Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપનાં મહિલા નેતાને મળી હતી હત્યા-રેપની ધમકીઓ, સમાજવાદી પાર્ટીનો ટ્વિટર હેન્ડલ સંચાલક...

    ભાજપનાં મહિલા નેતાને મળી હતી હત્યા-રેપની ધમકીઓ, સમાજવાદી પાર્ટીનો ટ્વિટર હેન્ડલ સંચાલક પકડાયો: અખિલેશ પોલીસ મથકે દોડી ગયા

    ભાજપ નેતાએ ફરિયાદમાં કહ્યું હતું કે, 'સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે, જો મને કંઈ થશે તો તેની જવાબદારી અખિલેશ યાદવની રહેશે.'

    - Advertisement -

    સમાજવાદી પાર્ટીના મીડિયા સેલના ટ્વિટર ઓપરેટરની પોલીસે ધરપકડ કરી છે. તેની ઓળખ મનીષ જગન અગ્રવાલ તરીકે થઇ છે. યુપીની હઝરતગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. મનીષ જગન અગ્રવાલ પર ટ્વિટર હેન્ડલ મારફતે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. આ બાબતે તેની સામે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ઘણા કેસ નોંધાયા છે. બીજી તરફ, પોતાના કાર્યકરની ધરપકડની જાણ થતાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પોલીસ મથકે દોડી ગયા હતા.

    પોલીસ મથકે પહોંચેલા અખિલેશ યાદવે ચા પીવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, તેઓ પોલીસ મથકની ચા પીશે નહીં અને ચા પોતાની સાથે જ લાવશે. અમે પી નહીં શકીએ, ઝેર આપી દેશે? અમે બહારથી મંગાવી લઈશું.”

    2 દિવસ પહેલાં ભાજપ નેતા ડૉ. ઋચા રાજપૂતે કેસ નોંધાવ્યો હતો

    6 જાન્યાઆરીએ લખનઉમાં બીજેપી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ડૉ. ઋચા રાજપૂતે સમાજવાદી મીડિયા સેલ નામના ટ્વિટર એકાઉન્ટ સામે બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. સાથે જ જો પોતાને કંઈ થાય તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જવાબદાર હશે તેવું પણ કહ્યું હતું. ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા પ્રભારી ઋચા રાજપૂતે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે, જો મને કંઈ થશે તો તેની જવાબદારી અખિલેશ યાદવની રહેશે.’ રિચાની ફરિયાદ પર લખનઉ પોલીસે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો.

    - Advertisement -

    ભાજપ નેતા ઋચા રાજપૂતે આરોપ લગાવ્યો હતો કે સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ અભદ્ર ભાષાનો સતત ઉપયોગ થઈ રહ્યો છે

    અગાઉ RSS સાથે સંકળાયેલા પ્રમોદ કુમાર પાંડેએ SP મીડિયા સેલ @MediaCellSP અકાઉન્ટ સંચાલક સામે વિભૂતીખંડ પોલીસ મથકે કેસ નોંધાવ્યો હતો. તેમણે પણ અભદ્ર ભાષાના ઉપયોગનો આરોપ લગાવ્યો હતો. એક મહિલા પત્રકારની સાથે બીજા બે પત્રકારોએ પણ લખનઉના અલગ-અલગ સ્થળોએ એસપી મીડિયા સેલ @MediaCellSP વિરુદ્ધ તેમની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં