Sunday, April 28, 2024
More
    હોમપેજદેશભારે કરી! પ્રેમિકા માટે યુવતી બનીને પરીક્ષા આપવા પહોંચી ગયો યુવક, માથે...

    ભારે કરી! પ્રેમિકા માટે યુવતી બનીને પરીક્ષા આપવા પહોંચી ગયો યુવક, માથે ચાંદલો, હોઠે લિપસ્ટિક લગાવીને ડ્રેસ પહેર્યો, ફિન્ગરપ્રિન્ટ મેચ ન થતાં ઝડપાઇ ગયો

    અંગ્રેજ સિંઘ ખૂબ આરામથી પરીક્ષાખંડમાં દાખલ તો થઇ ગયો, પરંતુ પરીક્ષા લેવા માટે ત્યાં હાજર અધિકારીઓને શંકા જતા તેઓએ યુવતી બનેલા અંગ્રેજ સિંઘનું ચેકિંગ કર્યું. જ્યાં તેની પાસેથી નકલી ઓળખપત્ર અને વોટર આઈડી મળી આવ્યા. પરીક્ષા આપવા તેણે પ્રેમિકા પરમજીત કૌરના નામનું ખોટું ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું.

    - Advertisement -

    પંજાબથી એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. બાબા ફરીદ યુનિવર્સીટી ઓફ હેલ્થમાં પ્રેમિકા માટે યુવતી બનીને યુવક એક યુવક પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં પહોંચી ગયો. પરીક્ષા આપવા ગયો એટલું જ નહીં, ગેરીરીતી આચરવા આ યુવક મેકઅપ કરી યુવતી પણ બની ગયો. માથે બિંદી, હોઠે લિપસ્ટિક, લાંબા વાળ અને છોકરીના ડ્રેસમાં સજ્જ યુવકને તપાસ અધિકારીઓએ જ્યારે પકડ્યો ત્યારે તેઓ પણ ઘડીક આશ્ચર્યમાં મૂકાઈ ગયા. પરીક્ષાખંડમાં પ્રેમિકા માટે યુવતી બનેલા યુવકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેની લોકો ખૂબ મજા લઇ રહ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે આ ઘટના પંજાબના ફરીદકોટની છે. ગત 7 જાન્યુઆરી 2024ના રોજ કોટકપુર સ્થિત ડીએવી પબ્લિક સ્કુલમાં બાબા ફરીદ યુનિવર્સીટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા પેરા મેડીકલ ભરતીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાજિલ્કાનો રહેવાસી અંગ્રેજ સિંઘ તેની પ્રેમિકા પરમજીત કૌરની જગ્યાએ પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા પહોંચી ગયો હતો. આ માટે તેણે તેની પ્રેમિકા જેવો વેશ ધારણ કર્યો. અંગ્રેજ સિંઘ હાથમાં બંગડી, માથે બિંદી, હોઠે લિપસ્ટિક અને યુવતીઓ પહેરે એવો ડ્રેસ પહેરી તૈયાર થયો હતો.

    પ્રેમિકા માટે યુવતી બનેલ અંગ્રેજ સિંઘ ખૂબ આરામથી પરીક્ષાખંડમાં દાખલ તો થઇ ગયો, પરંતુ પરીક્ષા લેવા માટે ત્યાં હાજર અધિકારીઓને શંકા જતા તેઓએ યુવતી બનેલા અંગ્રેજ સિંઘનું ચેકિંગ કર્યું. જ્યાં તેની પાસેથી નકલી ઓળખપત્ર અને વોટર આઈડી મળી આવ્યા. પરીક્ષા આપવા તેણે પ્રેમિકા પરમજીત કૌરના નામનું ખોટું ચૂંટણી કાર્ડ બનાવ્યું હતું. પૂરતી તૈયારી સાથે પહોંચેલો અંગ્રેજ સિંઘ ત્યારે પકડાઈ ગયો, જ્યારે અધિકારીઓએ તેની હાથની આંગળીઓની બાયોમેટ્રિક ડિવાઈસ દ્વારા તપાસ કરી.

    - Advertisement -

    બાયોમેટ્રિક ડિવાઈસમાં જયારે પ્રેમિકાની આઈડી સાથે ફિંગરપ્રિન્ટ મેચ ન થઇ ત્યારે અંગ્રેજ સિંઘની ઓળખ છતી થઇ. જે પછી હાજર અધિકારીઓએ અંગ્રેજ સિંઘની ધરપકડ કરી લીધી. પરીક્ષા લેનાર વહીવટીતંત્રે પણ એક્શન લેતા અંગ્રેઝ સિંહની પ્રેમિકા પરમજીત કૌરની પરીક્ષા માટેની આવેદન અરજી રદ કરી દેવામાં આવી. આ મામલે ફરીદકોટના એસપી જસમીત સિંઘે મીડિયાને જણાવતા કહ્યું હતું કે, “અમને બાબા ફરીદ યુનિવર્સીટી ઓફ હેલ્થ સાયન્સ તરફથી એક ફરિયાદ મળી છે કે પ્રેમિકા માટે યુવતી બનીને એક યુવક પરિક્ષા આપવા પહોંચ્યો હતો, જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં