Wednesday, April 24, 2024
More
    હોમપેજદેશપંજાબની આપ સરકારે પાકિસ્તાન સાથે વેપાર ફરી શરૂ કરવાની કરી હાકલ: કોંગ્રેસ...

    પંજાબની આપ સરકારે પાકિસ્તાન સાથે વેપાર ફરી શરૂ કરવાની કરી હાકલ: કોંગ્રેસ અને ભાજપ બન્નેએ આપના ‘પાક પ્રેમ’ની કરી નિંદા

    ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સામાન્ય દ્વિપક્ષીય વેપાર 3 વર્ષથી વધુ સમયથી સ્થગિત છે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી, પાકિસ્તાને તેના "એકપક્ષીય પગલાં" ના ભાગ રૂપે દ્વિપક્ષીય વેપારને સ્થગિત કરી દીધો.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની પંજાબ સરકારે પાકિસ્તાન સાથે વેપાર ફરી શરૂ કરવાની માંગ કરી છે. આ વેપારી સંબંધો ઈસ્લામાબાદ દ્વારા 7 ઓગસ્ટ, 2019 ના રોજ સ્થગિત કરવામાં આવ્યા હતા, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર (J&K) માં કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય કર્યાના બે દિવસ પછી. પંજાબ સરકારની આ માંગણી બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ એકીસ્વરે આને આપનો ‘પાક પ્રેમ’ ગણાવ્યો હતો.

    આ વર્ષે 14-15 જુલાઈના રોજ બેંગલુરુમાં રાજ્યના કૃષિ અને બાગાયત મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન પંજાબની આપ સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આ માંગણી ઉઠાવી હતી.

    ભાજપ અને કોંગ્રેસે બુધવારે (12 ઓક્ટોબર) આમ આદમી પાર્ટી (AAP) પર ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકારની પાકિસ્તાન સાથે વેપાર સંબંધો ફરી શરૂ કરવાની માગણી પર આકરા પ્રહારો કર્યા.

    - Advertisement -

    સમાચાર અહેવાલ પર પ્રતિક્રિયા આપતા, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ AAPને “PPP-પાક પરસ્ત પાર્ટી” ગણાવી. ટ્વિટર પર પૂનાવાલાએ કહ્યું, “આપની પાકિસ્તાન પરસ્તી કોંગ્રેસના પાક પ્રેમને સમાંતર કરે છે! કૉંગ્રેસની જેમ AAPએ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા, બાલકોટ પુરાવાની માગણી કરી હતી, પુલવામા પર ભારતને દોષી ઠેરવ્યો હતો.”

    “એક તરફ કેજરીવાલ દાવો કરે છે કે તેઓ કટ્ટર દેશ ભક્ત છે પરંતુ વાસ્તવમાં તેઓ વોટબેંક ભક્ત છે. હિંદુઓને અપમાનિત કરવાથી લઈને પાકિસ્તાન પરસ્તી સુધી AAP કોંગ્રેસને પ્રતિબિંબિત કરી રહી છે. AAP હવે PPP – પાક પરસ્ત પાર્ટી છે,” પૂનાવાલાએ ટ્વિટ કર્યું હતું.

    કોંગ્રેસ પાર્ટીએ AAP સરકારની માંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારીએ પૂછ્યું હતું કે જ્યારે ભારત અને પાકિસ્તાનના હાઈ કમિશનરો “હજુ સુધી પુનઃસ્થાપિત” નથી ત્યારે વેપાર કેવી રીતે શક્ય છે.

    નોંધનીય છે કે અગાઉ, પુલવામામાં આતંકવાદી હુમલાના એક દિવસ પછી, જેમાં 40 સુરક્ષા જવાનો માર્યા ગયા હતા, તેના એક દિવસ પછી, ભારતે 15 ફેબ્રુઆરી, 2019 ના રોજ પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. ભારતે 16 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાનથી થતી નિકાસ પરની કસ્ટમ ડ્યૂટી પણ વધારીને 200 ટકા કરી હતી. છતાંય પંજાબમાં આપનો ‘પાક પ્રેમ’ જોઈને વિરોધપક્ષો ભડક્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં