Monday, April 29, 2024
More
    હોમપેજદેશએન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના, પેપર લીક મામલે SIT બનાવાઇ: શપથ લેતાં...

    એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના, પેપર લીક મામલે SIT બનાવાઇ: શપથ લેતાં જ એક્શનમાં જોવા મળ્યા રાજસ્થાન CM ભજનલાલ શર્મા

    રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું, "વડાપ્રધાન મોદીએ ઘોષણાપત્રમાં જે ગેરન્ટીઓ આપી છે, તે તમામ પૂરી કરવામાં આવશે. જે સમસ્યાઓથી પ્રદેશની જનતા ત્રસ્ત હતી, તે તમામ વિષયોનું સમાધાન કરવામાં આવશે."

    - Advertisement -

    રાજસ્થાનના નવા CM ભજનલાલ શર્મા શપથ લીધા બાદ એક્શનમાં નજર આવી રહ્યા છે. તેમણે અધિકારીઓની બેઠક બોલાવીને મહત્વના 2 નિર્ણયો લીધા છે. CMOમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે આ વિશેની જાણકારી આપી છે. તેમણે પેપર લીક મામલે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, એ સાથે જ તેમણે આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવા માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    શુક્રવારે (15 ડિસેમ્બર, 2023) રાજસ્થાનના નવા CM ભજનલાલ શર્મા શપથગ્રહણ બાદ એક્શનમાં નજર આવી રહ્યા હતા. તેમણે શપથ લીધા બાદ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. CMO ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તેમણે આ વિશેની માહિતી આપી હતી. તેમણે અધિકારીઓ સાથેની બેઠકમાં 2 મહત્વના નિર્ણયો લીધા છે. તેમણે કહ્યું કે, પેપર લીકના મામલાને ગંભીર માનીને SITની રચના કરવામાં આવશે. આ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ પેપર લીક મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરશે. તેમણે વધુમાં કહ્યું, “ભવિષ્યમાં કોઈપણ પ્રકારના પેપર લીક નહીં થાય એ સુનિશ્ચિત કરવામાં આવશે. જેણે પણ પેપર લીક કર્યું છે તેને બક્ષવામાં નહીં આવે.”

    ‘મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધ અત્યાચાર સહન નહીં થાય’

    CM ભજનલાલ શર્માએ વધુમાં કહ્યું, “પ્રદેશમાં મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારના અત્યાચાર સહન કરી શકાશે નહીં. આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. સંગઠિત અપરાધોનો સામનો કરવા માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે, “આ ફોર્સ ADGPના નેતૃત્વમાં કાર્યરત રહેશે.” સાથે તેમણે કહ્યું, “સરકાર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરશે.” CM ભજનલાલ શર્માના સખત પગલાંને લઈને રાજસ્થાનમાં ચર્ચાઓએ જોર પકડયું છે.

    - Advertisement -

    PM મોદીની તમામ ગેરન્ટીઓ થશે પૂરી

    રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું, “વડાપ્રધાન મોદીએ ઘોષણાપત્રમાં જે ગેરન્ટીઓ આપી છે, તે તમામ પૂરી કરવામાં આવશે. જે સમસ્યાઓથી પ્રદેશની જનતા ત્રસ્ત હતી, તે તમામ વિષયોનું સમાધાન કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું, “મહિલા સુરક્ષા, કાયદા વ્યવસ્થા અમારી સરકારની પ્રાથમિકતા રહેશે. ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ધ્યાને રાખીને અમારી સરકાર નિર્ણયો લેશે.” અંતમાં તેમણે કહ્યું, “રાજ્યમાં અપરાધ પર નિયંત્રણ લાવવામાં આવશે અને જનતાને ભ્રષ્ટાચારથી મુક્તિ આપવામાં આવશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં