Saturday, June 22, 2024
More
  હોમપેજદેશ‘આકાશમાં સળગતી લાલ લાઇટ, નીચે કારસેવકો પર થતો ગોળીબાર’: બલિદાનીઓના પરિવારોનો દાવો-...

  ‘આકાશમાં સળગતી લાલ લાઇટ, નીચે કારસેવકો પર થતો ગોળીબાર’: બલિદાનીઓના પરિવારોનો દાવો- નરસંહારમાં સાંસદ રહી ચૂકેલા મુન્નન ખાઁનો પણ હાથ

  1990માં અયોધ્યામાં તૈનાત રહેલા એક પોલીસ અધિકારીએ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. નામ ન આપવાની શરતે, ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ષ 1990માં તેમને માહિતી મળી હતી કે બલરામપુર જિલ્લાના સાંસદ મુન્નન ખાઁ તેમના સહયોગીઓ સાથે કારસેવકોનો નરસંહાર કરનારાઓમાં સામેલ છે.

  - Advertisement -

  સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના નજીકના સ્વામી પ્રસાદ મૌર્યે બુધવારે (10 જાન્યુઆરી, 2024) એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . આ નિવેદનમાં તેમણે વર્ષ 1990માં કારસેવા કરવા અયોધ્યામાં ગયેલા રામભક્તોને ઉપદ્રવી ગણાવ્યા છે અને મુલાયમ સિંઘ યાદવના આદેશ પર કરવામાં આવેલા ફાયરિંગને યોગ્ય ઠેરવ્યું છે. આ નિવેદનનો સમગ્ર દેશમાં જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટીમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ઑપઇન્ડિયાની ટીમે અયોધ્યાના સ્થાનીક નિવાસીઓની સાથે-સાથે બલિદાની અને જીવિત કારસેવકોના પરિજનોને મળીને વર્ષ 1990માં થયેલા સામૂહિક નરસંહાર વિશેની માહિતી મેળવી હતી. આ દરમિયાન અમને નરસંહારમાં મુન્નન ખાઁ નામના નેતાની સંડોવણીની માહિતી પણ મળી હતી. આ દરમિયાન તે કારસેવકોની પણ હત્યા થઈ હોવાની માહિતી મળી જે વિવાદિત ઢાંચાથી ઘણા દૂર હતા.

  સાંસદ મુન્નન ખાઁને કોણે આપ્યો હતો નરસંહારનો અધિકાર?

  1990માં અયોધ્યામાં તૈનાત રહેલા એક પોલીસ અધિકારીએ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. નામ ન આપવાની શરતે, ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ષ 1990માં તેમને માહિતી મળી હતી કે બલરામપુર જિલ્લાના સાંસદ મુન્નન ખાઁ તેમના સહયોગીઓ સાથે કારસેવકોનો નરસંહાર કરનારાઓમાં સામેલ છે. મુન્નન ખાઁનું પૂરું નામ ‘ફસી ઉર રહેમાન’ હતું. આ ભૂતપૂર્વ અધિકારીએ અમને જણાવ્યું કે મુન્નન ખાઁ દ્વારા કારસેવકો પર હુમલાની માહિતી સ્થાનિક વહીવટીતંત્રથી સરકાર સુધી હતી. જોકે, તે સમયના રાજકારણમાં તેમનું કદ એટલું મોટું હતું કે તેમની સામે કોઈ પગલાં લેવાનું તો છોડો, તેમનું નામ પણ સામે આવ્યું ન હતું. આ ઘટનાના સાક્ષી બનેલા રૂદૌલીના કેટલાક બચી ગયેલા કારસેવકોએ પણ ઑપઇન્ડિયા સાથે વાત કરતા મુન્નન ખાઁનું નામ લીધું હતું.

  આ કારસેવકોએ જણાવ્યું કે મુન્નન ખાઁ અયોધ્યામાં પોલીસનો યુનિફોર્મ પહેરીને બસમાં તેના સાથીદારો સાથે ફરતો હતો. તે રસ્તા પર ચાલતા કારસેવકોને કહેતો હતો કે, “આવો બસમાં બેસી જાઓ. ચાલો તમને અયોધ્યાનો પ્રસાદ આપીએ.” જ્યાં ચાલતી વખતે પણ કારસેવકો પકડી લેવામાં આવતા હતા, નરસંહાર થતો હતો, ત્યાં મુન્નન ખાઁને નકલી પોલીસ બનીને બસ લઈને ફરવાની છૂટ કેવી રીતે મળી તે કોઈપણ કારસેવકને ખબર નથી.

  - Advertisement -

  બલિદાની કારસેવક રામ અચલ ગુપ્તાના પુત્ર સંજય અને રામ બહાદુર વર્માના પુત્ર કાલી સહાયે પણ કારસેવકોના નરસંહારમાં સાંસદ મુન્નન ખાઁને સીધો સામેલ હોવાનો દાવો કર્યો હતો. કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે, મુન્નન ખાઁએ પોતાના સાથીઓ સાથે મળીને ના માત્ર કારસેવકો પર બોમ્બ વિસ્ફોટ કર્યા, પરંતુ પોલીસ બનીને ઘણા રામભક્તોને બસમાં બેસાડીને કયા લઈ ગયો તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

  મુન્નન ખાઁ વર્ષ 1985થી 1989 સુધી ગોંડા જિલ્લાના કટરા વિધાનસભા મતવિસ્તારનો ધારાસભ્ય હતો. આ પછી તે 1989થી 1991 સુધી બલરામપુર જિલ્લાનો સાંસદ રહ્યો હતો. મુન્નન ખાઁને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના મોટા નેતાઓના નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. ગોંડા જિલ્લાના એક ચોકનું નામ પણ તેના નામ પર રાખવામાં આવ્યું છે. 2009માં તેનું મૃત્યુ થયું હતું.

  સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી દુખી બલિદાની કારસેવકોના પરિજનોએ જાણવા માંગે છે કે, મુન્નન ખાઁ દ્વારા કારસેવકોની હત્યા સમાજવાદી પાર્ટીના સમર્થકો દ્વારા કઈ રીતે કાયદેસર છે? મુન્નન ખાઁના કાળા કારનામા અને ગુનાહિત ઇતિહાસની સાથે શાતિર મગજ વિશે અમે જલ્દી જ અમારા બીજા રિપોર્ટમાં જણાવીશું.

  જે ઢાંચાથી ઘણા દૂર હતા તેમની પણ હત્યા

  ગોંડા જિલ્લાના રહેવાસી શિવદયાલ મિશ્રા નામના કારસેવકે ઑપઇન્ડિયાની સાથે વાત કરી હતી. 1990માં કારસેવા દરમિયાન તેમના પગમાં બે ગોળી વાગી હતી. તેમણે અમને જણાવ્યું કે, જ્યાં તેમને ગોળી મારવામાં આવી તે ગોંડા જિલ્લાની સરહદ હતી. તે જગ્યા વિવાદિત ઢાંચાથી ઘણી દૂર હતી. તે દરમિયાન પોલીસ ગોળીબારના ડરથી સરકારના આદેશથી હંગામી કેમ્પમાં બેઠેલા તબીબો પણ કેમ્પ છોડીને ભાગી ગયા હતા.

  બલિદાની કારસેવક મહાવીર પ્રસાદ અગ્રવાલના પુત્ર અભિષેકે પહેલાં પોતાના પિતાની હત્યા અને તે બાદ તેના પર આવેલા મુલાયમ સિંઘ યાદવના નિવેદનથી પોતાને ખૂબ જ દુખી ગણાવ્યા હતા. અભિષેકનું કહેવું છે કે, 2 નવેમ્બર 1990ના રોજ તેમના પિતાને કારસેવકપુરમ પાસે ગોળી મારવામાં આવી હતી, જે વિવાદિત ઢાંચાથી ઘણે દૂર છે.

  બલિદાની રમેશ પાંડેના પુત્ર સુરેશે ઑપઇન્ડિયાને જણાવ્યું કે શહીદ ગલી પાસે તેમના પિતાને ગોળી મારી દેવામાં આવી હતી. શહીદ ગલી એ જગ્યા છે જ્યાં ઘણા રામભક્તોની હત્યા કરવામાં આવી હતી. આ સ્થળ વિવાદિત ઢાંચાથી પણ ઘણું દૂર છે અને વચ્ચે હનુમાનગઢી આવેલું છે.

  બલિદાની રામ અચલ ગુપ્તાના પુત્ર સંજયે ઑપઇન્ડિયાને જણાવ્યું કે 2 નવેમ્બર, 1990ના રોજ વિવાદિત ઢાંચાથી ઘણે દૂર અયોધ્યા પોલીસ સ્ટેશનની સામે તેમના પિતાને ગોળી મારી દેવામાં આવી હતી. તે સમયે કારસેવામાં તેમના નાના ભાઈ રામતેજ પણ હાજર હતા. તેઓ 1990માં થયેલા નરસંહારના જીવંત સાક્ષી છે. રામતેજે જણાવ્યું કે ફાયરિંગ દરમિયાન તમામ કારસેવકો એક જગ્યાએ બેઠા હતા અને ભગવાન રામના ભજન ગાતા હતા.

  નિશસ્ત્ર કારસેવકો પર હેલિકોપ્ટરથી પણ ચલાવાઈ હતી ગોળીઓ

  ઑપઇન્ડિયાને અયોધ્યાના સ્થાનિક વડીલોએ પણ જણાવ્યું કે, 1990માં કારસેવક નિશસ્ત્ર જ આવ્યા હતા. અયોધ્યા જિલ્લામાં આવેલા રૂદૌલી વિસ્તારના કારસેવક રઘુવર સિંઘનો દાવો છે કે, 2 નવેમ્બર 1990ના રોજ તો તે સૌને જન્મભૂમિના દર્શન કરાવવા માટે ભેગા કરવામાં આવ્યા હતા અને પછી ગોળીઓ વરસાવી હતી. 30 ઓકટોબર 1990ના રોજ એક હેલિકોપ્ટર વિવાદિત ઢાંચાના 10 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં ફરી રહ્યું હતું.

  ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે બલિદાની કારસેવક વાસુદેવ ગુપ્તાના પુત્રી સીમા ગુપ્તાએ જણાવ્યું કે, તેમના પિતા અને અન્ય રામભક્તોને મારવાનો ઈશારો હેલિકોપ્ટરમાંથી કરવામાં આવ્યો હતો. ત્યારે આકાશમાં ઉડતું હેલિકોપ્ટર આખી અયોધ્યામાં લઈલી બત્તી સળગાવીને ફરી રહ્યું હતું. જે જગ્યા પર હેલિકોપ્ટર નીચે તરફ ઉડતું હતું ત્યાં બત્તી લાલ થઈ જતી હતી અને ત્યાં જ પોલીસ ગોળીઓ વરસાવવાનું ચાલુ કરતી હતી.

  અન્ય એક બલિદાની રામ સેવક વર્માના પુત્ર કાલી સહાયે અમને જણાવ્યું કે, હેલિકોપ્ટરનો રેડ લાઈટ સિગ્નલ મળતાની સાથે જ ન માત્ર સૈનિકો જ ગોળીબાર કરી રહ્યા હતા, પરંતુ કેટલાક હથિયારબંધ લોકો પણ હેલિકોપ્ટરમાંથી ગોળીબાર કરી રહ્યા હતા. કાલી સહાય વર્માના જણાવ્યા મુજબ, તેમના પિતાના શરીરમાં ત્રાંસા એન્ગલથી છરાઓ ઘૂસ્યા હતા. કાલી સહાયને આશંકા છે કે તેમના પિતાને હેલિકોપ્ટરમાંથી આ ગોળીઓ મારવામાં આવી હતી.

  ગોળીઓ ચલાવનાર ટીમના લીડર મોહમ્મદ ઉસ્માન અને જે.એસ ભુલ્લર

  અયોધ્યામાં રહેતા તમામ વડીલો અને બલિદાની કારસેવકોને આજે પણ મોહમ્મદ ઉસ્માન અને સરદાર જેએસ ભુલ્લરનાં નામ યાદ છે. આ બંને અધિકારીઓ અર્ધલશ્કરી દળના હતા. જેએસ ભુલ્લર તેમની ટીમ સાથે અયોધ્યાની મહારાજા ઈન્ટર કોલેજમાં કેમ્પ કરતાં હતા. 1990માં બતાવવામાં આવેલી ક્રૂરતાને કારણે, સ્થાનિક રહેવાસીઓને મહારાજા ઈન્ટર કોલેજની તે જગ્યા પણ યાદ છે જ્યાં ભુલ્લર સ્નાન કરતો હતો.

  એક સ્થાનિક રહેવાસીએ નામ ન આપવાની શરતે ભુલ્લર સાથે સંબંધિત એક ઘટના જણાવી. તે વ્યક્તિએ કહ્યું, “30 ઓક્ટોબર, 1990ના રોજ લખનૌથી એક હેલિકોપ્ટર ગોળીબાર કરવાના આદેશ સાથે આવ્યું હતું. ત્યારબાદ અયોધ્યામાં તૈનાત યુપી પોલીસના જવાનોના હાથ ધ્રૂજવા લાગ્યા. પોલીસ કર્મચારીઓ કારસેવકો પર ગોળીબાર કરવા માંગતા ન હતા. તેઓ હવામાં ગોળીઓ ચલાવી રહ્યા હતા.”

  તે વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે, હવામાં ગોળીબાર જોઈને જેએસ ભુલ્લર તે પોલીસ કર્મચારીઓ પાસે આવ્યો અને તેમના પર ઉશ્કેરાવા લાગ્યો. જેએસ ભુલ્લરે ત્યાંથી પસાર થઈ રહેલા એક રામભક્તના માથા પર નિશાન તાંકીને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાની સાથે જ રામભક્ત પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્યારે ભુલ્લરે હસીને કહ્યું, “આ રીતે ચલાવાય ગોળી.”

  તે જ સમયે ગોળીઓ વરસાવી રહેલી બીજી ટીમનું નેતૃત્વ મોહમ્મદ ઉસ્માન કરી રહ્યો હતો. ઉસ્માન CRPFમાં ડેપ્યુટી કમાન્ડન્ટ રેન્ક પર પોસ્ટેડ હોવાનું કહેવાય છે. શહીદ ગલી અને દિગંબર અખાડા પાસે થયેલા કારસેવકોના સામૂહિક નરસંહાર દરમિયાન ઉસ્માન અને તેની ટીમ જ ત્યાં હાજર હોવાનું કહેવાય છે. આ દરમિયાન તમામે રામભક્તોના પગને બદલે તેમના માથા અને છાતીમાં સીધી ગોળીઓ મારી હતી.

  અયોધ્યાના વડીલો તિબેટીયન પોલીસનું નામ ઘણું લે છે. વાસ્તવમાં તે તિબેટીયન પોલીસ ITBPની બટાલિયન હોવાનું કહેવાય છે. તેને ત્યારે અયોધ્યામાં તૈનાત કરવામાં આવી હતી. 1990માં અયોધ્યામાં તૈનાત પોલીસ અધિકારીએ ઑપઇન્ડિયા સાથે વાત કરતા એમ પણ કહ્યું હતું કે, યુપી પોલીસે કારસેવકો પર ગોળીબાર કર્યો ન હતો.

  આ પૂર્વ અધિકારીએ કહ્યું કે, ગોળીઓ ચલાવવા માટે બહારથી ફોર્સ બોલાવવામાં આવી હતી. અયોધ્યા નરસંહાર બાદ સ્થાનિક જિલ્લાઓમાં એક કવિતા ખૂબ લોકપ્રિય બની હતી. આ કવિતાના શબ્દો છે, “કાંપ ધરતી ઉઠી, આસમાં રો પડા, જબ અયોધ્યા મે ગોલી ચલાઈ ગઈ.” એ જ કવિતામાં આગળ કહેવામાં આવ્યું છે કે, “જબ UP કી સેના ને ઇનકાર કી તો તિબ્બત સે સેના બુલાઈ ગઈ.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં