વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (28 જાન્યુઆરી) ‘મન કી બાત’ કાર્યક્રમના 109મા એપિસોડથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમનો આ રેડિયો કાર્યક્રમ વર્ષ 2024નો પ્રથમ કાર્યક્રમ છે. આ ઉપરાંત રામ મંદિરના ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ તેમણે પ્રથમવાર ‘મન કી બાત’ કાર્યક્રમનું સંચાલન કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ચર્ચા કરી હતી. એ સિવાય તેમણે અન્ય અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સાથે તેમણે સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પણ પાઠવ્યા હતા.
अयोध्या में प्राण प्रतिष्ठा के अवसर ने देश के करोड़ों लोगों को मानो एक सूत्र में बांध दिया है।
— BJP (@BJP4India) January 28, 2024
सबकी भावना एक, सबकी भक्ति एक, सबकी बातों में राम, सबके हृदय में राम। देश के अनेकों लोगों ने इस दौरान राम भजन गाकर उन्हें श्रीराम के चरणों में समर्पित किया।
22 जनवरी की शाम को पूरे देश… pic.twitter.com/omQplIBCPP
PM મોદીએ 28 જાન્યુઆરીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં રામ મંદિર વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, “પ્રભુ શ્રીરામનું શાસન આપણાં બંધારણના નિર્માતાઓ માટે પણ પ્રેરણા સ્તોત્ર હતું. તેથી જ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મે ‘દેવથી દેશ’ અને ‘રામથી રાષ્ટ્ર’ની વાત કરી હતી.” તેમણે વધુમાં કહ્યું કે, “રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને એક સૂત્રમાં બાંધી દીધા છે. સૌની ભાવના એક, સૌની ભક્તિ એક, સૌની વાતોમાં રામ, સૌના હ્રદયમાં રામ.” તેમણે ઉમેર્યું કે, “દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન કરીને તેને શ્રીરામના ચરણોમાં સમર્પિત કર્યા. 22 જાન્યુઆરીની સાંજે આખા દેશે રામજ્યોતિ પ્રજ્વલલિત કરી, દિવાળી ઉજવી.”
પ્રજાસત્તાક પર્વ પર મહિલા સશક્તિકરણ
PM મોદીએ કહ્યું કે, “આ વખતે 26 જાન્યુઆરીની પરેડ અદભૂત રહી, પરંતુ સૌથી વધારે ચર્ચા કર્તવ્ય પથ પર મહિલા શક્તિને જોઈને થઈ. જ્યારે મહિલા સૈનિકોની ટુકડીએ કર્તવ્ય પથ પર કદમતાલ કર્યા, તો સૌ કોઈ ગૌરવાન્તીત થયા. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ દોઢ હજાર દીકરીઓ સામેલ થઈ. ઘણી ઝાંખીઓમાં પણ નારીશક્તિને પ્રદર્શિત કરવામાં આવી.” આ ઉપરાંત PM મોદીએ અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓની પણ પ્રશંસા કરી હતી. વિશેષ રીતે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારી 13 મહિલાઓની PM મોદીએ પ્રશંસા કરી હતી.
This year's Republic Day parade was special. It was dedicated to India's Nari Shakti. #MannKiBaat pic.twitter.com/VoeXhRcDlc
— PMO India (@PMOIndia) January 28, 2024
વડાપ્રધાને મહિલાઓના સ્વરોજગાર જૂથોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “એ દિવસ દૂર નથી જ્યારે તમે નમો ડ્રોન દીદીઓને દરેક ગામમાં ખેતરોમાં ડ્રોન દ્વારા ખેતીમાં મદદ કરતી જોશો.” આ ઉપરાંત તેમણે UPના બહરાઈચમાં બાયો-ફર્ટિલાઇઝર અને બાયો- પેસ્ટિસાઈડનો ઉપયોગ કરતી મહિલા ખેડૂતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પદ્મ સન્માન બન્યો લોકોનો એવોર્ડ
PM મોદીએ કહ્યું કે, “આ વખતે પણ એવા અનેકો દેશવાસીઓને પદ્મ સન્માન અર્પણ કરવામાં આવ્યું છે, જેમણે જમીન સાથે જોડાઈને સમાજમાં મોટું પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. આ પ્રેરક લોકોની જીવન યાત્રા વિશે જાણવાને લઈને દેશમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી છે. મીડિયાની લાઈમલાઈટથી દૂર આ લોકો કોઈપણ પ્રકારની ચર્ચા વગર સમાજ સેવામાં લાગ્યા હતા. આ વખતે 2014ની તુલનામાં 28 ગણા વધારે નોમિનેશન પ્રાપ્ત થયા છે.”
The contribution of each one of the Padma Awardees is an inspiration for the countrymen. #MannKiBaat pic.twitter.com/GAJdA5E0ZX
— PMO India (@PMOIndia) January 28, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “પદ્મ સન્માન મેળવનારાઓમા દરેક વ્યક્તિનું યોગદાન દેશવાસીઓને પ્રેરણા આપનારું છે. છેલ્લા એક દાયકામાં પદ્મ સન્માનની સિસ્ટમ બદલાઈ ચૂકી છે. તે હવે આ લોકોનું સન્માન બની ગયું છે. આ લોકોનું પદ્મ બની ગયું છે. પદ્મ સન્માન આપવાની વ્યવસ્થામાં ઘણા બદલાવો થયા છે અને હવે આમાં લોકોની પાસે પોતાને નામાંકિત કરવાની સુવિધા પણ છે.”
આ ઉપરાંત PM મોદીએ દેશની અનેક ઉપલબ્ધિ વિશે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે લોકોને અંગદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. એ સિવાય તેમણે ભારતનો વિકાસ, નારીશક્તિ, ભારતનું બંધારણ અને લોકતંત્રથી લઈને દેશના વિકાસમાં યોગદાન આપનારા દેશવાસીઓની પણ વાત કરી હતી.