Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા'એવું કોઈ કામ નહીં કરીએ, જે ભારત માટે જોખમી હોય': ઘૂંટણીયે આવી...

    ‘એવું કોઈ કામ નહીં કરીએ, જે ભારત માટે જોખમી હોય’: ઘૂંટણીયે આવી ગયા માલદીવના રાષ્ટ્રપતિ, ચીનને છોડી ભારત પાસે માંગી રહ્યા છે આર્થિક સહાય, ભારતીય પ્રવાસીઓને પણ કરી અપીલ

    માલદીવના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી અને તેમણે હનીમાધુ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા ચુકવણીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    માલદીવના (Maldives) રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) હાલ પોતાની આધિકારિક ભારત યાત્રા (India) પર છે. તેઓ તેમના પત્ની સાથે ભારત આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પહેલી આધિકારિક ભારત યાત્રા છે. સોમવારે (7 ઑક્ટોબર) માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુનું રાષ્ટ્રપતિ ભવનમાં આધિકારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અહીં તેમનું સ્વાગત રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) કર્યું હતું. જોકે, હવે માલદીવના રાષ્ટ્રપતિનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, એવું કામ નહીં કરીએ, જે ભારત માટે જોખમી હોય. ઉપરાંત તેમણે ભારતીય પ્રવાસીઓને માલદીવ ફરવા આવવા માટેની અપીલ પણ કરી છે.

    માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ હાલ ભારત પ્રવાસ પર છે. દરમિયાન ચીન સાથેના ગાઢ સંબંધ માટે જાણીતા મુઈઝુએ ભારતની ચિંતાને ઓછી કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું છે કે, હવે એવું કઈ પણ નહીં કરીએ, જે ભારત માટે જોખમ પેદા કરી શકે તેવું હોય. ચીનની ઘૂસણખોરીને કારણે ભારતની સુરક્ષાની ચિંતાઓને લઈને મોહમ્મદ મુઈઝુએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “માલદીવ ક્યારેય એવું કંઈ કરશે નહીં જેનાથી ભારતની સુરક્ષાને નુકસાન થાય. ભારત માલદીવનો મહત્વપૂર્ણ ભાગીદાર અને મિત્ર દેશ છે અને આપણાં સંબંધો આદર અને સહિયારા હિતો પર આધારિત છે.”

    માલદીવના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી અને તેમણે હનીમાધુ ઇન્ટરનેશનલ એરપોર્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા ચુકવણીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉપરાંત બધી બાજુથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા માલદીવને હવે ભારત અને ભારતના પ્રવાસીઓ યાદ આવ્યા છે. મોહમ્મદ મુઈઝુએ ભારતીય પ્રવાસીઓને ફરીથી માલદીવમાં ફરવા આવવા માટેની અપીલ કરી છે.

    - Advertisement -

    સાથે અહેવાલોમાં કહેવાય રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ હતી. આ દરમિયાન બંને દેશોની ભાગીદારી અને વિકાસને લઈને વાત કરવામાં આવી હતી. આ બેઠકમાં જ માલદીવ માટે આર્થિક પેકેજની પણ વાત કરવામાં આવી હોવાનું કહેવાયું છે. બંને દેશોના વડા સાથે દેશના પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ હાજર હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં