Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણરાજસ્થાનના CM અશોક ગેહલોતના મતવિસ્તારની શાળામાં સ્વચ્છતાના નામે મીંડું, પ્રાથમિક સુવિધાનાં પણ...

    રાજસ્થાનના CM અશોક ગેહલોતના મતવિસ્તારની શાળામાં સ્વચ્છતાના નામે મીંડું, પ્રાથમિક સુવિધાનાં પણ ઠેકાણાં નહીં….પત્રકારે સત્ય બતાવ્યું તો કોંગ્રેસ કોર્પોરેટરે કરી ઝપાઝપી: વિડીયો વાયરલ

    પત્રકાર શાળામાં પ્રવેશ કરે છે તો સેનિટેશન પાસે ગંદકી જોવા મળે છે અને ટોયલેટ બાથરૂમ બંધ જોવા મળે છે. તે બંધ કેમ છે તેમ પૂછતાં ‘પ્રકાશ’ તરીકે ઓળખાવતો વ્યક્તિ ઉશ્કેરાઈ જાય છે અને પત્રકારને ‘તમે બીજેપીનો પ્રચાર બંધ કરી દો‘ તેમ કહીને માથાકૂટ કરવા માંડે છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગૃહજિલ્લામાં આવેલી સરકારી શાળામાં રિપોર્ટિંગ કરવા ગયેલા એક પત્રકાર સાથે સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટરે ઝપાઝપી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ‘શાઈનિંગ ઇન્ડિયા’ નામની ચેનલના એક પત્રકાર સાથે સ્થાનિક કોંગ્રેસ નેતા મગજમારી કરતો નજરે પડે છે અને ઝપાઝપી કરીને રિપોર્ટિગ કરતાં અટકાવે છે. 

    ‘શાઈનિંગ ઇન્ડિયા’ ચેનલે X પર એક પોસ્ટ કરીને નાનકડી વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં આ ઘટના નજરે પડે છે. પોસ્ટમાં લખવામાં આવ્યું કે, “રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજસ્થાન સરકારના શિક્ષણ મોડેલની વાસ્તવિકતા દેખાડવા પર અમારા પત્રકાર સાથે કૉંગ્રેસ વોર્ડ કાઉન્સિલર પ્રકાશ દેશબંધુએ મારપીટ કરી. ઓન કેમેરા આટલી અરાજકતા છે તો પછી ઑફ કેમેરા રાજ્યની વ્યવસ્થા શું હશે?”

    આ સિવાય સોશિયલ મીડિયા પર અન્ય યૂઝરોએ પણ વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા. અંકુર સિંઘે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, અશોક ગેહલોતે જો સારું કામ કર્યું હોય તો પછી કોંગ્રેસને લોકોને બતાવવામાં વાંધો શું હોવો જોઈએ?

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે, જોધપુરનું સરદારપુરા મુખ્યમંત્રીનો ચૂંટણી મતવિસ્તાર છે, પણ હાલત શું છે તે પૂછવાની મનાઈ છે. સાથે ભાજપની જીત તરફ સંકેત કરતાં લખ્યું કે, બહુ જલ્દી આ સ્થિતિ બદલાઈ જશે. 

    શું છે સમગ્ર ઘટના?

    વાસ્તવમાં આ પત્રકારનું નામ છે પ્રભાત રંજન મિશ્રા. ‘શાઈનિંગ ઇન્ડિયા’ નામની ચેનલમાં કામ કરે છે. તેમણે તાજેતરમાં રિપોર્ટિંગ માટે રાજસ્થાન સીએમ ગેહલોતના મતવિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં અશોક ગેહલોતના ઘરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ એક શાળામાં તેઓ પહોંચ્યા હતા. જ્યાંનો વિડિયો બનાવ્યો હતો, જે પછીથી ચેનલના યુ-ટ્યુબ અકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો. 

    વીડિયોમાં શાળાની બહાર સાફસફાઈમાં મીંડું જોવા મળે છે તો ઘરોની સ્થિતિ પણ સારી જોવા મળી રહી નથી. સ્થાનિકોને ટાંકીને પત્રકારે કહ્યું કે, શાળાની બહાર પાણી ભરાયેલું રહે છે. પત્રકાર કવરેજ કરતાં-કરતાં શાળામાં પ્રવેશે છે ત્યારે એક વ્યક્તિ પાછળથી આવે છે જે પોતાની ઓળખ પ્રકાશ તરીકે આપે છે. પત્રકાર પૂછે છે કે શું તેઓ શાળામાં કામ કરે છે તો નકારમાં જવાબ આપે છે. 

    પત્રકાર શાળામાં પ્રવેશ કરે છે તો સેનિટેશન પાસે ગંદકી જોવા મળે છે અને ટોયલેટ બાથરૂમ બંધ જોવા મળે છે. તે બંધ કેમ છે તેમ પૂછતાં ‘પ્રકાશ’ તરીકે ઓળખાવતો વ્યક્તિ ઉશ્કેરાઈ જાય છે અને પત્રકારને ‘તમે બીજેપીનો પ્રચાર બંધ કરી દો‘ તેમ કહીને માથાકૂટ કરવા માંડે છે. ત્યારબાદ તે કાર્ડ માંગે છે અને રિપોર્ટર કાર્ડ બતાવે છે તો તેને ‘ફર્જી’ ગણાવી દે છે અને હાથ પકડીને શાળાની બહાર ધકેલવાના પ્રયાસ કરે છે. પરંતુ પત્રકાર એકના બે ન થઈને શાળાના વર્ગખંડો તરફ આગળ વધી જાય છે. 

    પત્રકાર શાળાનાં આચાર્ય સાથે વાત કરવાના પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ કોર્પોરેટર વારંવાર ટોકતો રહે છે અને પત્રકારને કહેતો રહે છે કે તેઓ 26 નવેમ્બર બાદ આવે. વચ્ચે-વચ્ચે પત્રકારને ‘બકવાસ મત કર’, ‘બીજેપી કી ભાષા મત બોલ’ અને ‘સ્કૂલ સે બહાર નિકલ’ વગેરે કહેતો રહે છે. ત્યારબાદ તે પત્રકારને ‘મોદી કા ચેલા’ પણ કહી દે છે. 

    ત્યારબાદ ઉશ્કેરાયેલો કોંગ્રેસ કોર્પોરેટર પત્રકારને ધક્કા મારીને શાળામાંથી બહાર કાઢી મૂકે છે અને સ્થાનિકોને પણ તેમની વિરુદ્ધ ઉશ્કેરે છે. જેના કારણે પત્રકાર અને તેમની ટીમ પર પથ્થરો પણ ફેંકવામાં આવે છે તો અમુક બાળકો હાથમાં બેટ વગેરે લઈને મારવા દોડતાં જોવા મળે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં