Friday, November 22, 2024
More
    હોમપેજદેશવર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકવાનો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો,...

    વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકવાનો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ વિરુદ્ધ ફરિયાદ: ભારતમાં રમવા પર પ્રતિબંધ લગાવવાની માંગ

    ફરિયાદી પંડિત કેશવ દેવે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના ફોનમાં સમાચાર જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને આ ફોટો જોવા મળ્યો હતો. વડાપ્રધાને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આ ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. પરંતુ મિશેલ માર્શે તેના પર પગ મૂકતાં લોકોના સન્માનને ઠેસ પહોંચી છે.

    - Advertisement -

    ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને ઑસ્ટ્રેલિયાએ સતત છઠ્ઠી વખત ટ્રોફી જીતી હતી. આ જીત બાદ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શે ટ્રોફી પર પગ મૂકીને પડાવેલો એક ફોટો વાયરલ થઈ ગયો હતો, જેને લઈને લોકોના મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા. ઘણા લોકોએ કહ્યું કે, તે ખોટું હતું અને ક્રિકેટરે આ રીતે ટ્રોફીનું અપમાન કરવું જોઈતું ન હતું, તો ઘણાએ આને ‘કલ્ચરલ ડિફરન્સ’ ગણાવ્યો. પણ હવે ઉત્તર પ્રદેશમાં મિશેલ માર્શ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના દેહલીગેટ પોલીસ સ્ટેશનમાં એક RTI એક્ટિવિસ્ટ દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદી પંડિત કેશવ દેવે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના ફોનમાં સમાચાર જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને આ ફોટો જોવા મળ્યો હતો. વડાપ્રધાને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને આ ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. પરંતુ મિશેલ માર્શે તેના પર પગ મૂકતાં દેશના 140 કરોડ લોકોના સન્માનને ઠેસ પહોંચી છે.

    140 કરોડ લોકોની ભાવનાને ઠેસ પહોંચી

    કેશવ પંડિતે ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે, મિશેલે માત્ર ટ્રોફીનું જ નહીં, ભારતના 140 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તેમનું પણ અપમાન કર્યું છે. તેમના અનુસાર આ ફોટો જોઇને તેમને પહોંચેલી માનસિક ઠેસ અપરાધની શ્રેણીમાં આવે છે અને તેમની ફરિયાદ પર ઑસ્ટ્રેલિયાના આ ખેલાડી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકનાર ઑસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ વિરુદ્ધ પોલીસ ફરિયાદ સિવાય પણ કેશવ પંડિતની અન્ય એક માંગ છે. તેમણે વડાપ્રધાન મોદી અને ખેલ મંત્રીને પણ આ ફરિયાદની નકલ મોકલી છે. તેમની માંગ છે કે મિશેલ માર્શ પર આજીવન પ્રતિબંધ મૂકીને ભારત ક્યારેય તેની સાથે ક્રિકેટ ન રમે તે પ્રકારના નિર્ણય લેવામાં આવવા જોઈએ. સાથે જ તેમની ફરિયાદ પર મિશેલ વિરુદ્ધ ગુનો નોંધીને આકરી સજા આપવાની માંગ પણ કરવામાં આવી છે.

    અગાઉ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે પોલીસે મિશેલ માર્શ વિરુદ્ધ FIR દાખલ કરી છે, પરંતુ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમની વિરુદ્ધ કોઇ FIR દાખલ થઈ નથી. સંભવતઃ માત્ર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. FIR થઈ નથી.

    હાથમાં બીયર અને પગ નીચે વર્લ્ડ કપ ટ્રોફી

    ઉલ્લેખનીય છે કે ભારત સામે વર્લ્ડ કપમાં વિજેતા બન્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિશેલ માર્શે એક હાથમાં બિયર અને ટ્રોફી પર પગ મૂકીને ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. લોકોએ મિશેલની આ હરકતને ખૂબ ભાંડી હતી. સોશિયલ મીડિયામાં ટીકા પણ ખૂબ થઈ અને લોકોએ તેને વર્લ્ડ કપની ટ્રોફીનું અપમાન ગણાવ્યું. જોકે, એક વર્ગ એવો પણ હતો જેમણે કહ્યું કે, આ જે-તે પ્રદેશની સંસ્કૃતિનો ફેર છે અને ઑસ્ટ્રેલિયાનો માટે તે એક સામાન્ય બાબત હોય શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં