને તેમના કાકાના બલિદાન પર ગર્વ છે અને જરૂર પડ્યે તેઓ પણ રામના નામે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છે.

    હરિઓમ સિંઘને 3 ભાઈઓ છે. તેમના પિતા નેપાલ સિંઘ ખેડૂત છે. નેપાલ સિંઘનો મોટો પુત્ર ઉત્તર પ્રદેશ પોલીસમાં છે અને ગાઝિયાબાદમાં તૈનાત છે. આ સાથે જ હરિઓમ સિંઘે અનેક ડિગ્રીઓ મેળવી છે. તેઓ તેમના નાના અને ત્રીજા ભાઈ સાથે શિક્ષક ભરતીની તૈયારીમાં વ્યસ્ત છે. હરિઓમ સિંઘ પણ ઈચ્છે છે કે, વર્તમાન સરકાર તેમના સાથે અયોધ્યા રામજન્મભૂમિ આંદોલનમાં બલિદાન થયેલા અન્ય હુતાત્માઓના પરિવારજનો પર ધ્યાન આપે. સાથે જ હરિઓમ ઈચ્છે છે કે તમામ બલિદાનીઓના પરિવારોને રામજન્મભૂમિ દર્શન માટે વ્યવસ્થા કરી આપવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં