Sunday, April 28, 2024
More
    હોમપેજદેશસરસ્વતી પ્રતિમાના વિસર્જન દરમિયાન કસાઈ મહોલ્લામાં વરસ્યા પથ્થર, એસિડ એટેકનો પણ દાવો:...

    સરસ્વતી પ્રતિમાના વિસર્જન દરમિયાન કસાઈ મહોલ્લામાં વરસ્યા પથ્થર, એસિડ એટેકનો પણ દાવો: બિહારના દરભંગાની ઘટના, સીતામઢીમાં પણ વિસર્જન યાત્રા પર પથ્થરમારો

    આ દરમિયાન સરસ્વતી માતાની મૂર્તિ પણ તોડી નાંખવામાં આવી હતી, જે બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી ટોળાએ મકાનો અને દુકાનોમાં પણ તોડફોડ કરી હતી. આ દરમિયાન અનેક વાહનોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી.

    - Advertisement -

    બિહારના દરભંગા અને સીતામઢીમાં 15 ફેબ્રુઆરી, 2024ના રોજ માતા સરસ્વતીની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારા અને હિંસાની ઘટના સામે આવી છે. પ્રથમ ઘટના દરભંગાની છે, જ્યાં મૂર્તિ વિસર્જન માટે નીકળેલી યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો અને એસિડ ફેંકવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે મૂર્તિ વિસર્જન યાત્રા મસ્જિદથી થોડે દૂર પહેલાં વળી રહી હતી તે દરમિયાન તેના પર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો.

    અહેવાલો અનુસાર, આ ઘટના ભાલપટ્ટી ઓપીની મુડિયા પંચાયતમાં સ્થિત કસાઈ ટોલાની છે. સાંજે લગભગ 5 વાગ્યે મૂર્તિ વિસર્જન માટે જઈ રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મૂર્તિ વિસર્જન માર્ગથી બે ટ્રેક્ટરોને પહેલાં જ પરત મોકલી દેવામાં આવ્યાં હતાં. પથ્થરમારાની આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટ મુજબ પથ્થરમારો શરૂ થતાં જ અચાનક ભાગદોડ મચી ગઈ હતી, લોકો પ્રતિમાને છોડીને ત્યાંથી પલાયન કરવા મજબૂર થયા હતા. આ દરમિયાન સરસ્વતી માતાની મૂર્તિ પણ તોડી નાખવામાં આવી હતી, જે બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

    ત્યારબાદ ટોળાએ મકાનો અને દુકાનોમાં તોડફોડ પણ કરી હોવાનું કહેવાય છે . આ દરમિયાન અનેક વાહનોને નિશાન બનાવવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળ્યું. આ હુમલાની જાણ થતાં જ દરભંગાના ડીએમ, એસએસપી અને મોટી સંખ્યામાં પોલીસ દળોએ ઘટનાસ્થળે પહોંચીને લોકોને શાંત પાડ્યા હતા.

    - Advertisement -

    ભાલપટ્ટી પોલીસ સ્ટેશનમાં તૈનાત રાજકુમાર કુમાર યાદવે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “યાત્રાના માર્ગ પરિવર્તનને લઈને અચાનક તણાવ સર્જાયો હતો. આ યાત્રા કસાઈ મહોલ્લામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ યાત્રા મસ્જિદની નજીકથી પસાર થઈ રહી હતી, તો તેમણે સ્પષ્ટ ના પાડી હતી. તેમણે કહ્યું, “લોકો મસ્જિદની નજીક પહોંચ્યા ન હતા, તેમ છતાં આ હુમલો થયો હતો.” આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    ડીએમ રાજીવ રૌશને કહી આ વાત

    ઘટના બાદ દરભંગાના ડીએમ રાજીવ રોશને પોતે આખી રાત અશાંતિના સ્થળે હાજર રહ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં ડીએમ રાજીવ રોશને કહ્યું કે, “મુરિયા પંચાયતમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. અમે બંને પક્ષો સાથે વાટાઘાટો કરી અને વિસર્જનનું કામ આગળ વધાર્યું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “મૂર્તિ વિસર્જનનો માર્ગ ક્યાંથી વાળવો ત્યાંથી જ આ વિવાદ શરૂ થયો હતો. જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘણા મકાનોના શૅડ પણ તૂટી ગયા છે.” ડીએમએ કહ્યું કે ઉપદ્રવીઓની ઓળખ થઈ ગઈ છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસિડ ફેંકવાના મામલે તેમણે કહ્યું કે, આવી વાત બહાર આવી રહી છે, તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

    દરભંગા સદર સબ-ડિવિઝનલ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સાંજે પાંચ વાગ્યે ભાલપટ્ટી પોલીસ સ્ટેશનના મુરિયા ગામમાં સરસ્વતી પ્રતિમાના વિસર્જન દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મેજિસ્ટ્રેટ પણ નજર રાખી રહ્યા છે. તપાસ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સ્થળ પર શાંતિ છે.”

    સોશિયલ મીડિયા પર હુમલાના વિડીયો વાયરલ

    આ ઘટનાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ઇસ્લામી ટોળાએ સરસ્વતી પૂજા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા પર હુમલો કર્યો હતો. તેમણે માતા સરસ્વતીની મૂર્તિ તોડી. આ દરમિયાન હિંદુઓનાં ઘરો પર હુમલો થયો, અનેક લોકો ઘાયલ થયા.”

    સ્વરાજ્યનાં પત્રકાર સ્વાતિ ગોયલ શર્માએ દરભંગા હિંસાના અમુક વિડીયો શૅર કર્યા છે. તેમણે લખ્યું કે, “આ વિડીયો બિહારના દરભંગાના છે. અહીં સરસ્વતી પૂજા કાર્યક્રમ દરમિયાન તેઓ કસાઇ મહોલ્લા પહોંચતાં જ આ હુમલો કરવામાં આવ્યો હતો. એક હિંદુ તહેવારને હિંસક ઘટનાક્રમમાં ફેરવી નાખવામાં આવ્યો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.”

    સીતામઢીમાં પણ હુલ્લડ, અનેક લોકો ઘાયલ

    દરભંગાની જેમ સીતામઢીમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ભાસ્કરના અહેવાલ મુજબ સીતામઢીના પરિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતા સરસ્વતીની પ્રતિમાનું વિસર્જન કરવા જઇ રહેલા હિંદુઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના મસાહા ટોલા વોર્ડ નંબર 13ની છે. જાણકારી અનુસાર મૂર્તિ વિસર્જન માટે કાઢવામાં આવેલી યાત્રા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા, ત્યારબાદ જવાબમાં બીજી બાજુથી પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં પણ અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રાજકુમાર ગૌતમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. હાલ અહીં પણ સ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં