Monday, April 29, 2024
More
    હોમપેજદેશ'કોંગ્રેસ વધી-ઘટી ઉર્જા પાર્ટીને બચાવવા માટે વાપરે, પોતે ભીષણ આર્થિક સંકટથી ઘેરાયેલી...

    ‘કોંગ્રેસ વધી-ઘટી ઉર્જા પાર્ટીને બચાવવા માટે વાપરે, પોતે ભીષણ આર્થિક સંકટથી ઘેરાયેલી છે’: મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પડશે વધુ એક વિકેટ, સંજય નિરુપમેં કહ્યું- સમય પૂર્ણ, હવે થશે નિર્ણય

    સંજય નિરુપમ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ચહેરો છે. મહારાષ્ટ્રમાં MVA (મહા વિકાસ આઘાડી)ની સહભાગી શિવસેના (UBT)એ અત્યાર સુધીમાં કુલ 21 બેઠકો પર ઉમેદવારો ઘોષિત કરી દીધા છે કારણકે તેઓ વર્ષ 2009માં મુંબઈ નોર્થથી ચૂંટણી જીતેલા છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને કોણ જાણે કેટલા ફટકા પડ્યા છે. તેવામાં હવે ‘મુંબઈ રીજનલ કોંગ્રેસ કમિટી’ના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમ કોંગ્રેસ પાર્ટીને રામ-રામ કહેવાની તૈયારીમાં છે. તેમના પર કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, પાર્ટીએ તેમને સ્ટાર પ્રચારકના લીસ્ટમાંથી પણ કાઢી મુક્યા છે. આ પહેલા અશોલ ચવ્હાણ અને મિલિંદ દેવડા પાર્ટી છોડી ચુક્યા છે. ત્યારે વધુ એક ચહેરો પાર્ટી છોડે તેવા આસાર છે.

    મળતી માહિતી અનુસાર કોંગ્રેસ નિરુપમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ પાર્ટી કશું કરે તે પહેલા જ સંજય નિરુપમે સોશિયલ મીડિયા પર વિસ્ફોટ કર્યો છે. તેમણે X પર લખ્યું કે, “કોંગ્રેસ પાર્ટી મારા માટે વધુ ઉર્જા અને સ્ટેશનરી નષ્ટ ન કરે, પરંતુ પોતાની વધી-ઘટી ઉર્જા અને સ્ટેશનરીનો ઉપયોગ પાર્ટીને બચાવવા માટે કરે. આમ પણ પાર્ટી આર્થિક સંકટથી ગુજરી રહી છે. મેં જે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો તે આજે પૂર્ણ થઈ ગયો છે. કાલે હું પોતે નિર્ણય કરીશ.”

    ઉલ્લેખનીય છે કે સંજય નિરુપમ કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ચહેરો છે. મહારાષ્ટ્રમાં MVA (મહા વિકાસ આઘાડી)ની સહભાગી શિવસેના (UBT)એ અત્યાર સુધીમાં કુલ 21 બેઠકો પર ઉમેદવારો ઘોષિત કરી દીધા છે કારણકે તેઓ વર્ષ 2009માં મુંબઈ નોર્થથી ચૂંટણી જીતેલા છે. સંજય ઉત્તર પશ્ચિમ મુંબઈથી લોકસભા લડવા માંગતા હતા. પરંતુ આ બેઠક પર શિવસેના (UBT)ના અમોલ કીર્તિકરને મેદાને ઉતાર્યા છે.

    - Advertisement -

    સંજય નિરુપમનો દાવો છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી કોંગ્રેસને દબાવી રહી છે, મુંબઈમાં તેમણે 6માંથી 5 સીટો પાર્ટી પાસેથી આંચકી લીધી છે. તેમણે તેવો પણ આરોપ લગાવ્યો હતો કે આ મહાનગરમાં કોંગ્રેસને ખતમ કરવાનું કાવતરું છે.

    સંજય નિરૂપમ વર્ષ 1996થી 2006 સુધી રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે. તેઓ વ્યવસાયે પત્રકાર છે. તેઓ ‘જનસત્તા’ અને શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કામ કરી ચુક્યા છે. સંજય નિરુપમ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્ર્વક્તા પણ રહી ચુક્યા છે. તેઓ બિહારમાં પાર્ટી સેક્રેટરીની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. વર્ષ 2013-14માં પાર્ટી તરફે લોકસભા બજેટ પર દલીલો કરવાની શરૂઆત પણ તેમના દ્વારા જ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં