Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણઝારખંડ પહોંચ્યા વડાપ્રધાન મોદી, ભગવાન બિરસા મુંડાને અર્પણ કર્યા પુષ્પ: કહ્યું- ઝારખંડ...

    ઝારખંડ પહોંચ્યા વડાપ્રધાન મોદી, ભગવાન બિરસા મુંડાને અર્પણ કર્યા પુષ્પ: કહ્યું- ઝારખંડ જનજાતીય સમાજના સાહસ, શૌર્ય અને સ્વાભિમાન માટે સુવિખ્યાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચી સ્થિત બિરસા મુંડા સંગ્રહાલય પહોંચીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ઝારખંડ પહોંચ્યા પીએમ, નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા અર્પણ કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને બિરસા મુંડા જનજાતીય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયની પણ મુલાકાત લીધી. અહીં તેમણે 'ધરતી આબા કારાકક્ષ' અને પરિસરમાં સ્થાપિત કરવામાં આવેલી અન્ય વીરગત યોદ્ધાઓની પ્રતિમાઓના દર્શન કર્યા.

    - Advertisement -

    આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાની જન્મ જયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 નવેમ્બર 2023ની રાત્રે ઝારખંડ પહોંચ્યા હતા. અહીં રાંચીમાં વિશાળ જનમેદનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઝારખંડના રાજભવનમાં રાત્રી રોકાણ બાદ વડાપ્રધાન મોદીએ 15 નવેમ્બરની સવારે ભગવાન બિરસા મુંડા રાંચીમાં સ્મૃતિ પાર્ક અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. દેશના આદિવાસી સમુદાયના ઉત્થાન માટે વડાપ્રધાન મોદીએ અનેક યોજનાઓનું લોકાપર્ણ પણ કર્યું, આ સાથે જ વિકસિત ભારત યાત્રાને વડાપ્રધાને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો.

    નોંધનીય છે કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા 15 નવેમ્બરનો દિવસ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના આ દિવસે વડાપ્રધાન મોદી તેમના પૈતૃક ગામે પહોંચ્યા હતા. અહીં તેમણે બિરસા મુંડાના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. દેશનો આદિવાસી સમુદાય બિરસા મુંડાને પોતાના ભગવાન માને છે. પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતા આદિવાસી સમુદાયને 24,000 કરોડની યોજનાઓની ભેટ આપી છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આદિવાસી ગૌરવ દિવસ’એ ભારતના આદિવાસી સમુદાયોના દેશ પ્રત્યેના યોગદાનને સન્માનિત કરવાનો દિવસ છે.

    ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચી સ્થિત બિરસા મુંડા સંગ્રહાલય પહોંચીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને બિરસા મુંડા જનજાતીય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયની પણ મુલાકાત લીધી. અહીં તેમણે ‘ધરતી આબા કારાકક્ષ’ અને પરિસરમાં સ્થાપિત કરવામાં આવેલી અન્ય વીરગત યોધ્ધાઓની પ્રતિમાઓના દર્શન કર્યા.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી હેમંત સોરેન અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પણ બિરસા મુંડા પાર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને જ્યાં વીર બિરસા મુંડાએ પોતાના જીવનના અંતિમ શ્વાસો લીધા તે બેરેક નંબર 4ની પણ મુલાકાત લીધી હતી.

    આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ઝારખંડ પોતાની ખનીજ સંપદાઓ સાથે જનજાતીય સમાજના સાહસ, શૌર્ય અને સ્વાભિમાન માટે સુવિખ્યાત છે. અહીં મારા પરિજનોએ દેશની ઉન્નતીમાં પોતાનું અહમ યોગદાન આપ્યું હતું. રાજ્યના સ્થાપના દિવસ પર હું આપ તમામને શુભકામનાઓ પાઠવું છું. સાથે જ પ્રદેશના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.”

    ભગવાન બિરસા મુંડાના ગામ ઉલીહાતૂ પહોંચનાર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન

    ઉલ્લેખનીય છે કે ભગવાન બિરસા મુંડાના ઉલીહાતૂ ગામમાં પહોંચનારા નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન છે. તેમણે ખૂંટી ખાતે ત્રીજા આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લીધો અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ કરાવ્યો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ નબળા આદિવાસી સમૂહોના વિકાસ માટે 24,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત પણ કરી.

    આ યોજના અંતર્ગત આદિવાસી રહેણાંક વિસ્તારોને રસ્તા, ટેલીકોમ, વીજળી, પાકા મકાનો, પીવાનું શુધ્ધ પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ સહિતના જીવનનાં સંસાધનો પૂરાં પાડવામાં આવશે. આ સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાય સુધી આ મિશન અંતર્ગત ટીબી ઉન્મૂલન, 100 ટકા રસીકરણ, પીએમ માતૃ વંદના યોજના, પીએમ પોષણ તેમજ જનધન યોજના પહોંચાડવાનો લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં