Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશનૂંહ બાદ હવે રાજસ્થાનમાં માહોલ બગાડવાનો પ્રયાસ: અલવરથી ખાટૂશ્યામ જઈ રહેલી યાત્રામાં...

    નૂંહ બાદ હવે રાજસ્થાનમાં માહોલ બગાડવાનો પ્રયાસ: અલવરથી ખાટૂશ્યામ જઈ રહેલી યાત્રામાં રશિદ અને સાજિદે મારામારી કરી ભગવાનનું પોસ્ટર ફાડ્યું; ફરિયાદ બાદ ધરપકડ

    ઘટનામાં આરોપી રશિદ હારુન અને સાજિદ અયુબ વિરુદ્ધ શ્યામ બાબાનું પોસ્ટર ફાડવા અને મારામારી કરવા બદલ IPCની કલમો 295 A, 341, 323, અને 506 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    હરિયાણાના નૂંહમાં નલ્હડ મહાદેવની જળાભિષેક યાત્રામાં મુસ્લિમ ટોળા દ્વારા કરવામાં આવેલી હિંસાના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં હવે રાજસ્થાનથી હિંદુ પદયાત્રા પર વિવાદ સામે આવ્યો છે. અલવર તરફથી ખાટૂશ્યામ જઈ રહેલી યાત્રા દરમિયાન રશિદ અને સાજિદ નામના ઈસમોએ ખંડિત કરી ભગવાનનું પોસ્ટર ફાડ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઘટના બાદ હિંદુ સમાજ અને સંગઠનો આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    અહેવાલો અનુસાર રાજસ્થાનના અલવર જિલ્લાના રામગઢથી હિંદુ યાત્રાળુઓ મોટા આસ્થાના કેન્દ્ર ગણાતા ખાટૂશ્યામ પદયાત્રા કરી રહ્યા હતા. આ દરમિયાન બાસ ચોકી પાસે બાઈક પર આવેલા રશિદ અને સાજિદ નામના યુવકોએ યાત્રા સાથે ચાલી રહેલી બસને આંતરીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન બંને યુવકોએ બસ પર લાગેલા ભગવાન ખાટૂશ્યામના પોસ્ટરને પણ ફાડી નાંખી પગ નીચે કચડ્યું હોવાનું પણ જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં જ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

    અલવર તરફથી ખાટૂશ્યામ જઈ રહેલી યાત્રામાં ભગવાનનું ભગવાનનું પોસ્ટર ફાડ્યું હોવાની ઘટના સામે આવ્યા બાદ હિંદુ સમાજ, શ્યામ સખા મંડળ અને સ્થાનિક હિંદુ સંગઠનોએ પોલીસ સ્ટેશન પહોંચી ઉગ્ર દેખાવો કર્યા હતા. આ મામલે શ્યામ સખા મંડળના અધ્યક્ષ જવાહર તનેજાએ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા તેમજ મારામારીની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    આ મામલે રાજસ્થાન પોલીસે મીડિયાને માહિતી આપી હતી કે, ઘટનામાં આરોપી રશિદ હારુન અને સાજિદ અયુબ વિરુદ્ધ શ્યામ બાબાનું પોસ્ટર ફાડવા અને મારામારી કરવા બદલ IPCની કલમો 295 A, 341, 323, અને 506 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. FIR દાખલ થયા બાદ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, સાથે જ તેમના બાઈકને પણ ડિટેઇન કરવામાં આવ્યું છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અને યાત્રા યથાવત શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

    નોંધનીય છે કે ગત 31 જુલાઈ, 2023ના રોજ હરિયાણાના નૂંહમાં ઇસ્લામી ટોળાં દ્વારા હિંદુઓની ધાર્મિકયાત્રા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં 6 લોકોનાં મોત થયાં હતાં તો સંપત્તિને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. આ મામલે અનેક FIR દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો ફરાર આરોપીઓને શોધીને પકડવાનો દોર હજુ ચાલી રહ્યો છે. તાજેતરમાં પોલીસે નૂંહમાં સાયબર ક્રાઇમ પોલીસ મથક સળગાવવામાં સામેલ જાબિર અને ઈર્શાદની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં