Monday, October 2, 2023
More
  હોમપેજરાજકારણ'માં જન્મ આપે છે જ્યારે શિક્ષકો જીવન આપે છે': શિક્ષક દિવસની પૂર્વ...

  ‘માં જન્મ આપે છે જ્યારે શિક્ષકો જીવન આપે છે’: શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ PM મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023ના વિજેતાઓ સાથે કર્યો સંવાદ

  PM મોદીએ કહ્યું કે, "તમે સ્કૂલમાં છો, એટલે વધુ સમય તમે આદિવાસી બાળકો સાથે રહો છો, જો તમે આદિવાસી બાળકોની વચ્ચે રહો છો તો પર્યાવરણની રક્ષા તો આપણે તેની પાસેથી શીખવાની છે, તેમણે જેટલી પર્ણવરણની રક્ષા કરી છે, ભાગ્યે જ કોઈ એટલી રક્ષા કરી શકે છે."

  - Advertisement -

  દેશભરમાંથી કુલ 75 શિક્ષકોની રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023 માટે પસંદગી કરવામાં આવી છે, જે પુરસ્કાર મંગળવારે એટલે કે 5, સપ્ટેમ્બર 2023ના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા એનાયત કરવામાં આવનાર છે. પસંદગી પામેલા વિજેતાઓમાં 50 સ્કૂલ શિક્ષક, 13 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના શિક્ષક તથા કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયના 12 શિક્ષકો સામેલ છે. શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ એટલે સોમવાર (4 સપ્ટેમ્બર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023 વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન PM મોદીએ શિક્ષકો સાથેના સંવાદ દરમિયાન આભાર વ્યક્ત કરી યૂથ બ્રેનને તૈયાર કરવા માટેના યોગદાન બદલ સરાહના કરી હતી.

  4 સપ્ટેમ્બર, 2023ના રોજ સાંજના સમયે PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં PM મોદી સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય લોકો પણ સામેલ થયા હતા. PM મોદીએ શિક્ષકો સાથે કરેલા સંવાદ દરમિયાન શિક્ષકો સાથે ઘણી વાતો કરી હતી.

  વડાપ્રધાન સાથે સંવાદ

  કાર્યક્રમ દરમિયાન PM મોદીએ શિક્ષકોની સરાહના કરતાં કહ્યું હતું કે “માં જન્મ આપે છે જ્યારે શિક્ષક જીવન આપે છે, એટલા માટે આપ લોકોની જવાબદારી પણ વધુ રહેતી હોય છે, સૌથી પહેલા તો તમારૂ સ્વાગત છે, આપણે ત્યાં એવું કહેવાય છે કે જ્યારે કોઈ અતિથિ આપણાં ઘરે આવે અને અથિથીની ચરણરજ જ્યારે આપણાં ઘરમાં પડે ત્યારે તે ઈશ્વરનું રૂપ હોય છે, તો તમે લોકો મારે ત્યાં મહેમાન છો અને તમારી ચરણરજ મારા ઘરમાં આવી છે તો હું ખૂબ જ ભાગ્યશાળી છું એટલા માટે આપ સૌનો અહી આવવા બદલ આભાર માનું છું.”

  - Advertisement -

  આ દરમિયાન એક શિક્ષકે ભારતમાં થયેલા પરિવર્તનની ચર્ચા દરમિયાન કહ્યું કે, “જનમાનસ, નાનામાં નાનું બાળક અને 100 વર્ષના વૃદ્ધ માણસ પણ જાણે છે કે પરિવર્તન એક તરફી નથી, પરિવર્તન ચોતરફ છે અને દેશ હવે ચાલી નથી રહ્યો, દોડી નથી રહ્યો પણ દેશ ઊડી રહ્યો છે.”

  આ કાર્યક્રમ દરમિયાન એક શિક્ષકે હળવા સ્વરે PM મોદીને કહ્યું કે, “તમારી તરફ હું જ્યારે પણ જોઉ છું, તમે એટલા મહાન દેશના તમામ કાર્યો સરળતાથી કરી રહ્યા છો. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું નામ આટલી ઊંચાઈ પર છે. તમે દરરોજ નિરંતર પ્રયાસ કરી રહ્યા છો, છતાં પણ તમારા ચહેરા પર તેજ અને સ્મિત છે. તમે જે રીતે હમણાં અમને આનંદિત કરી રહ્યા છો, અમને લાગે છે કે ક્લાસના બાળકો પણ એ રીતે અમારી તરફ જુએ જે રીતે અમે આપને જોઈ રહ્યા છીએ.”

  શિક્ષકની આ વાત પર ત્યાં ઉપસ્થિત બધા લોકો અને PM મોદી પણ હસી પડ્યા હતા, હાસ્યની સાથે તાળીઓનો ગડગડાટ ગુંજવા લાગ્યો. PM મોદીએ ઉત્તર આપતા કહ્યું કે, “મારુ જે આ તેજ છે એ 140 કરોડ લોકોનું તેજ છે જે વારંવાર રિફલેક્ટ થતું રહે છે.”

  પર્ણવરણની રક્ષા આદિવાસી બાળકો પાસેથી શીખવી જોઈએ

  આદિવાસી વિસ્તારના એક શિક્ષકે જ્યારે PM મોદીને પૂછ્યું કે પર્યાવરણ સંરક્ષણ માટે બાળકોને શું શીખવાડી શકાય ત્યારે તેના ઉત્તરમાં PM મોદીએ કહ્યું કે, “તમે સ્કૂલમાં છો, એટલે વધુ સમય તમે આદિવાસી બાળકો સાથે રહો છો, જો તમે આદિવાસી બાળકોની વચ્ચે રહો છો તો પર્યાવરણની રક્ષા તો આપણે તેની પાસેથી શીખવાની છે, તેમણે જેટલી પર્ણવરણની રક્ષા કરી છે, ભાગ્યે જ કોઈ એટલી રક્ષા કરી શકે છે.”

  આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ ઘણી અગત્યની ચર્ચાઓ અને સંવાદ કર્યા હતા. શિક્ષકો સાથેની મુલાકાત બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિડીયો અને કેટલાક ફોટો શેર કરતાં લખ્યું કે, “આપણાં રાષ્ટ્રના આદર્શ-યોગ્ય શિક્ષકો સાથે મુલાકાત થઈ જેમને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. યુવા મગજને આકાર આપવા માટેનું તેમનું સમર્પણ અને શિક્ષણની ઉત્કૃષ્ટતા પ્રતિ તેમની અતૂટ પ્રતિબદ્ધતા ઘણી લાભદાયી છે. પોતાના ક્લાસમાં તે ભારતના યુવાઓ માટે ઉજ્જવળ ભવિષ્યની પટકથા લખી રહ્યા છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં