રાજસ્થાનના બાડમેરના કોંગ્રેસ નેતા અને ત્રણ વારના ધારાસભ્ય મેવારામ જૈનનો આપત્તિજનક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો તે મહિલાએ પોતે બનાવ્યો છે.
કોંગ્રેસ નેતા મેવારામ જૈનનોજે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે જેવા તેઓ રૂમમાં પ્રવેશે છે કે તરત જ એક મહિલા પોતાનો મોબાઈલ કેમેરો ઓન કરીને તેને કબાટના રેકમાં મૂકી દે છે. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય રૂમમાં પ્રવેશ કરે છે, થોડી વાતો કરે છે, પાણી પીવે છે અને પછી મહિલા સાથે અશ્લીલ કૃત્યો કરવા લાગે છે.
A viral CD is doing rounds of ex Congress MLA mewaram jain, going viral. Zubair won’t tweet it I am sure. pic.twitter.com/3nbqPKnFc6
— Ankit Jain (@indiantweeter) January 5, 2024
મેવારામના આવા બે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાંથી એક વિડીયો 7 મિનિટ 11 સેકન્ડ અને બીજો 18 મિનિટ 45 સેકન્ડનો છે. હાલ તેમનું નામ તેમના વિડીયોના સ્ક્રીનશોટ સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે.
ગત મહિને જ મેવારામ સહિત 9 લોકો સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાએ ફરિયાદ કરી હતી કે માત્ર તેની જ નહીં, પરંતુ તેની મિત્ર પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની સગીર પુત્રીનું પણ જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મેવારામ અને તેનો સાથી રામસ્વરૂપ જ્યારે તેની સાથે બળાત્કાર કરીને કંટાળી ગયા ત્યારે તેઓએ તેને 15-16 વર્ષની ઉંમરની છોકરીઓને લાવવા કહ્યું હતું. આ કેસમાં પોલીસે જ્યારે પીડિતાની મિત્રની પૂછપરછ કરી તો ઘટના વધુ ભયાનક નીકળી. પીડિતની મિત્રએ જણાવ્યું હતું કે તેના પ્રાઇવેટ પાર્ટમાં દંડો નાંખીને તેને પ્રતાડિત કરવામાં આવી હતી.
Former Congress MLA used to rape minor girls. When anyone refuses, he used to torture them in brutal ways, he & his goondas used to insert sticks in their private part..
— Mr Sinha (@MrSinha_) December 22, 2023
The Gehlot govt didn't even act against him.. Now when the govt has changed, a FIR has been registered… pic.twitter.com/EEL70jmKaK
મહિલાના આરોપો બાદ તેની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી અને નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. બીજી તરફ, મેવારામે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો ત્યારબાદ તેની ધરપકડ પર 25 જાન્યુઆરી સુધી સ્ટે મૂકવામાં આવ્યો હતો. જો કે કોર્ટમાં કોઇ સુનાવણી નહીં થાય તે પહેલા જ મેવારામના આ વિડીયો વાયરલ થયા હતા, જેના કારણે સમાજમાં તેમની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં આ જ વીડિયો સાથે જોડાયેલા ત્રણ સ્ક્રીનશૉટ વાયરલ થયા હતા. જે બાદ બાડમેર કોતવાલી પોલીસ સ્ટેશનમાં સેક્સટોર્શનનો કેસ નોંધવામાં આવ્યો હતો અને વકીલ અને અન્ય સહિત બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે આ અશ્લીલ વિડીયો બતાવીને રાજસ્થાન કોંગ્રેસના નેતા મેવારામના સહયોગી રામસ્વરૂપ પાસે 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. 50 લાખમાં આ કેસનો નિકાલ થયો હતો પરંતુ ત્યારબાદ તેમની પાસે એક કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ પછી 2 મહિલા સહિત 5 આરોપીઓની પોલીસને ફરિયાદ આપીને ધરપકડ કરવામાં આવી હતી.