Wednesday, May 8, 2024
More
    હોમપેજદેશ100 કરોડના ખર્ચે બનશે સંત રવિદાસનું ભવ્ય સ્મારક, મધ્યપ્રદેશના સાગરમાં વડાપ્રધાન મોદીએ...

    100 કરોડના ખર્ચે બનશે સંત રવિદાસનું ભવ્ય સ્મારક, મધ્યપ્રદેશના સાગરમાં વડાપ્રધાન મોદીએ કર્યું ખાતમુહૂર્ત: 4000 કરોડના પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ-શિલાન્યાસ પણ કર્યાં

    સંત રવિદાસે એ સમયગાળામાં જન્મ લીધો હતો જ્યારે દેશ પર મુઘલોનું શાસન હતું. સમાજ અસ્થિરતા, ઉત્પીડન અને અત્યાચાર સામે લડી રહ્યો હતો. ત્યારે પણ તેઓ સમાજને જગાવી રહ્યા હતા અને ખામીઓ સામે લડતાં શીખવતા હતા: PM મોદી

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદીએ શનિવારે (12 ઓગસ્ટ, 2023) મધ્યપ્રદેશના સાગરમાં આવેલા બડતૂમાં ગામમાં 14મી સદીના સમાજ સુધારક સંત રવિદાસના મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સાથે જ PM મોદીએ 4000 કરોડની વિવિધ પરિયોજનાઓનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કર્યાં હતાં.

    સાગરમાં સંત રવિદાસનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણની માંગ સંત રવિદાસ જયંતી પર સાગરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી. આ માગને સ્વીકારી 100 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. PM મોદીએ આજે આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે જ PM મોદીએ મધ્યપ્રદેશના ધાનામાં 4000 કરોડની વિવિધ પરિયોજનાઓનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. વધુમાં મધ્યપ્રદેશમાં ચાલી રહેલી સામાજિક સમરસતા યાત્રાનું પણ આ કાર્યક્રમમાં સમાપન કરવામાં આવ્યું હતું.

    સંત રવિદાસ મંદિરનું ભૂમિપૂજન કરતાં PM મોદીએ કહ્યું કે, સંત રવિદાસે એ સમયગાળામાં જન્મ લીધો હતો જ્યારે દેશ પર મુઘલોનું શાસન હતું. સમાજ અસ્થિરતા, ઉત્પીડન અને અત્યાચાર સામે લડી રહ્યો હતો. ત્યારે પણ તેઓ સમાજને જગાવી રહ્યા હતા અને ખામીઓ સામે લડતાં શીખવતા હતા. તેમણે કહ્યું કે, સંતોની કૃપાથી તેમને રવિદાસજીના સ્મારકનું ભૂમિપૂજન કરવાનો અવસર મળ્યો છે અને તે બનીને તૈયાર થઇ જાય ત્યારબાદ તેઓ લોકાર્પણ માટે પણ આવશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે PM મોદીએ કાર્યક્રમમાં કોટા-બિના રુટ પર રેલવેના ડબલિંગનું કામ પૂર્ણ થયા બાદ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 1580 કરોડના બે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં નેશનલ હાઈ-વેના માર્ગોનો સમાવેશ થાય છે. 

    સ્મારકની વિશેષતાઓ શું?

    100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે, 11.20 એકડથી વધુ ક્ષેત્રફળમાં સંત રવિદાસના સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. મંદિરમાં સંત રવિદાસની કમલ પુષ્પ પર વિરાજિત પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ ભવ્ય સ્મારકમાં સંત રવિદાસના જીવન, તત્વજ્ઞાન અને ઉપદેશોને સંગ્રહિત કરવા માટે એક આર્ટ મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવશે. સ્મારક પર આવનારા શ્રદ્ધાળુઓ માટે ભક્ત નિવાસ, ભોજનાલય વેગેરે સુવિધાઓ પણ સામેલ કરવામાં આવશે.

    PM મોદીએ 2475 કરોડની રેલમાર્ગ પરિયોજનાનું કર્યું લોકાર્પણ

    સંત રવિદાસજીના ભવ્ય સ્મારકના શિલાન્યાસ બાદ PM મોદીએ 4000 કરોડ રૂપિયાથી વધુની રેલ અને સડક માટેની પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. PM મોદીએ કોટા-બીના રેલમાર્ગને બમણું કરવાની પૂર્ણતાને ચિહ્નિત કરનારી પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. 2475 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત આ પરિયોજના, રાજસ્થાનના કોટા અને બારા જિલ્લામાં તથા મધ્યપ્રદેશના ગુના, અશોકનગર, અને સાગર જિલ્લામાં થઈને પસાર થશે. આ રેલમાર્ગ દ્વારા પરિવહનની ક્ષમતામાં વધારો થશે અને પરિવહન ઝડપી બનશે.

    1580 કરોડના ખર્ચે નિર્મિત 2 માર્ગ પરિયોજનાની રાખી આધારશિલા

    PM મોદીએ 1580 કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનારી બે સડક પરિયોજનાની આધારશિલા પણ રાખી હતી. આ યોજનામાં મોરીકોરી- વિદિશા-હીનોતિયાને જોડતી ચાર લેનની સડક પરિયોજના અને હિનોતિયાને મેહલુવાથી જોડતી સડક પરિયોજના સામેલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં