Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્વામી દીપાંકર હિંદુઓને જોડવા 204 દિવસથી 'ભિક્ષા યાત્રા' પર: જાતીવાદ અને નશો...

    સ્વામી દીપાંકર હિંદુઓને જોડવા 204 દિવસથી ‘ભિક્ષા યાત્રા’ પર: જાતીવાદ અને નશો છોડાવવા લેવડાવી રહ્યા છે શપથ, 5 લાખથી વધુ લોકો લઈ ચુક્યા છે સંકલ્પ

    ઑપઇન્ડિયા સાથે આગળ વાત કરતા સ્વામી દીપાંકરે વધુમાં જણાવ્યું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિઓમાં વિભાજીત થયેલા સનાતનને હિંદુના રૂપે સંગઠિત કરવાનો છે. તેમને જાગૃત કરવા જરૂરી છે કે જાતિવાદમાં વિભાજીત થયા વગર હિંદુ બનીને રહો. તેમણે જણાવ્યું કે "માત્ર હિંદુ હોવાનો મહાસંકલ્પ જ આ યાત્રાનો સાર છે."

    - Advertisement -

    ભારતીય સનાતન પદ્ધતિમાં ભિક્ષાટન એ સંન્યાસીઓની એક મહત્વપૂર્ણ અને આવશ્યક પરંપરા છે. તેનાથી તેઓ માત્ર અહંકાર અને અહમનો ત્યાગ જ નથી કરતા પરંતુ સમાજમાં ઊંડાણથી જોડાય છે, જેનાથી સમાજની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. ભગવાન વિષ્ણુના પરમઅવતારોમાંના એક ભગવાન બુદ્ધથી માંડી ગુરુ ગોરખનાથ, મચ્છેન્દ્રનાથ, દધીચિ, ભર્તુહરિ, આચાર્ય શંકર આદિએ પણ ભિક્ષાટન પરંપરાને અપનાવી અને સમાજને જાગૃત તેમજ પ્રકાશમય બનાવ્યો. ત્યારે વર્તમાન સમયમાં હિંદુઓને એક કરી જાતિવાદ અને નશો છોડાવવાના સંકલ્પ સાથે સ્વામી દીપાંકર 204 દિવસથી ભિક્ષા યાત્રા પર નીકળ્યા છે.

    સનાતનનો ભેખ પહેરેલા યુવા સંન્યાસી સ્વામી દીપાંકર છેલ્લા 6 મહિના કરતા પણ વધુ સમયથી આ ભિક્ષા યાત્રા પર નીકળ્યા છે. તેઓ સંન્યાસી પરંપરા અનુસાર લોકો પાસે ભિક્ષા તો લઈ જ રહ્યા છે, પરંતુ તેમની આ ભિક્ષા કંઇક વિશેષ અને અલગ પ્રકારની છે. તેઓ લોકો પાસે સંકલ્પની ભિક્ષા લઈ રહ્યા છે.

    સ્વામી દીપાંકર ભિક્ષા યાત્રા પર નીકળ્યા તેના 204માં દિવસે તેઓ પશ્ચિમી ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ અને સરહાનપુર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતા સ્વામીજીએ જણાવ્યું કે, “આ ભિક્ષા યાત્રામાં લોકો પાસે 2 ભિક્ષાઓ લેવામાં આવી રહી છે, પ્રથમ ભિક્ષા જાતિઓમાં ન વહેંચાઇને એક માત્ર હિંદુ બનવાની ભિક્ષા આપો અને બીજી ભિક્ષા છે એક યુદ્ધ નશાના વિરુદ્ધ.”

    - Advertisement -

    હિંદુઓને સંગઠિત કરવા માટે ભિક્ષા યાત્રાની તાતી જરૂરિયાત પર ભાર આપતા સ્વામી દીપાંકર જણાવે છે કે, “1990માં જયારે કાશ્મીરથી પંડિતો નીકળ્યા તો તેઓ હિંદુ ન હતા, તેઓ પંડિત બનીને નીકળ્યા હતા. જો તેઓ હિંદુ હોત તો સમાજ તેમની સાથે ઉભો રહ્યો હોત. એક થવું ખુબ જ જરૂરી છે, જો એક નહી થઈએ તો આ પ્રકારે જાતિય જનગણના થતી રહેશે.”

    જાતિય જનગણનાનો હિંદુઓના જનમાનસ પર પડતા પ્રભાવ વિષે તેઓ જણાવે છે કે, “જાતિની જનગણના થશે તો ફરી એકવાર તમારા ભાગલા પાડવામાં આવશે. જરા વિચાર કરો… ખ્રિસ્તીઓમાં ક્યારે પછાત-અતિ પછાત નથી થયું, મુસ્લિમોમાં પછાત-અતિ પછાત નથી થયું , માત્ર હિંદુઓમાં જ પછાત, અતિ પછા અને મહા પછાત બધું જ થઈ ગયું.”

    હિંદુઓને જોડવા માટે “ભિક્ષા યાત્રા જ કેમ”ના સવાલ પર સ્વામી દીપાંકર જણાવે છે કે આ અતિ પ્રાચીન ભારતીય પરંપરા છે. ભારતમાં બૌદ્ધોએ ભિક્ષા માંગી છે, દધીચિએ ભિક્ષા માંગી છે, અને ગુરુકુળ પરંપરામાં બ્રહ્મચારીઓને ભિક્ષા માંગવાની અનુમતી હતી. સ્વામીજીનું કહેવું છે કે તેઓ તે જ પરંપરાને આગળ વધારતા ભિક્ષા યાત્રા પર નીકળ્યા છે.

    સ્વામી દીપાંકરનું કહેવું છે કે તેમની આ ભિક્ષા યાત્રાને લોકોનું અપાર સમર્થન મળી રહ્યું છે, આ યાત્રામાં અત્યાર સુધી 5 લાખથી વધુ લોકો સંકલ્પ લઈ ચુક્યા છે. આ લોકોએ જાતિઓમાં ન વહેંચાઈને એક માત્ર હિંદુ બનવાનો સંકલ્પ લીધો છે. સ્વામી દીપાંકરનું કહેવું છે કે 23 નવેમ્બર 2023 સુધી ચાલવાવાળી આ યાત્રાના સમાપન સુધીમાં તેઓ 10 લાખથી વધુ લોકોને જાતિઓના વાડામાંથી બહાર લાવીને એક માત્ર હિંદુ હોવાનો સંકલ્પ અપાવશે.

    વાસ્તવમાં જાતિવાદ અને નશાથી લોકોને ઉગારવા માટે 23 નવેમ્બર 2022થી સ્વામી દીપાંકર દ્વારા આ ભિક્ષા યાત્રા પશ્ચિમી ઉત્તર પ્રદેશથી શરુ કરવામાં આવી હતી. સ્વામીજીના જણાવ્યા અનુસાર 23 નવેમ્બર 2023 સુધી આ ક્ષેત્રના કુલ લગભગ 26 જિલ્લાઓ કવર કરી રહ્યા છે, જેમાં 14-15 જિલ્લાઓ સુધી તેઓ પહોંચ્યા છે. આ બધા વચ્ચે યુપીની પંચાયત ચૂંટણી શરુ થઈ ગઈ અને આચારસંહિતા લાગવાના કારણે તેઓ ઉત્તરાખંડ અને દિલ્હીમાં યાત્રા કરવા લાગ્યા. આ દરમિયાન તેમણે 8 થી 10 જગ્યાઓ પર યાત્રા કરી.

    આ યાત્રાનો ઉદ્દેશ્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માંગ તો નથીને? આ પ્રશ્ન પર સ્વામીજીએ જણાવ્યું કે, “આપ હિંદુ હોવ તો થઈ જાઓ, એક વાર માત્ર હિંદુ થઈ જશો તો તેના માટે (હિંદુ રાષ્ટ્ર માટે) કહેવું નહીં પડે.” તેમણે જણાવ્યું કે તેમની ભિક્ષા યાત્રાને સ્થાનિક લોકો સાથે-સાથે સાધુ-સંતોનો પર ભરપુર સહયોગ મળી રહ્યો છે.

    હિંદુ રાષ્ટ્રની માંગને લઈને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે મળીને કામ કરવાના પ્રશ્ન પર સ્વામી દીપાંકર જણાવે છે કે, “તે કાળના ગર્ભમાં છુપાયેલું છે. આપણને લાગે છે કે દરેક વ્યક્તિ પોતાની નિયતિ પોતે જ નક્કી કરે છે. દેરક સન્યાસીનું પોતાનું કર્તવ્ય છે, અને સન્યાસીને પોતાના કર્તવ્યોનું નિર્વહન સ્વયં કરવું જોઈએ. અમે ક્યારેય કોઈનાથી અલગ રહ્યાં જ નથી.”

    ઑપઇન્ડિયા સાથે આગળ વાત કરતા સ્વામી દીપાંકરે વધુમાં જણાવ્યું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિઓમાં વિભાજીત થયેલા સનાતનને હિંદુના રૂપે સંગઠિત કરવાનો છે. તેમને જાગૃત કરવા જરૂરી છે કે જાતિવાદમાં વિભાજીત થયા વગર હિંદુ બનીને રહો. તેમણે જણાવ્યું કે “માત્ર હિંદુ હોવાનો મહાસંકલ્પ જ આ યાત્રાનો સાર છે.”

    સ્વામી દીપાંકર તેમની ભિક્ષા યાત્રા સફળ થશે તેના પર જણાવે છે કે, “લોકોમાં હવે એક સ્પાર્ક (તણખો) દેખાઈ રહ્યો છે. પહેલા લોકોની ગાડીઓ પાછળ જાટ, ગુજ્જર, બ્રાહ્મણ, વાણીયા લખેલું જોવા મળતું હતું, પરંતુ હવે હિંદુ લખેલું જોવા મળે છે. મોબાઈલના કવરથી માંડીને લગ્ન પ્રસંગની પત્રિકાઓ સુધી હિંદુ લખેલું વાંચવું હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે, અને તે જોવું સુખદ લાગી રહ્યું છે.” તેમણે જણાવ્યું કે યાત્રા સંપન્ન થવા સુધીમાં તેના હજુ વધું સકારાત્મક પરિણામો જોવા મળશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં