Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ સુરક્ષા મુદ્દે ઉઠાવી રહી હતી સવાલ, દિલ્હી પોલીસે પોલ ખોલી નાંખી,...

    કોંગ્રેસ સુરક્ષા મુદ્દે ઉઠાવી રહી હતી સવાલ, દિલ્હી પોલીસે પોલ ખોલી નાંખી, કહ્યું- રાહુલ ગાંધી પોતે જ તોડી રહ્યા હતા પ્રોટોકોલ

    કોંગ્રેસ નેતાના પત્ર બાદ ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો, જેમાં દિલ્હી પોલીસે આ બાબત જણાવી છે.

    - Advertisement -

    પહેલેથી જ વિવાદોમાં રહેલી રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ હવે ફરી એક વખત ચર્ચામાં આવી છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઇ હોવાનું કહીને CRPF અને દિલ્હી પોલીસ સહિતના સુરક્ષાદળો પર સવાલો ઉઠાવ્યા હતા. જે મામલે CRPF દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને હવે દિલ્હી પોલીસે પણ જણાવ્યું છે કે તેમની સુરક્ષામાં કોઈ જ કસર બાકી નહોતી રાખવામાં આવી અને ઉપરથી એમ પણ જણાવ્યું કે રાહુલ ગાંધીએ પોતે જ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું.

    અહેવાલો મુજબ દિલ્હી પોલીસે આ બાબતે ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં ટાંકવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસે સંપૂર્ણ સતર્કતા દાખવીને એક અભેદ્ય સુરક્ષાઘેરો બનાવ્યો હતો પણ રાહુલ ગાંધીએ પોતે જ સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું અને પોતાની મનમરજી મુજબનું વર્તન કર્યું હતું. વાસ્તવમાં તેમની સુરક્ષામાં દિલ્હી પોલીસના અનેક અધિકારીઓ સિવિલ ડ્રેસમાં એક સુરક્ષા ઘેરો બનાવીને ચાલી રહ્યા હતા પણ રાહુલ ગાંધીએ સામે ચાલીને નિયમો તોડ્યા હતા. આ પહેલાં CRPFએ પણ ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપીને રાહુલે 113 વખત સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

    દિલ્હી પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં ખડેપગે હતા

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાના પત્ર બાદ ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. જે બાદ દિલ્હી પોલીસે સુરક્ષા, ટ્રાફિક અને સ્પેશિયલ બ્રાન્ચ વગેરે એકમો પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. જેમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે, દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન સિવિલ ડ્રેસમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત હતા. તેમણે રાહુલ ગાંધી માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, રાહુલ ગાંધી પોતે પોલીસે બનાવેલ કોર્ડન તોડતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    કોંગ્રેસે ઉભા કર્યા હતા સવાલો

    નોંધનીય છે કે કે કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષામાં ભંગનો આરોપ લગાવ્યો હતો. આ અંગે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે ગૃહમંત્રીને પત્ર લખીને રાહુલ ગાંધીની સુરક્ષા વધારવાની માંગ કરી હતી. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક વીડિયો પણ જાહેર કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે, ભાજપ યાત્રામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. કેસી વેણુગોપાલે કહ્યું કે, રાહુલ ગાંધીને ઝેડ કેટેગરીની સુરક્ષા મળી હોવા છતાં આવી ભૂલ ચિંતાજનક છે.

    કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલના પત્રના જવાબમાં ગઈકાલે સીઆરપીએફએ પણ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2020થી લગભગ 113 વખત સુરક્ષા પ્રોટોકોલ તોડ્યા છે. સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાઈડલાઈન મુજબ રાહુલ ગાંધીને સુરક્ષા આપવામાં આવી રહી છે. સીઆરપીએફ રાજ્ય પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને સુરક્ષા વ્યવસ્થા કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં