Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતસુરત એરપોર્ટને ‘ઇન્ટરનેશનલ એરપોર્ટ’નો દરજ્જો અપાયો, દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી: 17મીએ નવા...

    સુરત એરપોર્ટને ‘ઇન્ટરનેશનલ એરપોર્ટ’નો દરજ્જો અપાયો, દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી: 17મીએ નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (17 ડિસેમ્બર) સુરત આવી રહ્યા છે. તેઓ સુરત ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ સુરત એરપોર્ટના નવા બનેલા ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અંગે પણ આધિકારિક ઘોષણા કરીને તેને શરૂ કરાવશે. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે મંજૂરી આપી છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં શુક્રવારે (15 ડિસેમ્બર, 2023) કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    સરકારે જણાવ્યું કે, આ એરપોર્ટ ન માત્ર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગેટ વે જ નહીં બને પરંતુ ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટની સવલતો પણ પૂરી પાડશે. આગળ કહેવામાં આવ્યું કે, આ નિર્ણયથી સુરતના આર્થિક વિકાસમાં પણ વેગ આવશે અને વિસ્તારમાં સમૃદ્ધિનો એક નવો યુગ શરૂ થશે, જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે. 

    કેન્દ્ર સરકારની અખબારી યાદી જણાવે છે કે, સુરત ભારતમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં અભૂતપૂર્વ ઔદ્યોગિક વિકાસ થયો છે. સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળવાથી આર્થિક વિકાસ વધશે, વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળશે અને રાજદ્વારી સંબંધો પણ મજબૂત થશે. પેસેન્જર અને કાર્ગો ઓપરેશનોમાં વધારો થવાથી આ ઇન્ટરનેશનલ સ્ટેટ્સ વિસ્તારના વિકાસમાં નોંધપાત્ર વધારો થશે તેમ પણ ઉમેરવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (17 ડિસેમ્બર) સુરત આવી રહ્યા છે. તેઓ સુરત ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ સુરત એરપોર્ટના નવા બનેલા ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ અંગે પણ આધિકારિક ઘોષણા કરીને તેને શરૂ કરાવશે. 

    સુરતથી હવે દુબઈ અને હોંગકોંગની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે આ માહિતી આપી હતી. તેમણે જાણકારી આપતાં કહ્યું હતું કે, સુરત એરપોર્ટથી 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે અને જેના કારણે સુરતની આંતરરાષ્ટ્રિય એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. 

    જાણકારી અનુસાર, દુબઈથી સુરતને જોડતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સુરતથી સવારે 9:20 વાગ્યે ઊપડશે, જે દુબઈ 11:10 વાગ્યે પહોંચશે. જ્યાંથી 12:10 વાગ્યે ઉપડીને 4:40 વાગ્યે પરત સુરત આવશે. ઈન્ડિગો પણ સુરત-દુબઈની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે, પરંતુ તેનું શિડ્યુલ હજુ સામે આવ્યું નથી. આ જ રીતે સુરત-હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.

    ગુજરાત પાસે હાલ 2 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. અમદાવાદ અને રાજકોટ. રાજકોટના હીરાસરમાં નિર્માણ પામેલ એરપોર્ટ તાજેતરમાં જ કાર્યરત કરવામાં આવ્યું હતું. જોકે, તેમાં મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગ બની ગયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થશે. હવે સુરતને પણ આ દરજ્જો આપવામાં આવ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં