Monday, October 2, 2023
More
  હોમપેજદેશ'ચંદ્રયાન 3'ની ઠેકડી ઉડાવનાર પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ, કાર્યવાહીની માંગ: અભિનેતાએ...

  ‘ચંદ્રયાન 3’ની ઠેકડી ઉડાવનાર પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ, કાર્યવાહીની માંગ: અભિનેતાએ કાર્ટુન શેર કરીને ISROની મજાક બનાવી હતી

  મામલે પોલીસે મંગળવાર (22 ઓગસ્ટ 2023)ના રોજ જણાવ્યું હતું કે હિંદુ સંગઠનના નેતાઓએ તેમના વિરુદ્ધ આ ફરિયાદ કરી છે. આ ફરિયાદને બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

  - Advertisement -

  મોદી સરકાર વિરુદ્ધ અનેક વાર ખોટા દાવા કરનાર અભિનેતાએ દેશના ગૌરવ પર ઠેકડી ઉડાવવી ભારે પડી છે. ચંદ્રયાન 3ને લઈને ISROની મજાક બનાવનાર અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પ્રકાશે ચંદ્રયાન 3 (Chandrayan-3) મિશન પર એક ટ્વીટ કરી હતી. જે બદલ કર્ણાટકના બગલાકોટ જિલ્લામાં તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

  અહેવાલો મુજબ આ ટ્વીટમાં તેણે કથિત રીતે ભારતના મહત્વકાંક્ષી ત્રીજા ચંદ્રયાન મિશનની મજાક ઉડાવી હતી. આ મામલે પોલીસે મંગળવાર (22 ઓગસ્ટ 2023)ના રોજ જણાવ્યું હતું કે હિંદુ સંગઠનના નેતાઓએ તેમના વિરુદ્ધ આ ફરિયાદ કરી છે. આ ફરિયાદને બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ચંદ્રયાન 3ને લઈને ISROની મજાક બનાવનાર અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ સંગઠનોએ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લોકો પ્રકાશ રાજને અવળે હાથે લઇ રહ્યા છે.

  સાથે જ ‘ઑલ્ટ ન્યૂઝ’નો કૉ-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈર તરત જ તેના સમર્થનમાં ઉતરી આવ્યો હતો. જોકે, અભિનેતા રાજે પોતાની સ્પષ્ટતામાં કહ્યું હતું કે નફરતને માત્ર નફરત જ દેખાય છે. બચાવમાં તેમણે કહ્યું, “હું આર્મસ્ટ્રોંગના સમયની એક મજાકના સંદર્ભમાં વાત કરી રહ્યો હતો.”

  - Advertisement -

  દક્ષિણ ભારતની મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતાએ રવિવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (X) પર શર્ટ અને લૂંગી પહેરીને ચા રેડતું એક કેરીકેચર શૅર કર્યું હતું. આ સાથે તેમણે લખ્યું હતું કે, “ચંદ્રયાનની પહેલી તસવીર…#વિક્રમ લેન્ડર, #જસ્ટ આસ્કિંગ”

  ‘હું કેરળમાં ચા વેચનારાઓની વાત કરતો હતો’ : પ્રકાશ રાજ

  આ ટ્વીટ બાદથી જ તેમને ભારે વિરોધ અને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ગૌરવ સાથે જોડાયેલા મિશનની મજાક ઉડાડવા બદલ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોઈને એક્ટર રાજે પોતાના ખુલાસામાં કહ્યું કે, “નફરત માત્ર નફરત જ જુએ છે. હું આર્મસ્ટ્રોંગ ટાઇમ્સની એક મજાકનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જે અમારા કેરળના ચા વાળાના ઉત્સવની ઉજવણી કરી રહ્યા હતા. ટ્રોલર્સે કયો ચા વાળો જોઈ લીધો? જો તમને મજાકનો અર્થ સમજાતો નથી, તો તે મજાક તમારા પર હોય છે. મોટા થાવ, હું ફક્ત કહી રહ્યો છું.”

  આ અંગે લોકોએ પ્રકાશ રાજને ખૂબ ટ્રોલ કર્યા છે. ઑલ્ટ ન્યૂઝના કૉ-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈર તરત જ પ્રકાશ રાજના ટ્વીટના સમર્થન આપવા કૂદી પડ્યો હતો. તેણે પણ ટ્વીટ કરીને ‘ઇન્ડિયા ટુડે’ને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.

  ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ઉતરશે ચંદ્ર પર

  ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના જણાવ્યા મુજબ ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ભારતીય માનક સમય મુજબ સાંજે લગભગ 06:04 વાગ્યે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. તેનું લાઇવ એક્શન 23 ઓગસ્ટ, 2023ના રોજ ઇસરોની વેબસાઇટ, તેની યુટ્યુબ ચેનલ, ફેસબુક અને જાહેર બ્રોડકાસ્ટર ડીડી નેશનલ ટીવી પર સાંજે 06:27 વાગ્યાથી થશે.

  નોંધનીય છે કે અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ હશે, પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ હશે. ચંદ્રયાન-3 મિશનને 14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2:35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં જીએસએલવી માર્ક 3 (એલવીએમ 3) હેવી-લિફ્ટ લોન્ચ વ્હીકલના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં